શું તમે પણ વધારે પડતી દુખાવાની ગોળીઓ ખાવ છો તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ નુકશાન..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક લોકોને નાની મોટી બીમારીઓ નો સામનો તો કરવો જ પડે છે. આ દુનિયામાં એવું કોઈ નહિ હોય જેને કોઈ બીમારીઓ નહિ હોય. આજકાલ દરેક લોકોને કોઈ ને કોઈ દુખાવો થતો જ હોય છે જેના માટે તેઓ દુખાવાની દવા લઇ લે છે. પરંતુ શું તમે જાણો છો કે વધારે પડતી દુખાવાની દવા નું સેવન કરવાથી શરીર માં ઘણા નુકશાન થાય છે.સાથે સાથે વધી રહેલા પ્રદુષણ ના કારને પણ વ્યક્તિઓ ના શરીર માં નાની મોટી બીમારીઓ દરરોજ ઉભી હોય છે. ઘણા લોકો વારંવાર માથાના દુખાવાની દવા લઇ લે છે. જે ખુબ જ નુકશાન કરે છે. મોટાભાગે લોકોના શરીરમાં માથાના દુખાવો, સાંધાનો દુખાવો, પેટમાં દુખાવા જેવી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે.

લોકો માં આવો દુખાવો સહન કરવાની શક્તિ પણ ઓછી થઇ રહી છે જેથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો હંમેશા પેનકિલર દવાઓનું સેવન કરે છે. આ પેનકિલર એક તબ્બકે લોકોના દર્દને તો દુર કરે છે પરંતુ આ દવાના વધુ પડતા સેવેનથી આડ અસરો પણ થઇ શકે છે. એટલા માટે જેમ બને તેમ આવી દવાઓ થી દુર રહેવું જ સારું માનવામાં આવે છે. ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે વધુ પડતા સેવેનથી શરીરમાં કઈ કઈ પ્રકારની આડ અસરો જોવા મળે છે.કિડનીની સમસ્યા.કેટલાક લોકો નાની સમસ્યાઓમાં પણ પેનકિલરનું સેવન કરતાં હોય છે, પરંતુ આ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં આ પેનકિલર દવાઓનું સેવન કરો છો તો એનાથી તમારી કિડની પર ખૂબ ખરાબ અસર પડે છે સાથે સાથે વધારે પ્રમાણમાં આ દવાઓના સેવનથી કિડની ફેલ થવાનું પણ જોખમ થઇ શકે છે.

બ્લડપ્રેશરની સમસ્યા.વધારે પડતાં દુખાવાની દવાના સેવનથી બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત હાડકાને પણ નુકસાન પહોંચાડે છે તમારા હાડકાં નબળાં પડી જાય છે. આવી દવાઓ થી આપણા શરીર નો દુખાવો તો તરત દુર થઇ જાય છે જેથી આપણને ખુબજ રાહત મળે છે પરંતુ સામે ની બાજુ એ આપણને ડબલ નુકશાન કરે છે.પેટના દુખાવાની સમસ્યા.કેટલીક વાર પેનકિલર લેવાથી દુખાવો તો ઓછો થઇ જાય છે પણ એનાથી એસિડીટી, ઉલ્ટી, ડાયરિયા અને પેટના દુખાવા જેવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે. તેથી બની શકે ત્યાં સુધી ક્યારેય પણ આવી દવા ડોક્ટર ની સલાહ વીના લેવી જોઈએ નહિ. જો કઈ પણ તકલીફ હોય તો તરત જ ડોક્ટર ની સલાહ લેવી ઘરે બેઠા જાતે મેડીકલ માંથી લાવી આવી દવાઓના સેવન થી બચવું જોઈએ.

દરેક વ્યક્તિ માથાનો દુખાવો અથવા શરીરના દુખાવાને દૂર કરવા માટે પેઇનકિલર્સ પર આધાર રાખે છે. દરેકને પીડામાંથી રાહત ગોળીઓ દ્વારા મળે છે. પરંતુ તે તમારા શરીરને અંદરથી તોડવાનું પણ કામ કરે છે. પેઇનકિલર્સનો વલણ એટલો વધી ગયો છે કે કોઈ વ્યક્તિને નાની પીડા પણ સહન કરી શકતો નથી.જો તમને પેઇનકિલર્સનો ઉપયોગ આડેધડ કરી રહ્યા છો તો તમે તમારા મૃત્યુને નજીક બોલાવી રહ્યા છો. કારણ કે તેનું સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ 50 ટકા સુધી વધે છે. પેઇનકિલરનો ઉપયોગ વધુ ન કરવો જોઈએ. આજકાલ લોકો પેરેસેટામોલ, ઇબુબ્રોફેન અને ડિક્લોફેનાક જેવા પેઇનકિલર્સ લેવા માટે અચકાતા નથી જે તેમને ધીમે ધીમે મૃત્યુ તરફ લઈ જાય છે. આજે અમે તમને પેઇનકિલર ખાવાથી થતા નુકસાન અને પીડાથી છૂટકારો મેળવવાના ઘરેલું ઉપાય શું છે તે વિશે જણાવીશું.

પેઇન કિલર ડ્રગ્સના ગેરફાયદા.પેઇનકિલર દવાઓ ધીમે ધીમે તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. જેથી તમે પીડાથી છૂટકારો મેળવી શકો છો પરંતુ તમે અન્ય ઘણી બીમારીઓને આમંત્રણ આપી રહ્યાં છો. તો ચાલો આપણે જાણીએ પેઈનકિલર ખાવાથી શું થઈ શકે છેપેનકિલર ખાવાથી વ્યક્તિના ધબકારા અનિયંત્રિત રહે છે.પેન કિલર ખાવાથી વ્યક્તિ ગભરાટ, બેચેની વગેરેથી પીડાય છે.પેનકિલર ખાવાથી વ્યક્તિ કિડનીની નિષ્ફળતાનો શિકાર થઈ શકે છે. તેને ખાવાથી શરીરમાં પાણીના સોડિયમનું પ્રમાણ વધે છે, જેના કારણે નસ ફાટવાની શક્યતા વધી જાય છે. પેનકીલરનો વધુ પડતો વપરાશ હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

આપણે બધા સામાન્ય તાવ આવે ત્યારે પેરસીટામોલ લઈએ છીએ. તે એક સામાન્ય પેઇનકીલર છે. તેનો ઉપયોગ દુખાવાને દૂર કરવામાં કરાય છે. તેનાથી શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદ કરે છે. તે બધી પેઇનકિલર્સ અને એન્ટી સેનેસ દવા સાથે રહેલ હોય છે. નેશનલ હેલ્થ સર્વિસ પ્રમાણે સામાન્ય વ્યક્તિને ૨૪ કલાકમા ચાર વાર ૫૦૦ મીલીગ્રામ ની એક અથવા બે ગોળી આપી શકો છોઆ દવાને મોટાભાગના લોકો સલામત માને છે. આનો વધારે પડતો ઉપયોગ કરવાથી આડઅસર થઈ શકે છે. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે તેની હેપેટોટોક્સિસ ડોઝ વધારે લેવાથી થોડા કલાકમાં તમને ઊલટી અથવા ઊબકાની સમસ્યા થવાની શક્યતા છે. હેપેટોટોક્સિક એક તબીબી શબ્દ છે.

તેને વધારે માત્રામાં લેવાથી અથવા વારંવાર લેવાથી આપના લિવરને નુકશાન પહોંચી શકે છે. એનએચએસના જણાવ્યા પ્રમાણે લીવર ડેમેજ એક જ ગોલીના ઓવરડોઝના પહેલા અથવા બીજા દિવસે ચક્કર આવે તેવી શક્યતા ઘટે છે. તેથી તમારે તેના બીજા ઘણા કારણો પર પણ ધ્યાન આપવું જોઈએ.ઓવરડોઝ ન લેવો જોઈએ આંતરાષ્ટ્રિય આરોગ્ય સંભાળ કંપની BUPA પ્રમાણે, આ દવાનો ઓવરડોઝની જોખમ સાવ સરળતાથી વધી શકે છે. આનો ઉપયોગ આપણે અનેક સમસ્યામાં કરીએ છીએ. કોઈ પણ સમસ્યા થયા ત્યારે તેની દવા સાથે આ દાવ પણ રહેલી જ હોય છે. તે વધારે શરદી અને ફ્લૂની સમસ્યા થાય ત્યારે તેની દવામાં વધારે જોવા મળી શકે છે.

નિષ્ણાંત અને ડોક્ટરના કહેવા પ્રમાણે તમે કોઈ દવા ડોક્ટરની સલાહ લીધા વગર લો છો ત્યારે તમારે તેની પૂરી તપાસ કરવી જોઈએ અને તે પછી જ તે દવા લેવી જોઈએ. તમને તે ખબર હોવી જરૂરી છે કે તમે કઈ દવા સાથે આ દવાને પણ લો છો. જ્યારે કોઈ પણ દવાના પટ્ટા પર લખેલ માહિતીને સારી રીતે વાંચી સમજીને આ દવાનો ઉપયોગ કરવો જોઈએ. તમને કઈ ખબર ન પડે અથવા તમારા મનમાં કોઈ સંકોચ હોય ત્યારે તમારે ફાર્મસીસ્ટને પૂછવું જોઈએ.આ દવાનો ઓવરડોઝ લેવાથી આપના લિવરને ઘણું નુકશાન થાય છે. તે ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી જ્યારે ઓવરડોઝ થાય ત્યારે તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પીએચઇના જણાવ્યા પ્રમાણે એસિટિલસિસ્ટિન દ્વારા આ દવાના ઓવરડોઝના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે. તેના કહેવા પ્રમાણે આ દવા ઓવરડોઝના ૮ કલાકની અંદર લિવરના નુકશાનને ટાળવા માટે પૂરી રીતે અસરકારક છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *