ગરીબોના કલ્પવૃક્ષ સામાન ગણાતું આ ફળ એવું ઉપયોગી છે જે એસિડિટી અને બળતરાને દૂર કરવા ખૂબ ઉપયોગી બને છે 

દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે ખૂબ જ કાળજી રાખતા હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરેક લોકો અલગ અલગ ફળ નો સહારો લેતા હોય છે. દરેક પોષક તત્વો મળતા હોય છે. ઘણા બધા એવા પણ છે કે જે ઋતુ પ્રમાણે મળતા હોય છે. અને ઋતુ પૂરી થાય એટલે પછી તે ક્યારેય મળતા નથી હોતા. પણ આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવવાના છીએ જે અનેક બીમારીઓને તકલીફોથી એ આપણને દૂર રાખે છે. તો ચાલો જાણીએ તે ફળ વિશે.

તાડના ઝાડ પર નીકળતું આ ફળ તાડફળી તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ વિસ્તારમાં તેને અલગ અલગ નામ આપવામાં આવે છે. આ ફળને તાડફળી, ગલેલી અને અંગ્રેજીમાં એને આઈસ એપલ તરીકે ઓળખવામાં આવે છે. તાડફળી એક એવું ફળ છે કે જે ઉનાળા દરમિયાન માત્ર ૨૨ થી ૨૫ દિવસ સુધી જ મળે છે, પછી તે મળતું નથી. તાડફળી નો સ્વાદ નાળિયેરના સ્વાદ જેવો લાગે છે.

આ ફળનો ઉપયોગ કરવાથી પેટની સમસ્યા,કોઢ, માસિક સ્ત્રાવની નબળાઈ, લીવરમાં તકલીફ વગેરે અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવે છે. આ ફળમાં પાણી ભરપૂર પ્રમાણમાં હોય છે. અને તેની તાશીર થોડી ઠંડી હોય છે. અને ખૂબ જ ગુણકારી હોય છે. ગલેલીમાં વિટામીનની માત્રા ખૂબ જ વધારે હોવાથી પેટને લગતા રોગોમાં ખૂબ જ રાહત આપે છે. પેટ ખરાબ થઈ ગયું હોય અથવા પાણીની કમી થયું હોય તો એક ગ્લાસ આનું પાણી પીવું જોઇએ.

ત્વચાને લગતી સમસ્યાઓમાં ઉપરાંત સગર્ભા સ્ત્રીઓ માટે પણ આ ખુબ જ ઉપયોગી છે. જે વ્યક્તિને એસીડીટી, ગેસ, પાચનને લગતી સમસ્યા કે છાતીમાં બળતરા થતી હોય તે લોકો માટે એ રામબાણ ઈલાજ છે. કારણ કે તેમાં પોટેશિયમ,કેલ્શિયમ, ફોસ્ફરસ નું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે.

મહિલાઓમાં સફેદ પાણીનો પ્રશ્ન પણ દુર થાય છે, આ ઉપરાંત કિશોર અવસ્થા પછી છોકરીઓને માસિક ધર્મ દરમિયાન સફેદ પાણી પડવાની તકલીફ વધી જાય છે, જેના કારણે પેટમાં દુખાવો, કમરનો દુખાવો થાય છે. તે સમસ્યામાંથી દુર કરવા માટે ગલેલી ખુબ જ લાભદાયી છે. ગર્ભવતી મહિલાઓ માટે આ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. તો આ તકલીફમાંથી છુટકારો મેળવવા માટે ઉપયોગ કરવાથી ખૂબ જ રાહત થાય છે.

જે લોકોને ગરમીથી ત્વચા ઉપર બળતરા થતી હોય અથવા તો ખૂબ જ થાક લાગતો હોય તો તે વ્યક્તિ એ તાડફળીના ફળનું સેવન કરવું જોઈએ. જે વ્યક્તિને વારંવાર બેભાન થઈ જવાની અથવા તો ચક્કર આવવાની સમસ્યા હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. અને તે માટે ગલેલીના રસમાં ગોળ મિક્સ કરીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. કમરનો દુખાવો, પેટનો દુખાવો કે શરીરના કોઈ પણ દુખાવાને દૂર કરવા માટે તાડફળી ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત આ ઠંડુ છે. એટલે જ તેને અને ઉનાળામાં સેવન કરવામાં આવે છે.

જે સ્ત્રીને માસિક ને લઈને તકલીફ છે જેમ કે અનિયમિત માસિક હોય અથવા તો માસિક આવતું હોય તો ખૂબ જ દુખાવો થતો હોય તો આ ફળનું સેવન કરવું જોઈએ. તાડફળીને કાચા દૂધ સાથે પીવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે. જે વ્યક્તિને કોલેરા ની સમસ્યા હોય તેને તાડફળીના ઝાડ ના મૂળ ને પીસીને ડુંટી પાસે લગાવવાથી કોલેરામાં તરત જ રાહત થઈ જાય છે. આ ઉપરાંત નાના બાળકોને પેટમાં કીડા થવાની સમસ્યા હોય છે. તે માટે તાડફળીના મૂળનું ચૂર્ણ ડુંટી પર લગાવવાથી દર્દ જ કૃમિનો નાશ થાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *