ઘરમાં રહેલી આ પાંચ વસ્તુનું સેવન કરવાથી 10 વર્ષ સુધી નહીં થાય એસીડીટીનો પ્રોબ્લેમ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં એસીડીટીની સમસ્યા ઘણાં બધા લોકોમાં જોવા મળે છે. આ સમસ્યા ત્યારે જ થાય જ્યારે પેટમાં રહેલો એસિડ ઉપર આવે. તેનાથી ઘણાં લોકોને હૃદયમાં પણ બળતરા થતી હોય છે. એસીડીટી એક એવી સ્થિતિ છે. જેમાં પેટના ઉપરના ભાગમાં બળતરા અને દુઃખાવાનો અનુભવ થાય છે. ભૂખ નથી લાગતી, તેમજ ઓડકાર આવવા અને પેટમાં ગેસ થવાની સમસ્યા ઉદ્દભવે છે.

આ સમસ્યા દરમિયાન મોઢામાં એક ખાટો સ્વાદ આવે છે. અને પેટમાં ઘણી હલચલ થાય છે. અને ત્યાર બાદ સામાન્ય રીતે કબજિયાત જેવી સમસ્યા થાય છે. એસીડીટીના લક્ષણો તેની દવા વિશે આપણને ખબર હોવી જોઈએ. કારણ કે, આ સમસ્યાનું સંપૂર્ણ રીતે નિદાન કરવું જોઈએ નહિ. કેમ કે તે નાની બીમારી માંથી બીજી મોટી બીમારીમાં પણ પરિવર્તન પામી શકે છે.

એસીડીટી થવાના કારણો. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે પેટમાં રહેલું એસિડ આપણા ઉદરમાંથી મો બાજુ આવે ત્યારે એસીડીટીની સમસ્યા ઉદ્દભવે છે. અને તેવું ત્યારે જ થાય જ્યારે પેટ દ્વારા વ્યવસ્થિત રૂપે આપણે જમેલું આપણા શરીરમાં પાચન ન થતું હોય. આ સમસ્યામાં મુખ્ય કારણ છે વધારે વજન, જમીને તરત સુવું, વધારે પડતું જમવું, તળેલી વસ્તુઓનું વધારે સેવન કરવું, દારૂ પીવો, તેમજ તણાવમાં રહેવું. એસીડીટીના કારણે હૃદયમાં પણ બળતરા થવાનું મુખ્ય કારણ છે. તામ્ર ઇસોફેગસનું પેટમાં એસિડ સાથે અથડાવું. આ દુઃખાવો ઘણી વાર સામાન્યથી વધારે સમય પણ રહી શકે છે.

ઘણી વાર જમ્યા પછી છાતીમાં દુઃખાવો થાય છે. તેનું કારણ છે વધારે માત્રામાં ભોજન લેવું . વધારે માત્રામાં ભોજન લેવાથી આપણું પેટ સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. અને ત્યારે તે ભોજન અવળી ક્રિયા કરે છે. જે ઉદરની અંદર જાય છે પણ પછી તે ઉપરની બાજુ પાછું આવે છે. તેનાથી એસીડીટી અને છાતીમાં દુઃખાવા જવી સમસ્યા થાય છે. એસીડીટીના કારણે શ્વાસને લગતી પણ ઘણી બીમારીઓ થાય છે. જેમ કે, કફ, ઉધરસ વગેરે દિલમાં જલન થવાથી થાય છે. તેનું કારણ છે કે આપણા પેટનું એસિડ આપણા ફેફસા સુધી પણ પહોંચી ગયું હોય છે.

એસીડીટી માટે દેશી ઉપચાર.તુલસીના પાંદડામાં કુત્રિમ ગુણ રહેલો છે તે એસીડીટીથી તરત જ રાહત અપાવે છે. ગેસનો સંકેત જણાય તો તુલસીના પાંદ ખાઈ લો અથવા ૩ થી 4 તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળીને પીવો તરત જ એસીડીટીમાં અને ગેસમાં રાહત મળે છે. એસીડીટી રોકવા માટે જમ્યા બાદ વરયાળી ચાવવી. વરિયાળીમાં ગેસ્ટ્રોઈસ્ટેસ્ટાઇનલ ગુણ રહેલો હોય છે. જે પાચનતંત્રને મજબુત બનાવે છે. અને આપણું પાચનતંત્ર મજબુત હશે તો એસીડીટી નહિ થાય.

ગોળ પાચન ક્રિયા વધારે છે અને આપણા પાચનતંત્રને વધારે ક્ષારીય બનાવે છે. આ પ્રકારે ગોળ પેટની એસીડીટી મટાડે છે. જમ્યા બાદ ગોળના નાના ટુકડા ચૂસવા. ગોળ પણ શરીરનું તાપમાન જાળવી રાખમાં મદદ કરે છે. તે પેટને ઠંડું રાખે છે અને ગરમી દરમિયાન ગોળનું શરબત પીવાની સલાહ લગભગ ડોકટરો દ્વારા અપાય છે.

