માત્ર 2 દિવસમાં મટી જશે કબજિયાત,રોજ અડધી ચમચી પાણીમાં નાખીને પીવો આ ઓસડિયુ…

કબજિયાત એક એવી સમસ્યા છે કે બધા જ લોકોને થતી હોય છે. જે ખોરાક અને તેના પાચન તંત્ર સાથે સંકળાયેલી સમસ્યા છે. આ સમસ્યા ખોરાકમાં પાચન ન થવાથી તેમજ જૂનો મળ આંતરડાના ઘણા સમય સુધી રહેવાથી જે સમસ્યા થાય  તેને આપણે કબજીયાત કહીએ છીએ. આ કબજીયાત જોવામાં સામાન્ય લાગતી સમસ્યા છે પરંતુ તે અનેક સમસ્યાનું મૂળ છે.

જો લાંબા સમય સુધી કબજીયાતની બીંમારી રહે તો તેનાથી અનેક રોગો શરીરમાં આવે છે. આ જૂનો મળ હોય છે જે આંતરડામાં સડવા લાગે છે જેના પરિણામે તે પાચન તંત્રમાં ભળે છે. પાચક રસોમાં ભળે છે. જેના લીધે શરીરનું આરોગ્ય જોખમાય છે. જેના પરિણામ સ્વરૂપ ઘણા બધા રોગો આવી શકે છે.આ કબજિયાતના ઈલાજ માટે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી ગરમ કરી લેવું. આ પાણીને માત્ર હુંફાળું જ ગરમ કરવું. આ એક ગ્લાસ પાણીમાં માત્ર અડધી ચમચી એરંડીયુ નાખવું. એરંડિયું પેટ સાફ કરવામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે.

આ અડધી ચમચી એરંડીયુ નાખીને એક ગ્લાસ પાણીમાં બરાબર તેને હલાવી લેવું. બરાબર મિક્સ થઇ જાય એટલે આ પાણી રાત્રે સૂતી વખતે પી જવું. માત્ર આ અડધી ચમચી એરંડીયુ પેટને સાફ કરી દે છે અને કબજીયાતને પણ થવા દેતું નથી. અઠવાડીયામાં માત્ર બેથી ત્રણ જ વાર આ ઉપાય કરવો જેનાથી પેટ એકદમ ચોખ્ખું સાફ થઇ જાય છે. આ બાબતમાં ખાસ એ ધ્યાનમાં રાખવી કે જમ્યા બાદ પાણી ન પીવું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જો જમી લીધા બાદ 45 મિનીટ સુધી પાણી ન પીવું જોઈએ. 45 મિનીટ પછી જ પાણી પીવું જોઈએ. જેના લીધે ખાધેલો ખોરાક બરાબર પાચન થઇ જશે. જો તમે જમીને તરત પાણી પીવો તો ખોરાકને પચાવવા માટે જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે અગ્નિ ઠરી જાય છે. જેથી ખોરાકનું પાચન ન થાય અને જેના લીધે પેટની સમસ્યા સમસ્યા થાય છે.

જો જમ્યા બાદ પાણી ન પીવો અને આ ઉપાય કરો એટલે 100 ટકા કબજીયાત મટી જાય છે. પેટ સાફ થઇ જાય છે. શરીરમાં રહેલો જુનો મળ હોય તે બહાર નીકળી જાય છે. શરીરમાં રહેલી ઘણી બધી સમસ્યાઓ આ રીતે ઠીક થાય છે. આ એરંડીયાનો પ્રયોગ ખુબ જ અસરકારક છે.

હાલના સમયમાં કબજીયાત એક એવી સમસ્યા છે, જે મોટાભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. કબજીયાત થવાનું કારણ જાણીએ તો ખાસ તો આપણી ખોરાક લેવાની જે શૈલી છે. એમાં ક્યાંકને ક્યાંક ખામી છે અથવા ખોરાક લેવાની જે ટેવ હોય. ખોરાકની શૈલી છે તે ખામી ભરેલી હોય તો તેના લીધે કબજીયાત થઈ શકે છે.

ખોરાકમાં કોઈ ભૂલ રહેલી હોય ત્યારે પેટની સમસ્યા થાય છે. જેમાં પણ ખાસ કરીને ગેસ, એસીડીટી અને કબજિયાત. આ ત્રણમાથી કોઇપણ સમસ્યા થાય. તમે ખાધેલો ખોરાક છે તે બરાબર ન હોય અને ખોરાકનું પાચન થવામાં ક્યાંકને ક્યાંક પેટની અંદર મુશ્કેલી પડે.  પાચન તંત્રની ક્રિયામાં ક્યાંકને ક્યાંક ખરાબી ઉત્પન્ન થાય તો ખોરાકનું બરાબર પાચન ન થાય.

આવી રીતે ખોરાકનું પૂરતું પાચન ન થાય એટલે પેટમાં ગેસ થાય, ગેસ થાય એટલે એસીડીટી થાય અને ખોરાકનું પાચન ન થાય એટલે કબજિયાત પણ થાય છે. જ્યારે કબજીયાત થાય એટલે સવારના સમયે સંડાશ જતી વખતે ઘણી બધી મુશ્કેલીઓ આવે. જેમાં મળ પેટમાંથી જે મળ નીકળી જવો જોઈએ તે બહાર નીકળી શકતો નથી.

આ સમસ્યામાં અમે જે ઉપાય બતાવી રહ્યા છીએ તે ઉપાય કરવાથી શરીરમાં કબજિયાતની સમસ્યા ઠીક થઈ જાય છે. આ ઉપાય એકદમ સરળ અને દેશી ઉપાય છે. આ ઉપાય આપણા પૂર્વજો ઘણા વર્ષોથી અપનાવતા હતા. જયારે પેટની સમસ્યા થતી હોય, પેટમાં જે મળ છે તે કઠણ થઇ જાય અને મળ બહાર ન નીકળતો હોય તો કે કબજિયાત જેવું રહેતું હોય ત્યારે આપણા વડીલો છે તે પણ આ ઉપાય અપનાવતા હતા. આ ખુબ જ સરળ અને દેશી ઉપચાર છે.

પરંતુ આ ઉપાય કરવા સાથે એવો કોઈ ખોરાક ન લેવો જેનાથી કબજિયાત થઈ શકે. આ સમસ્યામાં ખાસ એ બાબતનું ધ્યાન રાખવું કે ખોરાકને પાચન થવાની પણ શરીરની અંદર જગ્યા ન રહેવા દેવામાં આવે તો પેટની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જેના લીધે કબજિયાત થાય છે.

આ વસ્તુમાં પણ ખાસ તો મેંદા વાળી વસ્તુઓ હોય તે પાચન થવામાં ઘણી બધી તકલીફો ઉત્પન્ન કરે છે. તમે જયારે મેંદો ખાવ છો ત્યારે આપણી પાચન સીસ્ટમ જે હોય છે તે ખોરવાય જતી હોય છે. જેના લીધે પાચન બરાબર થઇ શકતું નથી. જેના લીધે કબજિયાત થઇ શકે છે. આ વસ્તુઓમાં સેન્ડવીચ, પાવભાજી, સમોસા વગેરે જેવી બ્રેડ મેંદા વાળી વસ્તુઓ હોય શકે છે. માટે આવી વસ્તુઓ બંધ કરીને પછી કબજિયાત મટાડવાના ઉપાયો કરવા જોઈએ. જો આટલી કાળજી રાખીને ઉપાય કરવામાં આવે તો માત્ર ત્રણ જ દિવસમાં કબજીયાત મટી જાય છે અને તમારું પેટ સંડાશ જાવ એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું આખું પેટ સાફ થઇ જાય છે.

આમ, એરંડીયુ તેલ કે જેના આપણે દીવેલ તરીકે ઓળખીએ છીએ. આ દીવેલને આવી રીતે અમે બતાવેલા ઉપચાર પ્રમાણે સેવન કરવામાં આવે તો શરીરમાં જે મળ કે સંડાશ ફસાયેલો હોય તે શરીરની બહાર નીકળી જાય છે. જેના લીધે માત્ર થોડા જ સમયમાં કબજિયાત મટે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *