સામાન્ય લગતી આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિ એટલી વધારી દેશે કે ઘડપણમાં પણ નહીં ઘટે… જાણો એ વસ્તુઓ…

મિત્રો દરેક લોકો એવું ઈચ્છે છે તેની યાદશક્તિ મજબુત બને. આ માટે તેઓ ઘણા એવા ખોરાકનું સેવન કરે છે જેનાથી મગજનું સ્વાસ્થ્ય મજબુત બને. આ સિવાય નાનાથી માંડીને મોટા લોકો પણ વાત વાતમાં અનેક વસ્તુઓ કરવી ભૂલી જતા હોય છે. આથી તમારે પોતાની ડાયેટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથી યાદશક્તિ મજબુત બને.

એવું કહેવામાં આવે છે કે, ઉંમરની સાથે લોકોની યાદશક્તિ કમજોર થવા લાગે છે. જો કે ફક્ત ઉંમરને કારણે તમારી યાદશક્તિ નબળી નથી પડતી પણ તમારી ખરાબ જીવનશૈલીના કારણે પણ યાદશક્તિ કમજોર થતી હોય છે. આ સિવાય જો તમે પોતાનું યોગ્ય રીતે ધ્યાન નથી રાખતા તો તમે જલ્દી જલ્દીમાં અમુક વસ્તુઓ ભૂલી જતા હોય છે. આ સ્થિતિ તમારી કમજોર યાદશક્તિનો સંકેત આપે છે. આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ, આ માટે એક્સપર્ટ કહે છે કે, તમારે પોતાનું મગજ શાંત રાખવું જોઈએ અને આ માટે સારી નિંદર અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

આમ એ નક્કી છે કે, જો તમે સરખી નિંદર નથી કરતા તો તમે થાકનો અનુભવ કરો અને તેની અસર તમારી યાદશક્તિ પર પડે છે. મહિલાઓ સાથે આવું વધુ બનતું હોય છે કારણ કે તેને ઘરને ઓફિસ બંનેની જવાબદારી રાખવાની હોય છે. આ સમયે પોતાના શરીર અને મગજને આરામ આપવો એક પડકાર બની રહે છે. જો કે સારી નિંદર લઈને આ કમજોરીને દુર કરી શકો છો. પણ ઘણા એવા ફૂડ છે જેને તમે ડાયેટમાં સામેલ કરીને યાદશક્તિ મજબુત કરી શકો છો.

અખરોટ : મસ્તિષ્ક માટે ઓમેગા-3 ફેટી એસિડ ખુબ જ સારું માનવામાં આવે છે. અને તેનો સૌથી સારો સ્ત્રોત અખરોટ માનવામાં આવે છે. અખરોટનો આકાર જ મગજ જેવો હોય છે. જો તમે દરરોજ એક અખરોટનું સેવન કરો છો તમારું મગજ તેજ થાય છે. તે તમારી યાદશક્તિ વધારે છે. ડિપ્રેશનના દર્દીએ પણ અખરોટનું સેવન જરૂર કરવું જોઈએ. તે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

દેશી ઘી : દેશી ઘીનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. તમે કદાચ એવી કહેવત સાંભળી હશે વ્યાપારીનું મગજ ખુબ જ તેજ હોય છે. કારણ કે તે દેશી ઘીનું સેવન કરે. પણ એ વાતનું ધ્યાન રાખો કે વધુ પ્રમાણમાં ઘીનું સેવન ન કરવું જોઈએ. જો તમે સવારે એક ચમચી ઘીનું સેવન કરો છો અથવા તો અન્ય ખોરાક સાથે તેને મિક્સ કરીને સેવન કરો છો તો તમારી યાદશક્તિ વધે છે.

ચિયા સીડ્સ : ચિયા સીડ્સમાં ઉચ્ચ માત્રામાં એન્ટી ઓક્સીડેંટ હોય છે. જે મગજ માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે દરરોજ રાત્રે એક ચમચી ચિયા સીડ્સ પાણીમાં પલાળીને સવારે તેનું પાણી પીવો છો તો તમારી યાદશક્તિ મજબુત બને છે. ચિયા સીડ્સ તમારા વાળ, હાડકાઓ અને ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. તેમજ તે વજન ઓછું કરવામાં પણ તમારી મદદ કરે છે.

ચા અથવા કોફી : જો કે ચિકિત્સક વધુ પ્રમાણમાં ચા કે કોફીનું સેવન કરવાની ના પાડે છે. તમે સીમિત માત્રામાં 2 થી 3 વખત ચા અથવા કોફીનું સેવન કરી શકો છો. તેનાથી તમારો થાક દુર થાય છે અને તેમાં રહેલ કેફીન તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને તમે કોફીનું સેવન કરો છો તો તે મસ્તિષ્કની સાથે તમારા હૃદય માટે પણ લાભકારી છે. આમ કોફી એ મગજને તેજ કરવાનું કામ કરે છે.

આમ તમે અહીં આપેલ ખોરાકને પોતાની ડાયેટમાં સામેલ કરીને મગજને મજબુત અને તેજ બનાવી શકો છો. તેમજ યાદશક્તિને પણ મજબુત કરી શકો છો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *