માત્ર 2 રૂપિયામાં મળતી આ વસ્તુનું સેવન કરવાથી 20 થી વધુ રોગો થશે દૂર,જાણો વધુ માહિતી…

ફટકડી એ એક આયુર્વેદિક ઔષધ છે. આ ફટકડી ગામડાઓમાં અને બધી જ જગ્યાએ મળી રહેતી હોય છે, જેના ઉપયોગો ખુબ જ હોવાથી કરીયાણા વાળાએ ત્યાંથી પણ મળી રહેશે તેમજ દેશી ઓસડીયા વાળાની દુકાને હોય છે. આ ફટકડી ઔષધીય રીતે અનેક રોગના ઈલાજમાં તેનો ઉપયોગ થાય છે.

જેને વાપરતા પહેલા શુદ્ધ કરવી જરૂરી છે. આ માટે બજારમાંથી ફટકડી લાવીને તેને માટીના વાસણમાં મુકીને ગરમ કરવાથી તે ઓગળી જશે. ત્યારબાદ ધીમે ધીમે પાણીનો ભાગ બળી જાય ત્યારે એકદમ સફેદ રંગ ધરાવતા પોપડા સ્વરૂપે બની જાય છે. ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવું. ઠંડું પડી ગયા બાદ આ પોપડાને દળીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને આપણે ફુલાવેલી ફટકડી તરીકે ઓળખીએ છીએ. ઔષધ તરીકે વાપરતા હોઈએ ત્યારે આ રીતે ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ જ વાપરવું.

આ રીતે ફટકડીને ફુલાવેલી ફટકડી વાપરવાથી તેમાંથી અશુદ્ધિ દૂર થઈ શુદ્ધ બને છે. જેના લીધે તેની અસરકારકતા વધી જાય છે. આ ફટકડીનું આયુર્વેદમાં ખુબ જ મહત્વ છે. એકથી બે ચમચી જેટલી ફટકડીનું ચૂર્ણ લઈને તેને મધમાં મિક્સ કરીને સવારે અને સાંજે મિક્સ કરી દિવસમાં બે વખત લેવાથી મોટી ઉધરસમાં તરત જ ફાયદો થાય છે.

એક ગ્લાસ પાણીમાં ફુલાવેલી ફટકડીનું અડધી ચમચી ચૂર્ણ મિક્સ કરી તેનાથી સવાર સાંજ કોગળા કરવાથી સડી ગયેલા દાંતના પેઢાં મજબુત થાય છે તેમજ દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તે દાઢ કે દાંતનો સડો અટકાવી મોઢામાંથી આવતી દુર્ગંધને બંધ કરે છે. પાયોરીયાની તકલીફમાં ફટકડી ઉમેરેલા પાણીના કોગળા કરવાથી ચમત્કારિક ફાયદો થાય છે.

એકથી બે ચપટી ફુલાવેલી ફટકડીનો પાવડર મધમાં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી એકથી બે દિવસમાં જ ચાંદા રુઝાઈ જાય છે. વાગ્યા પછી થતા ઘામાં ફટકડીનો પાવડર લગાવી દેવાથી લોહી નીકળતું તરત જ બંધ થઈ જાય છે.

જૂના અને ન રુઝાતા ઘા ને ફટકડી ઉમેરેલા પાણીથી દિવસમાં બેથી ત્રણ સાફ કરવાથી ઘામાં જલ્દીથી રૂઝ આવે છે તેમજ ઇન્ફેકશનને કારણે થયેલ રસી બંધ થાય છે. બગીચા કે કુંડામાં વાવેલા ફૂલછોડમાં ફટકડી ઉમેરેલું પાણી નાખવાથી વધુ પ્રમાણમાં ફૂલ આવે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં ફટકડીનો એક ટુકડો 8 થી 10 વખત ફેરવી તે પાણી ફૂલછોડમાં નાખવું. મહિનામાં એક વખત આવી રીતે કરવાથી માટી એસીડીક બને છે અને ફૂલનું પ્રમાણ વધી જાય છે.

ચહેરાની ચામડી પરના ખુલ્લા છિદ્રોને બંધ કરવા ફટકડીના ટુકડાને સહેજ પાણી વાળો કરી તેને મોઢા પર એકથી બે વખત ફેરવવો. પાચ મિનીટ બાદ ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા પરના છીદ્રો સંકોચાઈને ત્વચા લીચી અને ટાઈટ બને છે.

અડધી બાલ્ટી ગરમ પાણીમાં બે ચમચી ફટકડીનો પાવડર ઉમેરી તેમાં 15 મિનીટ સુધી પગ બોળી રાખવા. જેનાથી પગ પરની મરેલી ચામડી દૂર થાય છે અને પગના વાઢીયા મટે છે. ઝાડા કે મરડાની તકલીફમાં ફટકડીનો બે ચપટી પાવડર મધ સાથે લેવાથી તરત જ ફાયદો થાય છે. જેમને પરસેવા માંથી ખુબ જ દુર્ગંધ આવતી હોય તેને નાહવાના પાણીમાં એક ચમચી ફટકડીનો પાવડર ઉમેરી તેનાથી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધથી છુટકારો મળે છે.

સ્ત્રીઓને થતી વધુ પડતા માસિકની તકલીફમાં એકથી બે ચપટી ફુલાવેલી ફટકડીનું ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થાય છે. ફુલાવેલી ફટકડીના ચૂર્ણમાં જરૂર પૂરતું પાણી ઉમેરી પેસ્ટ બનાવવી. જ્યાં ખીલ થયા હોય તે જગ્યાએ આ પેસ્ટ લગાવી અડધો કલાક રહેવા દેવાથી ખીલ સંકોચાઈને સુકાઈ જાય છે અને જેનાથી ખીલના ડાઘ પણ દૂર થાય છે.

આ પ્રયોગથી ચામડી પરનું તેલ દૂર થવાથી નવા ખીલ થતા અટકે છે. ફટકડીનો ઉપયોગ ડહોળા પાણીને સ્વચ્છ બનાવવા માટે પણ થાય છે. ફટકડીનો ઉપયોગ એક થી બે ગ્રામના પ્રમાણમાં જ કરવો. વધુ પડતા પ્રમાણમાં ફટકડીનું સેવન કરવાથી ઉલટી, ઉબકા અને કબજીયાતની સમસ્યા ઉભી થાય છે.

કોરોના વાયરસમાં લોકોને વારંવાર સાબુથી હાથ ધોવાની અને સેનેટાઈઝરથી હાથ સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. જો આ બંને વસ્તુની સુવિધા ન હોય તો તમારા માટે ફટકડી ખુબ જ કામ આવી શકે છે. આ દેશી નુસ્ખાથી બેક્ટેરિયા અને વાયરસને દૂર કરી શકાય છે. ફટકડીમાં એલ્યુમિનિયમ સલ્ફેટ હોય છે જે પાણીને એકદમ ચોખ્ખું કરી દે છે.

જો પાણીમાં એક ટુકડી ફટકડી નાખીને તેમાંથી હાથ ધોવામાં આવે તો તેનાથી બીમારીઓથી બચી શકાય છે. ફટકડી ફેરવેલું પાણી સાદા પાણી કરતા વધુ પ્રભાવી સાબિત થાય છે. જે લોકોને વધારે પરસેવો હોય તે લોકોએ સ્નાન કરતી વખતે પાણીમાં ફટકડી નાખીને નાહવાથી પરસેવો આવવો ઓછો થાય છે.

જો કંઈ વાગી ગયું હોય કે ઘામાંથી લોહી નીકળતું હોય તો તેને ફટકડીના પાણીથી ધુઓ અને પછી ફટકડીનું પાઉડર તેની પર લગાવો. લોહી નીકળતું બંધ થઈ જશે.

શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો આવી જાય છે કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લેવી અને આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.

જો વાગ્યું હોય અને લોહી નીકળતું હોય ઘાને ફટકડીના પાણીથી ધોવો અને ઘા પર ફટકડીનું ચૂર્ણ લગાવીને ચાટવાથી લોહી નીકળવું બંધ થઈ જાય છે. ફટકડી અને કાળા મરીને વાટીને દાંતોના જડમાં એટલે કે પેઢામાં ઘસવાથી દાંતોની પીડામાં ખુબ જ લાભ થાય છે. દાઢી કર્યા પછી ચહેરા પર ફટકડી લગાવવાથી ચહેરો મુલાયમ થાય છે અને ક્યાંય છોલાઈ ગયું હોય તો તેમાં પણ રાહત મળે છે.

અડધો ગ્રામ વાટેલી ફટકડીને મધમાં મિક્સ કરીને ચાટવાથી દમ અને ખાંસીની તકલીફમાં ખુબ જ ફાયદો થાય છે. શેકેલી ફટકડી 1-1 ગ્રામ પાણી સાથે લેવાથી લોહીની ઉલટી બંધ થાય છે. દરરોજ બંને ટાઈમ ફટકડીને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરવાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધમાં ફાયદો થાય છે.

ઝાડાની પરેશાની બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકે લો અને હવે આ સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે.

દોઢ ગ્રામ ફટકડી પાવડર ફાંકીને ઉપરથી દૂધ પીવાથી વાગવાથી થતા દુખાવામાં ફાયદો થાય છે. ગળામાં કાકડાની સમસ્યા થતા ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ટોન્સિલની સમસ્યામાં જલ્દી આરામ મળે છે.

ઝાડાની પરેશાનીથી બચવા માટે થોડી ફટકડીને જીણી વાટીને શેકી લેવી. આ પછી આ શેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે. એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીનું ચૂર્ણ મિક્સ કરીને આ પાણીથી દરરોજ વાળ ધોવાથી જૂ અને લિખો મરી જાય છે. માટે જે લોકોને માથાની તકલીફ હોય તેના માટે આ ફટકડી ખુબ જ ઉપયોગી છે. 10 ગ્રામ ફટકડીના ચૂર્ણમાં 5 ગ્રામ સંચળ નાંખીન મંજન બનાવી લેવું. આ મંજનનો પ્રયોગ દરરોજ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.

કાનમાં ફોલ્લી અથવા પરું થયું હોય ત્યારે એક પ્યાલીમાં થોડી ફટકડીને વાટીને પાણી નાખીને મિક્સ કરવી તેમજ પિચકારી દ્વારા કાન ધોઈ લેવા. આમ, ફટકડી એ આયુર્વેદની દ્રષ્ટીએ તેમજ ઘરેલું ઉપચારમાં ખુબ જ ઉપયોગી ઔષધી છે. ઘણા બધા મિશ્રણમાં તેમજ આયુર્વેદિક દવાઓ બનાવવામાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફટકડી અનેક રોગોને મટાડે છે. અમે આશા રાખીએ કે આ ફટકડી વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *