તમારા પગ ને મુલાયમ અને સુંદર બનાવવા માટે ઘરે કરો આ દેશી ઉપાય, જાણો વધુ માહિતી…

દરેક મહિલાને સુંદર દેખાવું ખુબ જ ગમે છે દરેક મહિલાઓ ચહેરો સુંદર કરવા માટે અનેક ઉપાયો કરે છે પરંતુ તમે ક્યારેય તમારા પગ સુંદર દેખાય એ માટે ઉપાય કર્યા છે તો આજે જાણી લો સુંદર ચહેરા સાથે પગ સુંદર કરવા માટે ઘરગથ્થું ઉપચાર આમ ચહેરાની સાથે પગની કાળજી લેવી પણ આવશ્યક બને છે. પગને સુંદર કરવા માટે ઘરે આ ઉપાય પગને મુલાયમ અને સુંદર બનાવવા માટે કોઈ લાંબી માથાકૂટ પણ કરવાની હોતી નથી. પરંતુ ઘરમાંથી જ મળી રહેતી સામગ્રીથી પગની સુંદરતા વધારવા માટેના ઉપાયો કરી શકાય છે તો પછી પગની સુંદરતા વધારવા અત્યારેજ આ ઉપાય શરુ કરી દો

તમારી સુંદરતામાં સુંદર પગનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું કે ચહેરાનું. ચહેરા અને શરીરનાં અન્ય અંગોની જેમ પગની પણ જાળવણી કરવી જોઈએ. તમારા રોજિંદા કામમાંથી થોડો સમય કાઢી પગની દેખભાળમાં આપો પછી જુઓ કે તમારા પગ કેટલી ઝડપથી સુંદર અને મુલાયમ બની જાય છે. નવરાશના સમયે અથવા ટીવી જોતી વેળાએ કોઈ સારી ક્રીમ અથવા તેલથી હલકાં હાથે ગોળાકારમાં પગની માલિશ કરો. થોડી વારમાં તેલ ત્વચામાં ઊતરી જશે. તેનાથી થાકેલા પગને આરામ મળશે અને સૂકી ત્વચા મુલાયમ બની રહેશે. નહાતી વખતે શરીર પર ઘસવાના હલકા છિદ્રાળુ પથ્થર વડે પગની સારી રીતે સફાઈ કરો જેથી ફાટેલી ત્વચા નીકળી જાય. ન્હાયા પછી કોઈ સારું બોડીલોશન કે ક્રીમ પગ પર લગાવો.

જો તમને પગમાં પરસેવો વધુ પ્રમાણમાં થતો હોય તો સાધારણ ગરમ પાણીમાં લીંબુનાં થોડાંક ટીપાં નાખીને, પગને તેમાં ડુબાડેલા રાખવા. પંદર મિનિટ પછી પગને લૂછી નાખો ત્યાર બાદ થોડી મુલતાની માટીમાં ગુલાબજળ નાખી તેની પેસ્ટ બનાવી લો અને તેનું પાતળું પડ પગ ઉપર લગાવવું. મુલતાની માટી સુકાઈ ગયા બાદ પગને ધોઈ નાખવા. તમારા પગમાં થતાં પરસેવાની સમસ્યાથી બચવા પગ ઉપર સારી રીતે પાઉડર લગાવીને જ જૂતાં પહેરવા આમ પાવડર લગાવીને જૂતા પહેરવાથી પગમાં પરસેવો ઓછો વળશે.

પગને મુલાયમ બનાવવા માટે મલાઈમાં થોડાં લીંબુના ટીપા ભેળવો અને તેનાથી પગની માલિશ કરો. બે ચમચી ગ્લિસરિન અને એક ચમચી ગુલાબજળમાં એક ચમચી લીંબુના રસને સારી રીતે ભેળવી લો. આ મિશ્રણને એક બોટલમાં બંધ કરી રોજ સૂતાં પહેલાં પગ પર લગાવો. જેનાથી પગની ત્વચા મુલાયમ બની રહેશે. જો તમારા પગ ઠંડા રહેતા હોય તો સૂતાં પહેલાં ઓલિવ ઓઈલથી પગની માલિશ કરો.

ગરમ પાણીમાં મીઠું નાખીને તેમાં થોડી વાર સુધી પગ મૂકી રાખો. તેનાથી તમારા થાકેલા પગને આરામ મળશે. મુલતાની માટીમાં દહીં ઉમેરીને તેની પેસ્ટ બનાવી પગ પર લગાવી લો અને સુકાઈ ગયા બાદ તેને ધોઈ નાખો. તેનાથી પગ મુલાયમ થઈ જશે. પગની ત્વચા ખૂબ વધારે સુકાઈ ગઈ હોય તો સાધારણ ગરમ પાણીમાં ઓલિવ ઓઈલ નાખી પંદર મિનિટ સુધી તમારા પગ તેમાં પલાળેલા રાખો. ત્યાર બાદ તેને લૂછીને કોઈ સારી ક્રીમ વડે તેની માલિશ કરો.

પગની અંદર ઘૂસી ગયેલા નખની સમસ્યા તેને ખોટી રીતે કાપવાના કારણે સર્જાય જાય છે. આથી પગના નખને કાપતીવખતે સીધી લંબાઈમાં કાપો. અને નેઇલપોલિશ લગાવવાથી પગ વધારે સુંદર દેખાય છે, પણ વચ્ચે વચ્ચે નેઈલપોલિશનો ઉપયોગ કરવાનો બંધ કરી દેવો જોઈએ જેથી નખનો સ્વાભાવિક રંગ સચવાયેલો રહે. એટલે કે રેગુલર નેઈલપોલિશ ન કરવી જોઈએ સતત ખુરશી પર બેસી રહેવાથી પગ જો ખેંચાઈ જતાં હોય તો પગને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ થોડીથોડી વાર માટે ફેરવતા રહો.

ચંપલ હંમેશાં બરોબર માપનાં ખરીદવ જેથી કરીને તમારા પગને તેમાં બરોબર જગ્યા મળી શકે. બહુ લાંબા સમય સુધી ઊંચી એડીવાળાં સેંડલ ન પહેરવા જોઈએ ઉંચી એડીના ચંપલના લીધે પગને થાક વધુ પ્રમાણમાં લાગે છે અને શરીરનું સંતુલન બગડે છે. જો હિલ પહેરવી જ હોય તો પ્લેટફોર્મ હિલ જ ખરીદવી . ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવું પણ પગ માટે ખુબ લાભદાયક ગણાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *