શું તમને પણ રાત્રે સૂતી વખતે પગ કળવા લાગે છે તો અજમાવી જુઓ આ રામબાણ ઈલાજ 

ઘણી વખત આખા આખા દિવસની દોડધામ કરવા પછી પણ રાત્રે જ્યારે પથારીમાં પડીએ ત્યારે પગની પાની કે પગની પિંડી જકડાઈ જાય છે. અને કળવા લાગે છે. અને ઊંઘ પણ નથી આવતી. તેને લેગ ક્રેમ્પસ કહે છે. આ એક સામાન્ય સમસ્યા છે. થોડા સમય માટે જ આ દુખાવો અને કળતર થાય છે. અને પછી તરત જ સારું થઈ જાય છે. પણ જે આ થોડા સમય માટે દુખાવો થાય છે. તે આપણી ઊંઘ ખરાબ કરી નાખે છે. અને પછી ઊંઘ પણ નથી આવતી. જો તમને પણ આવું થતું હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો જાણીએ તેના વિશે.

રાત્રે પગમાં થનારા ક્રેમ્પસનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન હોય છે. ઘણી વખત દિવસ દરમ્યાન આપણે કામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે, પાણી ખૂબ જ ઓછું પીએ છીએ. અને શરીરમાં પાણીની કમી થવાને કારણે માસપેશી પર વધારે દબાણ પડે છે. આના કારણે રાત્રે પગમાં દુખાવો અને પગ કળે છે. આ ઉપરાંત ઘણી વખત માંસપેશીઓ અને વધારે પડતો થાક લાગવાના કારણે પણ પગમાં કળતર થાય છે.

આ ઉપરાંત આપણા શરીરમાં ખનીજ, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ જેવા તત્વોની ઉણપ હોય તો રાતના સમયે ક્રેમ્પસ આવી શકે છે. વધારે કામ કરવાને કારણે માંસપેશીઓ થાકી જાય છે. અને ઘણી વખત તો કસરતને કારણે પણ માંસપેશી થાકી જાય છે. એટલે પગમાં દુખાવો અને બળતરા થાય છે. પગ માં ક્રેમ્પસ થતું હોય તે વ્યક્તિએ સિંધાલૂણ મીઠું નો ઉપયોગ કરવો જોઈએ. જો પગમાં બળતરા થતી હોય તો ગરમ પાણીમાં બે ચમચી સિંધાલૂણ મીઠું નાખી અને હાથ અને પગને ડુબાડી રાખવાથી પગમાં થતી બળતરામાં તરત જ રાહત થાય છે. અને કાયમ માટે બળતરા બંધ થઈ જાય છે.

આ ઉપરાંત જો પગમાં બળતરા થતી હોય તો મહેંદી એક બેસ્ટ ઉપાય છે. જે લોકોને કાયમ માટે બળતરા થતી હોય તે લોકોએ પગમાં મહેંદી લગાવી રાખવી જોઈએ. ઘણી વખત પગના તળિયામાં ખૂબ જ જલન થતી હોય છે. અને ખૂબ જ બળતરા થાય છે. તો તેની માટે રાત્રે સૂતી વખતે માખણ અને ખાંડને સરખા પ્રમાણમાં મિક્ષ કરીને પગ પર લગાવવાથી તે બળતરા ચુટકીમાં જ મટી જાય છે.

આ ઉપરાંત જો સુતી વખતે પગ કળતા હોય તો પગને સ્ક્રેચ કરવાથી તો માત્ર એક મીનીટમાં જ મટી જાય છે અને ઊંઘ પણ સારી આવી જાય છે. સ્ક્રેચ કરવા માટે કોઈ દીવાલની બાજુમાં ઉભા રહીને પંજા ને દીવાલ સાતે અડાડી ને દબાવવાથી તરત જ દુખાવો  અને પગ કળતા મટી જાય છે.

પગમાં સોજો બળતરા અથવા તો કળતા હોય તો તેની માટે દૂધીનો રસ એ ખૂબ જ લાભદાયક છે. દૂધીનો રસ કાઢી અને તેને તેના પલ્પને તળિયા પર લગાવવાથી પગની બળતરા તરત જ મટી જાય છે. આ ઉપરાંત કારેલાંનો રસ પણ તળિયા પર ઘસવાથી પગની બળતરા દુખાવો માટે છે. લવિંગનું તેલ માથાના દુખાવા માટે અને હાથ-પગના અથવા શરીરના કોઈપણ દુખાવા માટે એક રામબાણ ઈલાજ છે. થોડું લવિંગનું તેલ સાથે અને પગને માલિશ કરવાનું એટલે આ માંસપેશીઓને આરામ મળી જાય છે. અને દુખાવો તરત જ મટી જાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *