કરી લ્યો માત્ર આ એક દેશી ઈલાજ, જીવનભર દાંતના દુખાવા, સડેલ અને હલતા દાંતથી છુટકારો, 100% ગેરેન્ટી આજીવન નહીં પડે દવાની જરૂર

મોં તથા દાંતનું સ્વાસ્થ્ય બધા માટે અત્યંત મહત્વનું છે. જોકે, આપણે દરરોજ જાણે-અજાણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે આપણા દાંત, પેઢા અને ઓરલ હેલ્થ માટે નુકસાનકારક હોય છે. ઓરલ હેલ્થનું ધ્યાન ન રાખવામાં આવે તો દાંત, પેઢા અને મોઢાની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમાં પેઢામાં સોજો, દાંતમાં દુખાવો કે સડો ખૂબ જ પરેશાન કરી મૂકે છે. જેના માટે ડોક્ટર પાસે ગયા વિના ઘરે જ તેનો ઈલાજ કરી શકાય છે.

મોંનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે પેઢાની સમસ્યા થાય છે. પેઢામાં સોજો કે દાંતમાં સડો થવાના ઘણાં કારણો હોઈ શકે છે જેમ કે, પેઢામાં દર્દ, ધૂમ્રપાન, દાંતની વચ્ચે વધુ જગ્યા હોવી, એલર્જી વગેરે. આ સિવાય બહુ વધારે પ્રમાણમાં ધુમ્રપાન કરવાથી પણ પેઢા અને દાંતમાં સમસ્યા થાય છે.

હળદરમાં કર્ક્યૂમિન હોય છે. જે એક એન્ટીઓક્સીડેન્ટની જેમ કામ કરે છે. સાથે જ તેમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ પણ હોય છે. આ સિવાય સરસિયાના તેલમાં પણ અદભૂત ગુણો રહેલાં છે. જેથી તે પેઢાનો સોજો દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે પા ચમચી હળદર લઈ તેમાં 2-3 ટીપાં સરસિયાનું તેલ મિક્સ કરી તેને પેઢા પર લગાવો અને 2 મિનિટ મસાજ કરો. દિવસમાં બેવાર આવું કરો. આનાથી પેઢાનો સોજો દૂર થશે અને દાંત હેલ્ધી રહેશે.

દાંત અને મોંની કોઈપણ સમસ્યામાં મીઠાવાળું પાણી સૌથી અસરકારક ઉપાય છે. મીઠામાં બેક્ટેરિયા ખતમ કરવાના ગુણ હોય છે. જેથી તે પેઢાનો સોજો અને દુખાવો પણ ઓછો કરે છે. તેના માટે અડધા ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરીને આ પાણીથી કોગળા કરવા. દિવસમાં 2-3વાર આવું કરવું. આનાથી બહુ જલ્દી આરામ મળશે.

લીંબુના રસમાં એસિડિક પ્રોપર્ટી અને ભરપૂર વિટામિન સી હોય છે. સાથે જ તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ પણ હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી તે પેઢાની સમસ્યાઓ દૂર કરે છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણી 1 લીંબુનો રસ મિક્સ કરીને તેનાથી કોગળા કરો. દિવસમાં 2-3વાર આવું કરવું.

લવિંગના તેલમાં ક્રિનોલિન હોય છે. જે એક એન્ટીઓક્સીડેન્ટ છે. જેથી લવિંગનું તેલ પેઢાનો દુખાવો, સોજો અને દાંતમાં થતાં સડાની પ્રોબ્લેમ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે લવિંગના તેલમાં 2-3 કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પેઢા પર અથવા જે ભાગ પર દુખાવો થતો હોય કે સડો લાગ્યો હોય ત્યાં લગાવો. દિવસમાં 2-3વાર આ ઉપાય કરો. દવાઓ વિના આ ઉપાયથી ફાયદો થશે.

વર્ષો પહેલા વડીલો બાવળનું દાતણ વડલા નુ દાતણ અને આ મિશ્રણનો ઉપયોગ કરતા હતા તેથી તેમના દાંત સંપૂર્ણપણે સ્વસ્થ રહેતા હતા અને જે લોકો પોતાના તંદુરસ્ત મજબૂત અને સ્વસ્થ રાખવા માગે છે. તે લોકોએ સિંધાલુ મીઠું અને પેસટ વાપરવાની રહેશે

ફટકડીના કોગળા કરી અને મોઢું સાફ કરવાનું રહેશે અને રાત્રે નિયમિત રીતે ઊંઘ કરતી વખતે આ ટ્રસ્ટ વડે દાંત અને મોઢું સાફ કરી નાંખવાના રહેશે બસ આટલું કરવાથી તમારે કોઈપણ પ્રકારની અલગથી દવા લેવી પડશે નહીં તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિના દાંત માં સડો લાગી ગયો હોય કે ગાડી થઈ ગઈ હોય તો આવા લોકોએ દિવસમાં વખત કરવાનો રહેશે અને ફટકડીના પાણીથી કોગળા કરવાના રહેશે.જો તમારા દાંતમાં દુખાવો થાય છે તો લવિંગને દાંતની વચ્ચે દબાવીને રાખો, તેનાથી દુખાવામાં ઘણો આરામ મળશે. લવિંગમાં ઘણી માત્રામાં એનેસ્થેટિક અને એનલગેસિક ગુણ હોય છે જે દર્દને દૂર કરે છે. દિવસમાં બે થી ત્રણ વખત લવિંગને રાખવું જોઈએ અને તે દરમિયાન કઈં પણ ના ખાઓ.

લસણના ગુણો વિશે આપણને સૌને ખબર જ છે. લાભકારી લસણને છોલીને તેની કળીઓને ચાવી જાઓ, તો દાંતના દુખાવામાં આરામ મળે છે દિવસમાં બે વાર બે-બે કળીઓને ચાવવાથી જલદીથી દાંતના દર્દનો છુટકારો મળી જાય છ

ડુંગળીમાં એંટીસેપ્ટીક ગુણ હોય છે જે દાંતના દુખાવામાં રાહત અપાવી શકે છે. તેને કાચી ખાવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. જો તમને તમારા દાંતમાં વધુ દુખાવો હોય તો તમે તેને કાચી નહી ખાઈ શકો તો તમે તેનો રસ નીકાળીને દાંતમાં નાંખો.

જામફળના ઉપરવાળા તાજા કોમળ પાંદડાને તોડી લો અને તેને દાંતમાં દુખાવા થતો હોય તે જગ્યા પર રાખીને દબાવી લો, તેનાથી દુખાવામાં થોડીક રાહત મળશે. દરેક દિવસ ચાર વાર એવું કરવાથી થોડી રાહત મળશે. તમે ઈચ્છો તો આ પત્તાઓને એક કપ પાણીમાં ઉકાળીને તે પાણીને માઉથવોશની જેમ ઉપયોગ કરી શકો છો.પિપરમેન્ટથી પણ દાંતનું દર્દ દૂર ભાગી જાય છે, ખાસ કરીને ઉંમર વધવાથી થનાર દાંતના દુખાવા પણ પિપરમેન્ટથી સારા થઈ જાય છે. પિપરમેન્ટ ઓઈલના થોડાક ટીપાં દુખાવાવાળી જગ્યાએ નાખો અને પછી ગરમ પાણીથી કોગળા કરી લો. તમે ઈચ્છો તો પિપરમેન્ટ ઓઈલના થોડાક ટીપાં પાણીમાં નાંખીને માઉથવોશની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *