ઘરે બનાવો ક્રિસ્પી પેપર ઢોસા

ઘરે બનાવો ક્રિસ્પી પેપર ઢોસા ક્રિસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે , જે આજે ૬ ક્ષિણ ભારતથી આખી દુનિયામાં – સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે . નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન , કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય . સામાન્ય રીતે હોટલમાં આ ઢોસા વાળીને અથવા કોનના આકારમાં પીરસવામાં આવે છે , જે નાના બાળકોને વધુ પસંદ પડે છે . દક્ષિણ ભારતીય જમણમાં આ ઢોસા સાથે ચટણી અને સાંભર પીરસવામાં આવે છે .

તૈયારીનો સમયઃ ૨ મિનિટ પલાળવાનો સમયઃ ૩ થી ૪ કલાક બનાવવાનો સમય ૨૫ મિનિટ ૧૦ ઢોસા માટે . સામગ્રી : ૧/૨ કપ ચોખા , ૩/૪ કપ અડદની દાળ , ૧/૨ કપ ચોખાનો લોટ , મીઠું સ્વાદાનુસાર , ઘી ચોપડવા માટે અને રાંધવા માટે , પીરસવા માટે સાંભર , નાળિયેરની ચટણી .

પેપર ઢોસા રીતઃ એક ઊંડા બાઉલમાં ચોખા અને અડદની દાળને જરૂરી પાણી સાથે ૩ થી ૪ કલાક અલગ અલગ પલાળી રાખ્યા બાદ નીતારી લો . હવે આ ચોખા , અડદની દાળ અને ચોખાના લોટને ૧ ૧/૨ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી ઘટ્ટ ખીરૂ તૈયાર કરો . , આ ખીરામાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો . એક નોન સ્ટીક તવાને ગરમ કરી તેની પર હળવા હાથે ઘી ચોપડી લો . , તવા પર થોડું પાણી છાંટી મલમલના કપડા વડે તવાને સરખી રીતે સાફ કરી લો . હવે તેની પર એક કડછી ભરીને ખીરૂ રેડી , ખીરાને ગોળાકારમાં ફેરવી ૨૨૫ મી . મી . ( ૯ ) ના વ્યાસનો ગોળ પાતળો ઢોસો તૈયાર કરો . આ ઢોસાની કીનારીઓ પર થોડું ઘી ફેરવી મધ્યમ તાપ પર ઢોસા ગોલ્ડન બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી શેકી લો . , આમ તૈયાર થયેલા ઢોસાને અર્ધગોળાકારમાં વાળી લો . , આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૯ ઢોસા પણ તૈયાર કરી લો , સાંભર અને નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *