વધુ હળદરનું સેવન કરી શકે છે નુકશાન… થઇ શકે છે ગંભીર સમસ્યા.

આ આર્ટિકલ ના માધ્યમથી હળદરના વધારે પડતા સેવનના ગેરફાયદા બતાવવામાં આવ્યા છે… જો વધારે પડતું હળદરનું સેવન કરવામાં આવે તો શું પરિણામ આવે ( બાકી હળદર વાળું દૂધ ખુબ જ ગુણકારી છે ) હળદર એ આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ લાભકારક છે.

મિત્રો આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે આપણે ખુબ જ ફાયદો પહોંચાડે છે. જેનો ઉપયોગ પણ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ. તો એવી જ એક વસ્તુ છે હળદર. હા મિત્રો આજે અમે તમને હળદર વિશે ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. આપણે બધા હળદરના ફાયદાઓ વિશે સારી રીતે માહિતગાર છીએ. કેમ કે હળદર આપણને ઘણા શારીરિક ફાયદા કરાવે છે. પરંતુ આજે હળદર વિશે જે વાત તમને જણાવશું તે જાણીને તમે દંગ રહી જશો.

હળદર આપણને શરદી અને ઉધરસમાં ખુબ જ સારી દવા તરીકે કામ આવે છે. જો હળદરને ચહેરા પર લગાવવામાં આવે તો પણ આપણી ત્વચામાં રહાત મળે છે. પરંતુ હળદરનું સેવન અમુક સ્થિતિમાં આપણને નુકશાન પણ કરી શકે છે. તો આજે અમે તમને જણાવશું કે આવી સ્થિતિમાં ક્યારેય પણ હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે આપણી માટે એ બની શકે છે જોખમી. તો ચાલો જાણીએ કે શું હોય છે હળદરની આડ અસરો.

લીવરની સમસ્યામાં : આપણા શરીરમાં લીવર ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ જો લીવરની સાઈજ વધી જાય અથવા લીવરની અન્ય કોઈ સમસ્યા હોય તો બને ત્યાં સુધી હળદર વાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. લીવરની કોઈ સમસ્યા હોય અને તમે હળદર વાળા દૂધનું સેવન કરો છો તો તમારી સમસ્યામાં વધારો થાય છે. માટે લીવરને લગતી કોઈ પણ સમસ્યામાં હળદર વાળા દૂધનું સેવન ન કરવું જોઈએ અને બને એટલું હળદરથી દુર રહેવું જોઈએ.

એલર્જી વાળા લોકો માટે હળદર છે નુકશાનકારક : ઘણા લોકોને અમુક અમુક એલર્જી હોય છે. તો ઘણી વાર એ એલર્જી પણ ખાવાના મસાલાના કારણે હોય છે. તો જે લોકોને એલર્જીની સમસ્યા હોય છે તેમણે હળદરનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.

ડાયાબિટીસના દર્દી માટે : જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે તેમણે પણ હળદરથી દુરી બનાવી રખાવી જોઈએ. કેમ કે ઘણા ડાયાબિટીસના દર્દીને એનેમિયાની તકલીફ હોય છે. તો તેવામાં જો ડાયાબિટીસ વાળા લોકો હળદરનું સેવન કરે તો નુકશાનકારક બની શકે છે.

હળદર વાળું દૂધ ગર્ભવતી મહિલા માટે નુકશાનકારક : દરેક સ્ત્રી પોતાના બાળકને સુંદર બનાવવા માંગતી હોય છે અને તેના માટે તે અનેક નુસ્ખા પણ કરતી હોય છે. તો ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે જો ગર્ભાવસ્થા દરમિયાન હળદર વાળું દૂધ પીવામાં આવે તો બાળક દેખાવડું જન્મે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જો ગર્ભાવસ્થા દરમિયાન શ્લ્દ્રનું સેવન કરવામાં આવે તો ગર્ભાશયમાં સંકોચ આવે છે અને રક્તસ્ત્રાવથવાનો પણ પ્રશ્ન ઉદ્દભવી શકે છે.

કોઈ પણ સર્જરી પછી હળદરનું સેવન ન કરવું જોઈએ : જો તાજી જ કોઈ સર્જરી આપણા શરીરમાં કરવામાં આવી હોય તો હળદરના સેવન પર કાપ મુકવો જોઈએ. તેવા સમયે હળદરના સેવનથી શરીરમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ શકે. તેના કારણે તાજી કોઈ સર્જરી થઇ હોય તેમાં મુશ્કેલી આવી શકે. જો પુરુષો વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરે તો તેને ઇનફર્ટિલીટીની સમસ્યા થઇ શકે. હળદરનું સેવન પુરુષો વધારે પ્રમાણમાં કરે તો તેનાથી સ્પર્મ પ્રોડક્શન ઘટી જાય છે. ત્યાર બાદ ગેસ થતા ઝાડા પણ થઇ શકે તેવી સંભાવના હોય છે.

હળદરનું જો વધારે સેવન કરવામાં આવે તો આપણી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટવા લાગે છે. ત્યાર બાદ જો હળદરનું વધારે સેવન કરવામાં આવતું હોય તો ઉબકા થવાની પણ સમસ્યા સામે આવી શકે.તો મિત્રો આ રીતે હળદરનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો તે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. તો મિત્રો દરેક વસ્તુને દવાના પ્રમાણમાં લેવી જોઈએ. પરંતુ જો તેનો ઉપયોગ જરૂર કરતા વધારે કરવામાં આવે તો આપણા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *