કોમેડી કલાકાર દીપેશ ભાનનું ક્રિકેટ રમતા થયું મૃત્યુ… જાણો આ કલાકાર વિશે
લોકપ્રિય ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈં’ના મલખાન સિંહ એટલે કે દીપેશ ભાનનું મુંબઈમાં નિધન થયું છે. શનિવારે સવારે ક્રિકેટ રમતા દિપેશના નાકમાંથી લોહી નીકળતા તે પડી ગયો હતો.તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેણે શુક્રવારે મોડી રાત્રે તેના શો માટે શૂટિંગ પણ કર્યું હતું. દિપેશ ફિટનેસ ને લઈને ખૂબ જ એક્ટિવ હતો અને શનિવારે સવારે તે જીમમાંથી આવીને ક્રિકેટ રમવા ગયો હતો.
શોના સહાયક નિર્દેશક અભિનયરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમજ શોમાં ટીકા સિંહનું પાત્ર ભજવતા વૈભવ માથુરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, “હા, તે હવે નથી. હું આના પર કંઈ કહેવા માંગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ શબ્દ નથી.”
શુભાંગીએ ETimes ને કહ્યું, “હું પણ દિપેશની બિલ્ડીંગમાં રહું છું અને અત્યારે હું તેના ઘરે છું. અગાઉ અમને કહેવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ હાર્ટ ફેલ થવાથી થયું હતું, પરંતુ હવે માહિતી આવી છે કે દિપેશનું મૃત્યુ મગજના કારણે થયું છે. હેમરેજને કારણે થયું છે. સવારે તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો અને જમીન પર જ બેભાન થઈને પડ્યો હતો.”
દિપેશે દિલ્હીથી સ્નાતક થયા પછી સીધા જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. અહીંથી એક્ટિંગનો કોર્સ પૂરો કર્યા બાદ દિપેશ 2005માં મુંબઈ આવ્યો હતો. શોમાં યુવતીઓ સાથે ફ્લર્ટ કરનાર દિપેશ ભાન ખરેખર પરિણીત હતા. તેમના લગ્ન મે 2019માં દિલ્હીમાં થયા હતા. જાન્યુઆરી 2021માં દિપેશ એક બાળકનો પિતા બન્યો હતો.
‘ભાભી જી ઘર પર હૈ’ શો પહેલા દિપેશે ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘એફઆઈઆર’, બિન્દાસ ટીવીના ‘ચેમ્પ’ અને ‘સુન યાર ચિલ માર’ જેવા શોમાં કામ કર્યું હતું. . તેણે 2007માં આવેલી ફિલ્મ ‘ફાલતુ ઉટપટાંગ ચટપટ્ટી કહાની’માં પણ કામ કર્યું હતું. આ સાથે તે આમિર ખાન સાથે T20 વર્લ્ડ કપની એડમાં પણ જોવા મળ્યો હતો.