આ સમયે છાશ પીવાથી થાય છે જબરજસ્ત ફાયદા આ બીમારીઓ થાય છે દૂર..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળો એટલે કે શરદીની ઋતુ ધીરે ધીરે જતી જાય છે, હવે બપોરે સારી એવી ગરમી થવા લાગી છે અને જલ્દી જ ગરમીની સીઝન પણ શરૂ થઈ જશે. આવી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય ને સારું બનાવી રાખવામાં છાશ એ ખૂબ જ કામની વસ્તુ છે. કેટલાક લોકો તેને મઠો પણ કહે છે. તે દૂધ ને જમાવીને દહી ને ફેટી ને ત્યારબાદ તેમાંથી બનાવવામાં આવે છે.તેમાં થી વિટામિન એ, વિટામીન બી, વિટામીન સી, વિટામીન ડી અને વિટામીન કે ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. છાશ ના ઘણા બધા ફાયદાઓ પણ છે. એટલા માટે જો ગરમીમાં તેનું સેવન કરવામાં આવે તો શરીર ને દરેક પોષક તત્વ પર્યાપ્ત માત્રામાં સરળતાથી મળી જાય છે.છાશ પીવાના ફાયદાઓ.પેટને સ્વસ્થ રાખે છે, પેટમાં ભારે પણું મહેસૂસ થવું, ભૂખ ન લાગવી, બળતરા થવી અથવા ખાવાનું સારી રીતે ન પચવું. આ બધી સમસ્યા માંથી છુટકારો આપી શકે છે. તેના માટે તમારે જીરુ નો ભૂકો, મરીનો ભૂકો અને સિંધવ નમક છાશમાં ભેળવીને પી જાવ. તેનાથી પેટ સાથે જોડાયેલી દરેક બીમારીઓમાંથી આરામ મળશે.

છાશપીવાનો સાચો સમય ભોજન કર્યા પછી હોય છે. જો તમને એસિડિટીની સમસ્યા રહેતી હોય અથવા પેટમાં સોજો લાગતો હોય તો છાશ પીને તેમાંથી રાહત મેળવી શકો છો. હકીકતમાં છાશ મસલ્સના પ્રભાવને ઓછો કરીને શરીર ને પ્રોટીન પૂરું પાડે છે.ઈમ્યુનિટી પાવર વધારે છે.છાશ તમારા શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી પાવર વધારવાનું કામ કરે છે. હકીકતમાં તે પ્રોબાયોટિક કરવામાં સક્ષમ હોય છે. તે શરીરમાં આંતરડાનો વિકાસ પણ વધારે છે. તેનાથી તમારી બોડી ની પ્રતિરક્ષા પણ વધે છે.વજન ઓછો કરો.જો તમે તમારું વજન ઓછો કરવાનું વિચારી રહ્યા છો, તો દરરોજ છાશ પીવાનું શરૂ કરી દો. તેમાં રહેલા પોષક તત્વ એક તરફથી ફેટ બર્નર નું કામ કરે છે. તેને પીને તમે જાડા પણ નથી થતા. કારણ કે તેમાં કેલરી અને ફેટની માત્રા ખૂબ ઓછી હોય છે.હાડકા મજબુત કરે છે.છાશમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરીને તમે તમારા હાડકાને મજબૂત કરી શકો છો. તેને રોજ પીવામાં આવે તો ઓસ્ટીયોપોરોસિસ નામની બીમારી પણ નથી થતી.

ડિહાઇડ્રેશન ને પણ રોકે છે ગરમીમાં ડિહાઇડ્રેશન એક ખૂબ મોટી સમસ્યા બની જતી હોય છે. છાશ પીને તમે પાણીની ઉણપ ને પૂરી કરી શકો છો. તેનાથી તમે બીમાર પણ નથી થતા, અને તમને ખૂબ પોષક તત્વ પણ મળી રહે છે.મિત્રો આ હતા છાશ ના કેટલાક ફાયદાઓ. સામાન્ય રીતે છાશ બજારમાં સરળતાથી પણ મળી જાય છે, પરંતુ જો તમે ઘરે બનાવેલી તાજી અને શુદ્ધ પાણી વાળી છાશ પીશો તો તમને વધારે ફાયદો થશે.છાશ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે માત્ર શરીરને ઠંડક પ્રદાન કરે છે સાથે સાથે અનેક બીમારીઓથી પણ રાહત આપે છે. છાશમાં વિટામિન એ, બી, સી, ઇ સાથે પોષક તત્વો હોય છે, જે તમને પ્રતિરક્ષા વધારવામાં પણ મદદ કરે છે. બીજી બાજુ, જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે, તો પછી તમે છાશ લેવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તમારે ફક્ત છાશ સાથે થોડી વસ્તુઓ મિક્સ કરી લેવી પડશે અને સૂતા પહેલા તેનું સેવન કરો. બીજા દિવસે તમે તફાવત જોશો અને તેમજ જાણો આ જાદુઈ છાશ કેવી રીતે બનાવવી.

ત્યારબાદ આ વિશે આગળ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ ત્રિફળા છાશનું સેવન કરવાથી તમારુ પેટ શાંત થશે અને તેમજ આ સાથે, તે શરીરમાંથી ઝેર દૂર કરીને ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સાથે, તે પાચનને બરાબર રાખવા માટે કામ કરે છે અને આ ઉપરાંત આ કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલમાં લાવે છે અને કબજિયાતની સમસ્યા મુક્ત થાય છે.ત્રિફલામાં ભરપૂર એન્ટીઓક્સિડેન્ટ, બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપુર છે. તે તેના નામથી સ્પષ્ટ છે કે તે 3 ફળોથી બનેલું છે. ત્રિફળા ચૂર્ણ આંબળા, બેહેરા અને હરડેથી બનેલું છે. ત્રણ ચીજોથી બનેલું ત્રિફલા પેટની બળતરાની સમસ્યાથી પણ રાહત આપે છે અને એસીડીટીની સમસ્યાથી પણ રાહત આપે છે. ફક્ત આ માટે તમારે જાણવું મહત્વપૂર્ણ છે કે તેને ક્યારે અને કયા પ્રમાણમાં લેવું જોઈએ.

છાશ બનાવવા માટે સામગ્રી,એક ચમચી ત્રિફલા પાવડર.છાશ.સીંધો મીઠું.ફુદીનાની પેસ્ટ.થોડી ખાંડ.કેવી રીતે છાશ બનાવવી.સૌ પ્રથમ ત્રિફલા પાવડરને એક કપ પાણીમાં પલાળીને લગભગ 1 કલાક પલાળી રાખો. તે પછી આ પાઉડર છાશમાં નાંખો તેમજ તેમાં મીઠું, ખાંડ અને ફુદીનો નાખો અને બરાબર મિક્ષ કરો અને ત્યારબાદ તમે રાત્રે સુતા પહેલા તેનું સેવન કરો.દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. છાંસ પીવાથી રોગો આપણી આસપાસ પણ નથી ભટકતા અને કેટલાક એવા રોગો જ દૂર થાય છે તે ફરી ક્યારેય થતા નથી.પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.છાશમાં ઘી ન હોવું જોઈએ. જમતી વખતે તાજી છાશ વધુ ગુણકારી હોય છે.

છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે.છાશ પીવાની અનેક રોગોનું નાશ થાય છે પરંતુ છાશ ખાટી ન હોવી જોઈએ નહિતર તેની આડઅસર પણ થઈ શકે છે.પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4વાર છાસ પીવી જોઈએ.ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાંસમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગજબનું અસર કરે છે.છાશમાં એવા બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. પરંતુ ક્યારેય બહારની લસ્સીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે જેથી તમે સ્થૂળતાનો શિકાર પણ બની શકો છો.હાલમાં આપણે ઉદશ્ચિત અને તક્રનો ઉપયોગ છાશ તરીકે કરી રહ્યા છીએ. એની પ્રશંસા કરતાં સંહિતામાં કહ્યું છે કે, તક્રસેવી વ્યથતે કદાચિત-તક્ર નામની છાશનું સદા સેવન કરનાર કદી પીડા ભોગવતો નથી. છાશનાં સેવનથી નાશ પામનાર હરસ જેવા રોગો ફરી ક્યારેય થતાં નથી.ઘોલ નામની છાશ વાયુ પિત્તને હરે છે.મથિત કફ અને પિત્તને મટાડે છે.આયુર્વેદમાં બતાવેલ સાધારણ ખટાશયુક્ત છાશ (તક્ર) ઝાડો બાંધનાર (ગ્રાહી), તૂરી, સાધારણ ખાટી, મઘુર, દીપક, હળવી, ગરમ, બલ્ય, જાતીય શક્તિ વધારનાર, વાયુનાશક, તાજી હોય તો દાહ નહીં કરનાર, વિપાકે મઘુર અંતમાં પિત્ત કોપાવે, રૂક્ષ હોવાથી કફનો નાશ કરનાર છે.જે છાશમાંથી માખણ કાઢી લીઘું હોય તે. થોડી ભારે અને બલ્ય છે અને કફ કરનાર છે.જેમાંથી માખણ કાઢ્‌યું હોય નહીં તેવી છાશ ઘટ અને ભારે છે. આ છાશ નિત્ય માપસર વાપરવાથી બળ અને પુષ્ટિ આપે છે.પેટનાં વાયુ માટે થોડી ખાટી અને સંધિવવાળી છાશ પીવી, પિત્તમાં ખટમીઠી સાકરવાળી છાશ પીવી.કફ માટે સંધિવ ત્રિકટુ નાંખેલ છાશ પીવી.છાશને ધાણાજીરૂ, હળદરથી વઘારી વાપરવાથી ઉદરવાયુ નાશ કરે છે. રૂચિ ઉત્પન્ન કરનાર પુષ્ટિ કરનાર બલ્ય, મૂત્રાશયમાં વાયુને કારણે થતાં શૂલને મટાડનાર છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *