અચાનક થઈ જતા ઝાડા મટાડવા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

અચાનક થઈ જતા ઝાડાનો ઉપચાર વખતે મળત્યાગ કષ્ટયુક્ત હોય છે અને પેડના નીચેના ભાગમાં ડાબી બાજુએ દુખાવો થાય છે તથા પેડુ ભારે રહે છે . આ કારણને લીધે દદ પ્રતિદિન કોઈ ને કોઈ વિરેચન ઔષધ લીધા કરે છે પરંતુ વિરેચક ઔષધોમાં વિક્ષોભક ગુણ હોવાથી મરડાટ – મરોડની તકલીફ મોટા આંતરડાની વિક્ષોભશીલતાને લીધે વધી જાય છે . વિરેચક ઔષધથી પાતળા ઝાડા સાથે આમ – ચીકાશ પણ વધારે પડે છે . જેથી દર્દીમાં મળત્યાગ પછી થાક અને અશક્તિ આવી જાય છે . કોઈ વ્યક્તિમાં વર્ષો સુધી કબજિયાત મળત્યાગમાં કષ્ટ તથા સતત ચીકાશ પડતી વગેરે કારણોને લીધે પેટના – પેડૂના નીચલા ભાગમાં ખાસ કરીને ડાબી બાજુ દર્દ , બેચેની , અજંપો , અશક્તિ , ચક્કર , તૃષા વગેરે રહે છે .

વખતે મળત્યાગ અથવા વાછૂટ થઈ જવાથી..રાહત લાગે છે તથા મળ તપાસ ટેસ્ટમાંસિસ્ટનાં લક્ષણો ન મળવાથી આ રોગનું નિદાન થઈ શકે આ રોગના ઉપચારમાં દર્દીને સૌ પ્રથમ વિક્ષોભક આહાર , બિયાં તથા રેસાવાળા શાકભાજી અને વિક્ષોભક તથા વિરેચન ઔષધોનો ત્યાગ કરવો જોઈએ . મનને વિષુબ્ધ કરવાવાળા તથા શરીરને થકવી નાંખનારા મનોદૈહિક કારણોનો ત્યાગ કરવો જોઈએ . વાયુ વધારનારા રૂક્ષ , ઠંડા , તીખાં , તળેલા , વાસી અથાણાં , પાપડ , સોપારી , ગોળ , ખજૂર , ચણા વાલ , ડુંગળી , વટાણાની ચીજોનો ત્યાગ કરવો જોઈએ તથા ઉજાગરા એકટાણાં , ઉપવાસ કરવા . બને ત્યાં સુધી આહાર દ્રવ્ય અને સુપાચ્ય પ્રયોજવો જોઈએ . મહર્ષિ ચરકે લખ્યું છે કે , કોઈપણ રોગથી નિર્બળ થયેલ વ્યક્તિ આહાર સંબંધી અત્યાધિક અપથ્ય કરે તથા ભય , ક્રોધ , ચિંતા , શોક , ઉદ્વેગ વિશાદ , અવસાદાદિથી ગ્રસ્ત રહે તો તેનો પાંચનાગ્નિ નષ્ટ થઈ જાય છે . જેથી શરીરમાં ત્રણે દોષ પ્રકુપિત થઈને રોગોત્પત્તિ કરે ઉપર્યુક્ત રોગો ઉત્પત્તિકારક મૂળભૂત કારણોનો ત્યાગ કરવો અને ઉચિત પરેજી સાથે અથવા વાયુપિરાદિ દોષાનુસાર પરેજી સાથે નીચે પ્રમાણે ઔષધોપચાર કરવો . થોડી હરડે કે સૂંઠ નાંખેલું ઉકાળીને ઠંડું કરેલું….પાણી પીવું . છે .

એક ચમચી બીલાનું ચૂર્ણ એક ચમચી દાડમની છાલનું ચૂર્ણ મિશ્ર કરી એક ગ્લાસ તાજી મોળી છાશ સાથે સવારે અને રાત્રે લેવું . વત્સકાદિ ક્વાથ – ચારથી પાંચ ચમચીની માત્રામાં સવારે , બપોરે અને રાત્રે પીવો કુટજાદિ ચૂર્ણ એક એક ચમચી બપોરે અને રાત્રે જમ્યા પછી લેવું . શતપુષ્પાદિ ચૂર્ણ અડધી ચમચી જેટલું સવારે , બપોરે અને રાત્રે લેવું . ઈસબગુલ એક ચમચી + ઈન્દ્રજવ ચૂર્ણ ચણાના દાણા જેટલું મિશ્ર કરી રોજ રાત્રે લો . ગાગરમાં સાગર બસો પચાસ ગ્રામ કચાબીજ લાવી તેને એક લિટર દૂધમાં ઉકાળી લેવા . પછી તેની પરના છોતરાં કાઢી તેના ફાડા કરી આ બીજના બે પડ વચ્ચેના અંકુર કાઢી લેવા . પછી સારા સ્વચ્છ પાણીથી ધોયા પછી સૂક્વી લેવા . સુકાય પછી તેનું ચૂર્ણ બનાવી લેવું . આ ચૂર્ણ અડધીથી એક ચમચીની માત્રામાં સવારે અને રાત્રે દૂધ સાથે લેવું . નપુંસકતા શુક્રદોષ , દુર્બળતામાં તથા વાયુના રોગોમાં આ ચૂર્ણ ખૂબ જ સારો ફાયદો છે .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.