કેળામાં પ્રાકૃતિક એન્ડીસીડ્સ હોય છે. જે એસિડ સામે લડવાનું કામ કરે છે. એસીડીટીથી છુટકારો મેળવવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે. જો એસીડીટીની સમસ્યા વધારે હોય તો તેનાથી છુટકારો મેળવવા રોજ એક કેળું ખાવું જોઈએ. દૂધ પેટમાં રહેલ ગેસ્ટ્રીક એસિડને સ્થિર કરવામાં લાભદાયી હોય છે. દુધમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. જે પેટમાં થતા એસિડના નિર્માણને રોકે છે. જ્યારે પણ તમને એસીડીટીનો અનુભવ થાય ત્યારે તમારે માત્ર એક ગ્લાસ ઠંડુ દૂધ પી લેવું.

ફુદીનો પણ એસીડીટીથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે. તેના માટે પાણીમાં થોડાક ફુદીના ના પાંદડા ઉકાળો અને જમ્યા બાદ તે એક ગ્લાસ પીય લો. તેનાથી ગેસ અને એસીડીટીથી અસર કારક રીતે છુટકારો મેળવી શકાય છે. નાળીયેર પાણીમાં કાકડી અને તરબુચનો રસ પણ ગેસ અને એસીડીટીમાં રાહત આપે છે. આદુ પાચન ક્રિયામાં સુધારો લાવે છે માટે જમવામાં આદુનો ઉપયોગ જરૂર કરવો.જો જમ્યા પછી તમને ગેસ કે એસીડીટીની સમસ્યા થતી હોય તો જમવાના થોડા સમય પહેલા લીંબુ પાણી પીય લેવું. વધારે મસાલેદાર ખોરાકનું સેવન અટકાવવું એસીડીટીમાં રાહત આપોઆપ આવી જશે. વધારે માત્રામાં ફળ અને લીલા શાકભાજીનો આહારમાં સમાવેશ કરવો. જેટલી ભૂખ લાગી હોય તેનાથી વધારે જમવું નહિ.

સુતાના થોડા સમય લગભગ 2 કલાક પહેલા ભોજન કરી લેવું. જમ્યા બાદ થોડુક કામ કરી લેવું અથવા તો હલન ચલન કરવું.વધારે તણાવ ન લેવો તેમજ ધુમ્રપાન, દારૂ, વગેરે ન પીવું. નિયમિત થોડી કસરત કરવાથી પણ એસીડીટીમાં રાહત મળે છે. વધારે સમયથી એસીડીટી હોય તો આયુર્વૈદિક ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.આ ઉપરાત પેટમાં એસિડ ઓછું કરવા માટે જીરું પણ એક સારા ઈલાજ માટેની વસ્તુ છે. એના માટે અડધાથી એક ચમચી જીરું કાચું ચાવીને ખાવું અને 10 મિનિટ પછી ઉફાળું પાણી પી લેવું અને આ ઘરેલુ નુસખા અપનાવવાથી ગંભીરમાં ગંભીર એસિડિટીમાંથી રાહત મળી શકે છે.

આપણા ઘરમાં રહેલી એલચી પણ પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે. જ્યારે પણ છાતીમાં બળતરા કે દુ:ખાવો થતો હોય તો 2 એલચી ખાઈ લેવી. તેમજ એલચીને પાણીમાં ઉકાળીને પીવાથી પણ આરામ મળે છે. એસીડીટીને દૂર કરવા માટે ઠંડુ દૂધ પીવાથી પણ રાહત મળે છે. ઠંડુ દૂધ પીવાથી તરત આરામ મળવા લાગે છે. અને દૂધ પેટમાં એસિડ વધવા દેતું નથી. પેટમાં એસિડ વધારે બને તો તુલસીના પાંદડા ખાવા જોઈએ. અથવા તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળીને એ પાણી પીવું. તેમજ જમ્યા પછી ગોળ ખાવાથી પણ પાચન ક્રિયામાં સુધારો જોવા મળે છે.

તમને એસીડીટી વધારે હોય તો જમ્યાના અડધા કલાક પછી એલોવેરા જ્યુસ પીવું. આ ઉપચારથી એસોડીટીનો ઈલાજ કરી શકાય છે. પેટમાં એસિડ બનવાથી થતી સમસ્યાઓ દૂર કરવા લસણનું સેવન કરવું જોઈએ. પેટમાં વધારે બનતા એસિડના ઉપચારમાં યોગ પણ કરી શકાય છે. વધારે ખાવાનું ખવાય ગયું હોય તો શેકેલું જીરું અને કાળામરી પાઉડર છાસમાં નાખીને પીવો.

આનાથી પેટમાં વધારે એસિડ બનશે નહિ.છાતીમાં બળતરા અને પેટમાં એસિડના અન્ય ઉપાય.પેટમાં એસિડની સમસ્યા વધારે થવા પર વધારે ખાવાનું ખાવાથી બચવું જોઈએ એ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જયારે આપણે પેટ ફૂલ થઇ ગયું હોય ત્યાર પછી પણ ખાવાનું ખાઈએ છીએ, ત્યારે તે એસીડીટી અને છાતીમાં બળતરાનું મુખ્ય કારણ બને છે. ગેસ્ટ્રો સંજીવની એ પેટ અને ગેસ સાથે સંકળાયેલી ઘણી બીમારીઓથી બચાવે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *