આ સફેદ વસ્તુનું સેવન…ઇમ્યુનીટી અને તમારું પાચન બનાવી દેશે સ્ટ્રોંગ કેન્સર અને ટ્યુમર જેવા રોગો પણ રહેશે દૂર

ડુંગળીનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. અને તેમાં જ જો સફેદ ડુંગળીનું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે. અને તેનું સેવન કરવાથી ઘણા બધા પ્રકારના રોગોને દૂર કરવામાં પણ મદદ મળે છે. આ ડુંગળી ભોજનનો સ્વાદ વધારે છે. અને તેની સાથે સાથે જ તેમાં ઘણા બધા પોષક તત્વો પણ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી એન્ટિ એલર્જીક એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી કાર્સિનોજેનિક ગુણ જોવા મળે છે. તે સિવાય સફેદ ડુંગળી માં ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ,બી, સી, બી કોમ્પ્લેક્સ જોવા મળે છે. આ બધાં જ પોષક તત્વો શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવા માટે મદદ કરે છે. આવો જાણીએ સફેદ ડુંગળી નું સેવન કરવાના ફાયદા.

રોગપ્રતિકારક શક્તિ વધારે: સફેદ ડુંગળી માં સેલેનિયમ જોવા મળે છે. અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેથી જ તેનું સેવન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે.

પાચન :સફેદ ડુંગળી માં ફાઇબર અને પ્રીબાયોટિક જોવા મળે છે. તેનું સેવન કરવાથી પેટ સ્વસ્થ રહે છે. અને તે પાચન તંત્રને મજબૂત બનાવે છે.

કેન્સર: સફેદ ડુંગળીમાં સલ્ફર કમ્પાઉન્ડ અને ફ્લેવોનોઇડ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. અને તેનાથી ગાંઠ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.

બ્લડ શુગર : સફેદ ડુંગળીના સેવનથી બ્લડ સુગર ઓછું કરી શકાય છે. તેમા ક્રોમિયમ અને સલ્ફર હોય છે. તે બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે.

હાડકા : સફેદ ડુંગળી માં વિટામિન સી અને કેલ્સિયમ જોવા મળે છે. અને તે હાડકાંને મજબૂત બનાવવા માટે મદદ કરે છે. તેનાથી હાડકાંમાં થતા દુખાવામાં ખૂબ જ રાહત મળે છે.

વાળ માટે ફાયદાકારક: સફેદ ડુંગળીનું સેવન કરવાથી વાળ મજબૂત અને ચમકદાર થાય છે. તથા તે ખોડાની અને વાળ ખરવાની સમસ્યાને પણ ઓછી કરે છે.

હૃદય રોગ: સફેદ ડુંગળી માં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. અને તે ટ્રાઇક્લીસરાઇડના લેવલને ઓછું કરે છે. તેનાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રહે છે. અને તમારા હૃદયને સ્વસ્થ બનાવીને રાખે છે.

પથરી: સફેદ ડુંગળીનું સેવન કરવાથી પથરી ની સમસ્યામાં રાહત મળે છે. તેના રસનું સેવન પથરીનો દુખાવો અને પથરી માંથી ખૂબ જ જલ્દી છુટકારો આપવા માટે મદદ કરે છે.

ગળાની ખરાશ: ગળાની ખરાશ માટે સફેદ ડુંગળીનું સેવન કરવામાં આવે છે. તેના રસનું સેવન તમે મધ અથવા ગોળ ઉમેરી ને કહી શકો છો તેનાથી ગળાની ખરાશ શરદી અને કફની સમસ્યા દૂર થઈ જાય છે.

સાંધાનો દુખાવો: સાંધાનો દુખાવો હોય અથવા તો ગઠીયા નો રોગ હોય તેને માટે સફેદ ડુંગળી નું સેવન કરી શકો છો તેના રસને સરસવના તેલમાં ઉમેરીને માલિશ કરવાથી આ પ્રકારના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *