તમે વારંવાર ડિપ્રેશનમા આવી જાવ છો તો તેનાથી બચવા શું કરવું વાંચીને શેર કરો

ડિપ્રેશનથી બચવા શું કરવું ? અંદર જે લક્ષણો દેખાઈ રહ્યાં છે તે ડિપ્રેશનનાં , આવી વ્યક્તિ પણ લોકો શું કહેશે તેવા ડરે ડિપ્રેશનની સારવાર નથી લેતી અને પરિણામ એ આવે છે કે ડિપ્રેશન વધી જાય છે , જેથી લોકો આત્મહત્યા જેવાં મોટાં પગલાં પણ લઇ લે છે . આપણે WHOના સરવેનો એક અંક તપાસીએ તો ખ્યાલ આવે કે છેલ્લાં પાંચ વર્ષમાં આપણાં દેશમાં ડિપ્રેશનના કેસમાં ૧૮ ટકાનો વધારો થયો છે . જયારે આ કેસમાં ૨૫ ટકા યુવાનો અને ટીનેજર્સનો સમાવેશ થાય છે , જે ઘણી જ દુઃખદ વાત છે જો કે જો માણસ પોતાની માનસિક હાલત વિશે થોડો સજાગ થાય તો ચોક્કસ ડિપ્રેશનને માત આપી શકે છે . ડિપ્રેશનનાં લક્ષણો જો થોડાં સજાગ રહીને વ્યવહારમાં આવેલા બદલાવને ઓળખવામાં આવે આપણે તરત આપણાંમાં આવેલા બદલાવવિશે કોઇને જણાવીને તેમની પાસેથી મદદ લઇ શકીએ છીએ .

• સરખી ઊંઘ આવવી…ભૂખ ઓછી લાગવી છે કારણ વગર અપરાધભાવનો અનુભવ થાય • દરેક સમયે કારણ વગર ઉદાસ રહેવાય આત્મવિશ્વાસની ઉણપ થાક અને સુસ્તીનો અનુભવ થાય આત્મહત્યા કરવાનું મન થાય સતત આલ્કોહોલનું સેવન કરવાનું મન થાય ડિપ્રેશનથી બચવાના ઉપાય જો તમારે ડિપ્રેશનથી બચવું હોય તો પોતાના માટે પણ થોડો સમય કાઢો , અને તમારા રોજિંદા જીવનમાં થોડો બદલાવ લાવી જીવનશૈલીને વ્યવસ્થિત બનાવો ઘણીવાર એવું બનતું હોય કે આપણે જવાબદારીની નીચે એટલાં લદાઇ જઇએ છીએ કે પોતાના માટે વિચારવાનો કે સમય કાઢવાનો , પોતાની ગમતી વસ્તુઓ કરવાનો સમય જ નથી મળતો .

તમે અત્યારે આંખ બંધ કરીને એકવાર વિચારો કે છેલ્લે તમને ગમતી કઇ વસ્તુ તમે તમારા માટે કરી હતી ? આ સવાલનો જવાબ મેળવવા માટે તમારે ખાસ્સો સમય વિચારવું પડે તો તમે સમજી….લેજો કે હવે સમય પાકી ગયો છે કે તમે તમારા માટે થોડો સમય કાઢો અને તમારાં ગમતાં કામ કરો કેમ કે સતત બીજાને ગમતું કરવાથી પણ ઘણીવાર મન વ્યથિત બની જાય અને આપણે ડિપ્રેશનના ભોગ બની છે . તે સિવાય હેલ્દી આહાર લેવાનું રાખો .

વ્યાયામને તમારી રોજનીશીમાં ચોક્કસ ઉમેરો અને તેને ફૉલો પણ કરો . સારી ઊંઘ લેવાનું રાખો , કામ બાબતે વધારે પડતી ચિંતા છોડી દઇને ઊંઘ માટે કૉમ્પ્રોમાઇઝ ન કરો . કોઇ વાતે મનમાં મૂંઝવણ હોય તો તમારી નજીકના વ્યક્તિ સાથે શેર કરવાનું રાખો . જો શેર કરશો તો હળવું થશે . રોજે થોડો સમય કાઢી ગમતું મ્યુઝિક , ગમતાં ગીત સાંભળો . ગમતી બુક્સ વાંચો . વધારે એકલું જીવન ન જીવો . ઘણાં લોકોને ભીડ પસંદ નથી હોતી . અલબત્ત , પોતાના માટે થોડો સમય કાઢવો જોઇએ , પણ સાવ એકલતાભર્યું જીવન પણ નુકસાનકારક . રેગ્યુલર કામમાંથી કોઇવાર રજા લો . નાનું એવું વેકેશન વર્ષ એકવાર ચોક્કસ લેવું . આવી નાનીનાની વાતો તમને ડિપ્રેશનથી દુર રાખી શકે છે .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.