એક ગ્લાસ આનું સેવન શરીરની આટલી સમસ્યા દુર કરી આજીવન રાખશે રોગ મુક્ત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત.

કિવી કિવી ફળ સ્વાદમાં ખાંટુ-મીઠું હોય છે. આ સ્વાદિષ્ટ ફળ વર્ષમાં એક જ વાર બજારમાં મળે છે. ગરમીની ઋતુમાં કિવીનું ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીર ઠંડુ રહે છે. કિવી ફળની અંદર વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં કેલેરી પણ ખુબ જ ઓછી હોય છે. કિવીનું સેવન વજન ઓછું કરવા માટે, તેમજ પાચનતંત્ર સારું કરવા માટે પણ કરવામાં આવે છે.

આજના આ આર્ટીકલમાં અમે તમને જાણવશું કે, 100 ગ્રામ કિવી ફળમાં કેટલી માત્રામાં પોષક તત્વ હોય છે. આ સિવાય કિવી ફળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ક્યાં લાભ થાય છે. સાથે જ, ગરમીની ઋતુમાં કેવી રીતે કિવી ફળનું જ્યુસ બનાવવું અને તેને પીવાથી સ્વાસ્થ્યને કેટલાક ફાયદાઓ થાય છે તે વિશે.

100 ગ્રામ કિવી ફળમાં રહેલ પોષક તત્વો : કેલેરીની માત્રા – 61, ફૈટ – 0.5, સોડિયમ – 3 મિલિગ્રામ, કાર્બોહાઈડ્રેટની માત્રા – 15 ગ્રામ, શુગર – 9 ગ્રામ, ફાઈબર – 3 ગ્રામ, પ્રોટીન – 1.1 ગ્રામ. આ બધા પોષક તત્વો કિવીમાં મળી આવે છે. તો હવે જાણીએ કેવીના સેવનથી થતા ફાયદા.

વજન કરવા માટે : કિવી ફળની અંદર વિટામિન-સી, કેલ્શિયમ, પોટેશિયમ આને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

પાચનતંત્ર માટે : કિવી ફળનું જ્યુસ પીવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને પેટની સમસ્યા પણ દૂર થાય છે. તેના સેવનથી કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે. ગરમીની ઋતુમાં કિવી ફળનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ઇમ્યુનિટી સિસ્ટમ : કિવી ફળનું જ્યુસ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. જેનાથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આ સિવાય કિવી ફળ ડાયાબિટીસ અને હૃદય રોગ માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

બ્લડ પ્રેશર : કિવીના જ્યુસમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

આંખો માટે ફાયદાકારક : જો તમે લેપટોપ પર વધારે વર્ક કરો છો અને તમારી આંખો પર વધારે જોર પડે છે, તો તેવામાં કિવીનું જ્યુસ ફાયદાકારક છે. કિવી ફળથી વિઝ્યુઅલ લોસની સમસ્યાથી પણ બચાવ થાય છે.પ્લેટલેટ્સ વધારવા માટે : પ્લેટલેટ્સ ઓછું થવા પર કિવીનું સેવન કરવાની સલાહ દેવામાં આવે છે. તેના સેવનથી શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી વધે છે.

કિવી જ્યુસ બનાવવા માટે સામગ્રી : 2 – કિવી, કાકડી – 1, ધાણાનો પાવડર પીસેલો – 1 ચમચી.

કિવીનું જ્યુસ બનાવવાની રીત : સૌથી પહેલા કિવીને સારી રીતે છોલી લો, પછી કિવીના ટુકડા કરી લો, પછી કાકડીને છોલીને કાપી લો, ત્યાર પછી કાકડી અને કિવીને મિક્સ કરીને મીક્ષ્યરમાં પીસી પેસ્ટ બનાવી લો, પછી જરૂર મુજબ પેસ્ટમાં પાણી ઉમેરો. ત્યાર પછી તેમાં ધાણા પાવડર નાખીને મિક્સ કરો. તૈયાર છે કિવીનું ટેસ્ટી અને હેલ્દી જ્યુસ.આમ તમે કિવિના સેવનથી પોતાની તંદુરસ્તી જાળવી શકો છો. તેમજ પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે કિવી એ અનેક પોષક તત્વોથી ભરપુર ફળ છે. તેથી તેનું સેવન તમારા સ્વાસ્થ્યને બનાવી રાખે છે. જે તમને અનેક રોગો સામે લડવા માટેની શક્તિ પૂરી પાડે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *