સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા કે જાણીને તમે પણ ચોકી જશો……

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો કહેવાય છે કે જળ એ જ જીવન છે અને જો કે તે જ સત્ય છે. જીવવા માટે પાણી પીવું કેટલું આવશ્યક છે તે સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જ્યાં અનેક લોકો ઠંડુ પાણી પીવે છો તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું પસંદ પડે છે. માનવામાં આવે છે કે ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે.

પાણી આપણા માટે કેટલાય પ્રકારે ફાયદાકાર છે. આજે આપણે વાત ગરમ પાણીની કરીશું. જો પાણી ગરમ હોય તો કેટલાય ફાયદા કરે છે. ગરમ પાણી એ ગૂણોની ખાણ છે. ગરમ પાણી પીવાથી શરીરના કેટલાય રોગો દૂર થઈ શકે છે.સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે.

આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ થાય છે. તો તમારા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમને ફાયદો થાય છે. તો વાત કરીએ હુંફાળા ગરમ પાણીની, તો તે શરીર સાથે જોડાયેલી અનેક બીમારીઓને દૂર કરે છે. આમ તો ગરમ પાણી કોઈપણ સમયે લઈ શકાય છે, પણ જ્યારે તમે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીશો તો તેનો શરીરને વધારે ફાયદો થાય છે.

જો તમે ત્વચાની બીમારીથી પરેશાન હોય તો ગરમ પાણી અકસીર ઈલાજ છે. રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો ત્વચા પર ચમક આવી જશે.શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ગરમ પાણી ખુબ ઉપયોગી છે.સવારે ખાલી પેટ અને રાતે જમ્યા બાદ ગરમ પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે જના કારણે કબજિયાત અને ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.ગરમ પાણી પેટને સાફ કરે છે,સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે.

તેનાથી તમે પૂરી રીતે એનર્જેટિક અનુભવ કરશો. અને તમારો દિવસ તણાવમુક્ત રહે છે. કારણ કે પેટની સમસ્યાઓ થી જ આપણા શરીરમાં ખૂબ જ મુશ્કેલીઓ પેદા થાય છે.ભૂખ ન લાગવાની ફરિયાદ ને પણ દૂર કરે છે,કેટલાક લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાના કારણે થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબુનો રસ અને સાથે મીઠું અને કાળી મરી નાખીને પીઓ.

તેનાથી તમને જરૂર ફાયદો થશે.ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે.એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠુ ઉમેરી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે.ખાલી પેટ ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે.તાવ આવ્યો હોય ત્યારે પણ તરસ લાગી હોય ત્યારે ગરમ પાણી પીવું ફાયદાકારક છે.પેટમાં ગેસ થયા કરતો હોય તો ગરમ પાણી પીવાતી ગેસ બહાર નીકળી જાય છે.વજન ઘટાડવામાં પણ મદદ કરે છે,

ગરમ પાણી વધતા વજનને ઘટાડવા માટે પણ રામબાણ ઉપાય છે.તેને રોજ ઉપયોગમાં લેવાથી તમે વધતા વજનથી છુટકારો મેળવી શકો છો. આ પાણીના સેવનથી વજન ઓછું કરવામાં ઘણા અંશે મદદ મળે છે.ચહેરાની રોનક બનાવી રાખવા માટે,ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલી નથી પડતી અને ચહેરાની રોનક પણ હંમેશા બની રહે છે. તેના સેવનથી તમારા વાળ જલદી સફેદ થતાં અટકે છે.ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી સંબંધી રોગ દૂર થાય છે.

અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.જો નાજુક કાયા માંગતા હોય તો રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવી પીવાથી બોડી સ્લીમ થઈ જશે.  સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે. જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે.

આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.થાકથી મળે છે રાહત,જો તમને કોઈ પણ કામ કર્યા પછી થાક લાગતો હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવો. તેનાથી શરીરનો બધો થાક દૂર થઇ જશે અને તમને ઉર્જા મળશે.

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.મિત્રો તમે જાણો જછો, જળ એ જીવન કહેવાય છે. જળ એ માણસથી લઇને પશુ, પક્ષી, જીવ જંતુ દરેક માટે કુદરતે આપેલો એક અનોખો આહાર છે.

ખોરાક વગર જીવી શકે છે. પરંતુ જળ વગર જીવન અશક્ય છે. અમે આજે પાણીની એક એવી વાત કરીશું. જેનાથી તમારું જીવન થઈ શકશે.જાપાનના ચિકિત્સકો દ્વારા અનેક શોધો બાદ એક વાત બહાર આવી છે કે સવાર સવારમાં ગરમ હુંફાળું પાણી પીવાથી અનેક રોગોનો નિરાકરણ થઈ જાય છે. આ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલ લાળ સક્રિય થઈ જાય છે અને આ લાળ શરીર ના પિત્ત અને હવાને શરીરની બહાર કાઢી નાખે છે.

અશુદ્ધ દ્રવ્યોને સવાર નુ પાણી દૂર કરી દે છે. આ અશુદ્ધિઓ દૂર થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે જે અમે આજે તમને જણાવીશું.સવારમાં ગરમ પાણી પીવાના ત્રણ દિવસમાં જ તેનો લાભ મળે છે. સવાર નું પાણી માથાના દુખાવાની પરેશાની થી છૂટકારો આપે છે. સાથે સાથે કબજિયાતમાં પણ ખૂબ જ રાહત થાય છે. તમારે બિનજરૂરી દવાઓ લઈને કબજીયાતનો નાશ કરવાની કોઈ જ ચિંતા રહેશે નહીં.

હૂંફાળું પાણી પીવાના 10 દિવસમાં પાચન સંબંધી તમામ પરેશાનીઓ સારી થઈ જાય છે. તે સિવાય નાક કાન ગળા સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ રાહત થાય છે. આ ફાયદો મેળવવા તમારે નિયમિત પાણી પીવાનું રાખવું જોઈશે.પાણી પીવાના 15 દિવસમાં અને પીડા દાયક રોગમાંથી પણ છુટકારો મળે છે. સાથે સાથે કફ સંબંધી શરદી ખાંસી ઉધરસ વગેરે રોગને કાયમ માટે દૂર કરી દેશે.ગરમ પાણીના ત્રીસ દિવસના સેવન બાદ શરીરના રક્તચાપને પૂર્ણ રીતે સ્વસ્થ બનાવી દે છે અને ઘૂંટણ ના દર્દ માં પણ રાહત મળે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *