શું તમે પણ ભોજન ની સાથે છાસ નું સેવન કરો છો તો થઇ જાવ સાવધાન,નહિ તો પાછળ થી પસ્તાવું પડશે
ખાસ કરીને ગુજરાતીઓ ભોજન કરતી વખતે પીણામાં છાશ પીવે છે. ગરમી માં જ્યાં સુધી છાસ ના પીએ ત્યાં સુધી ભોજન અધૂરું અધૂરું લાગે છે. છાશ પીધા વગર તો કેટલાક લોકોને ગળામાંથી ખાવાનું પણ ઉતરતું નથી. મસાલેદાર કે ભારે ખોરાક લીધા પછી છાશ પીવાનું મન દરેકને થાય છે. દહીંમાંથી બનતી આ છાશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ભોજનને પરફેક્ટ બનાવે છે. અને ઉનાળામાં તો છાસ ખુબ જ ઠંડક આપી શકે તેવું બીજું કોઇપણ પીણું આપી ન શકે.જે લોકોને જમ્યા પછી એસિડિટીની તકલીફ વધતી હોય તે ભોજનમાં છાશનો ઉપયોગ કરવો તેના લીધે પેટ ને ઠંડુ રાખશે. અને બળતરા શાંત થઈ જશે. જો મસાલેદાર ભોજન કર્યું હોય તો પેટમાં બળતરા ઊભી થાય છે માટે મસાલેદાર ભોજન સાથે છાસ પીવી જોઈએ. છાશ એસીડીટી સામે રક્ષણ આપે છે અને ખાટા ઓડકાર આવતા અટકાવે છે. છાશમાં પ્રોબાયોટિક હોય છે જે જઠર રસને વધારે છે. અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
જે લોકોને કેલ્શિયમની ખામી હોય તે લોકોએ રોજ એક કપ છાસ પીવી જોઈએ. તાજી છાશમાં ચિત્રકૂળ મૂળની છાલનું ચૂર્ણ નાખીને પીવાથી લાંબા સમયના હરસ મસા મટે છે અને એકવાર મટી ગયા પછી બીજીવાર થતા નથી. જે લોકો રેગ્યુલર છાશ પીવે છે તેને વૃદ્ધાવસ્થા મોડી આવે છે.
છાશ ચામડીને ચમકીલી બનાવે છે. અને કરચલીઓ પડવા દેતી નથી.આપણે છાશ પીવાના ઘણા બધા ફાયદા વિશે જાણ્યું પરંતુ શું તમે જાણો છો છાશ પીવા ને કારણે ઘણીવાર નુકસાન પણ થાય છે તો ચાલો હવે આપણે છાશ પીવા થી થતા નુકશાન વિશે જાણીએ. તાવ અને કમજોરી હોય તેવી સ્થિતિમાં ક્યારેય છાશનું સેવન કરવું જોઇએ નહીં. વધારે પડતી છાશ પીવાથી ડાયેરીયા થવાની શક્યતા વધી જાય છે. છાસ ને ક્યારેક તાંબા, કાસા કે પિત્તળ જેવી ધાતુ માં રાખી ને પીવી નહીં. છાશ ઝેર બની જાય છે
ચોમાસામાં અને શિયાળામાં ઘણીવાર ભેજવાળા વાતાવરણના કારણે કેટલાક લોકોને છાશમાં માફક આવતી નથી અને તેના લીધે શરદી અને ઉધરસ થવાની શક્યતા વધી જાય છે. શ્વાસ માર્ગમાં સ્ત્રોતોરોધ થવાથી ઉધરસ શ્વાસરોગ થઈ શકે છે. પિત્ત પ્રકૃતિવાળા લોકોએ ખાટી છાશ હોય તો ન પીવી મોળી છાશ જ પીવી. આ ઉપરાંત અલ્સર, ચાંદા અને હાથ પગમાં જેવા રોગોથી પીડાતા દર્દીઓએ છાશ પીવી જોઈએ નહીં.
જે લોકોને શ્વાસની તકલીફ રહેતી હોય તે લોકોએ પણ છાશનું સેવન કરવું ન જોઈએ. સંધિવાના દર્દીઓએ છાસનું સેવન બહુ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. શરદી અને ઉધરસ થઈ હોય તો છાશનું સેવન ન કરવું. વધારે પડતી છાશ પીવાના કારણે ડાયેરિયા થવાની શક્યતા પણ વધી જાય છે. ભેંશની છાશ ભારે અને બકરીની છાશ હલકી હોય છે. આયુર્વેદના પ્રખર પંડિત સ્વામી કૃષ્ણાનંદ કહે છે કે જે લોકોને ખાટા ખાટા ઓડકાર આવતા હોય, છાતીમાં બળતરા થતી હોય કે રક્તસ્ત્રાવ જન્ય રોગો થતા હોય તે લોકોએ છાશ વાપરવી નહીં.
જે લોકો શારીરિક રીતે નબળાં હોય તેવા લોકોએ છાશ બિલકુલ પીવાની નથી. જે લોકોનું શરીર ધીમે ધીમે ઘટતું જતું હોય તે લોકોએ પણ છાશ પીવી હિતાવહ નથી. જે લોકોને ચક્કર ની સમસ્યા હોય તેવા લોકોએ પણ ના પીવી. જે લોકોને માથું દુખવાની ફરિયાદ છે અથવા તો પિત્તના વિકારો માથું દુખતું હોય અથવા અડધું માથું દુખતું હોય તેવા લોકોએ બિલકુલ છાસ પીવી ન જોઈએ. કારણ કે આ સમયે છાશ પીવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે. પરિણામે અડધું માથું જેવી તકલીફ વધારે જોવા મળશે.આપણે છાશ ઠંડી હોય તેવુ સમજીને ઉનાળામાં વધારે છાશ પીએ છીએ પરંતુ મહર્ષિ વાગ્ભટ્ટે કહ્યું છે કે છાશ ઉષ્ણ છે ઉનાળામાં છાશ વાપરવી નહીં અથવા તો ઓછી પીવી.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર