ઢોંસા સાથે ખાવાની સ્વાદિસ્ટ નાળિયેર અને દહીંની ચટણી બનાવવાની પરફેક્ટ રીત, અસલ બજાર જેવો મળશે સ્વાદ

સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં જેમ વડા ,ઢોસા ,સાંભળ ,રસમ ફેમસ છે. તેમ સાઉથ ઇન્ડિયન નારીયલ ચટણી પણ ખૂબ જ ફેમસ છે. નારીયલ ની અલગ અલગ પ્રકારની ચટણીનો પણ ખૂબ જ ફેમસ હોય છે. ઘણા લોકોને સાઉથ ઇન્ડિયન વાનગીઓ સાથે મળતી નારીયલ ની ચટણી ખૂબ જ ભાવતી હોય છે.આ નારીયલ ની ચટણી તમને સફેદ કલરમાં, ગ્રીન કલરમાં ,રેડ કલર માં જોવા મળતી હોય છે. જે સફેદ નારિયેળની ચટણી બનાવવામાં આવી છે, તેમાં માત્ર નારિયલ નો જ ઉપયોગ થાય છે. આ સિવાય ગ્રીન કલરની નારીયલ ચટણી નારિયલ ને લીલા મરચા સાથે બનતી હોય છે.લાલ કલરની નારીયલ ની ચટણી મળે છે. તેમાં લીલું નારિયળ , ટમેટા અને લાલ મરચાનો ઉપયોગ થતો હોય છે. આજે આપણે સફેદ રંગની મળતી નારીયલ ની ચટણી બનાવીશું તો ચાલો બનાવીએ નાળિયેરની ચટણી જે બનાવવી ખૂબ જ સરળ છે, ને ઓછી સામગ્રી થી બનતી જડપી ચટણી છે.

ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી:

2 કપ લીલા નારિયલ ના કટકા, 1 નાનો ટુકડો આદુ, 2 ચમચી દાળિયાદાળ, 1 લીલા મરચા ના કટકા, 1 નાનો ટુકડો આંબલી, અડથો કપ પાણી, ચટણી ના વઘાર માટે જરૂરી સામગ્રી : 2 ચમચી તેલ, 2 ચમચી રાઈ, 1 ચમચી અડદ દાળ, 1 દાડી મીઠો લીમડો, 2 સૂકા આખા લાલ મરચાં

ઢોસા ની ચટણી બનાવવાની રીત

ઢોસા ની ચટણી બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં બે કપ નારિયેળ ના ટુકડા લો ,તેમાં બે ચમચી દાળિયા દાળ નાખો, ૧ નાનો ટુકડો આદુ નો નાખો. એક લીલા મરચાના ટુકડો નાખો, ૧ નાનો ટુકડો આમલીનો અથવા તો બે થી ત્રણ ચમચી આંબલીનો રસ નાખો, સ્વાદ મુજબ મીઠું નાખો, પા કપ જેટલું પાણી નાખી મિક્સરમાં બરોબર પીસી લો.પીસેલી ચટણી ને એક વાટકા માં કાઢી બાજુ મૂકો, ગેસ પર એક કડાઈ ગરમ મૂકો ,કડાઈ ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અડદની દાળ નાખો ત્યારબાદ સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો તૈયાર વઘારને ચટણી પર ગરમ ગરમ રેડી મિક્સ કરો.આ ચટણીનો સ્વાદ ચટણી ફ્રેશ હોય ત્યારે જ વધારે આપે છે. બાકી તમે ફ્રીજમાં રાખી તેને બે થી ત્રણ દિવસ મૂકી પણ કરી શકો છ

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવ

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *