શું તમારા ઘરમાં ઊધઈની સમસ્યા છે? તો 100% દૂર થશે આ સમસ્યા ,જાણો એક ક્લિક માં…

આપણા ઘરમાં વંદા, ગરોળીઓ, મચ્છર, ઉંદર, ઉધઈ જેવા ઘણા બધા જીવો વસવાટ કરતા હોય છે. જેમાંથી અમુક જીવોની તો આપણે જાણ થઈ જાય છે, પરંતુ ઘણા એવા જીવો પણ હોય છે. જેની આપણને ખબર પડતી નથી અને ઘરમાં મોટું નુકશાન કરી નાખે છે. આવા જીવોમાંથી એક છે ઉધઈ. આ ઉધઈ ખાસ કરીને ઘરના જૂના દરવાજા, ખડકીઓ અને ફર્નીચરના ખુણામાં જોવા મળે છે. જો આ ઉધઈ લાગી જાય ત ઓ બધી વસ્તુઓને નુકશાન કરે છે. ઉધઈ એક પ્રકારે લાકડાને કોતરી ખાતી જીવાત છે. જો કે તે વાડીઓમાં, શેઢા પર, જંગલોમાં કે અન્ય બધી જ જગ્યાએ જોવા મળે છે, જો કે કે ઘરમાં ઘુસી જાય અને લાકડાથી બનેલી વસ્તુમાં આવી જાય તો આ વસ્તુને ખરાબ કરી શકે છે.

લાકડા વાળા અને કાચા મકાનોમાં ઉધઈનો ભય રહેવાની ઘણી સમસ્યાઓ રહેતી હોય છે. આ ઉધઈ ફર્નિચરનો નાશ કરી શકે છે. ઉધઈ વર્ષની બધી જ ઋતુમાં જોવા મળે છે. પરંતુ વરસાદની ઋતુમાં તેનો પ્રકોપ સૌથી વધારે રહે છે. ઘરની ખડકી, દરવાજા, લાકડાનો સામાન આ બધી વસ્તુઓમાં ઉધઈ ખુબ જ જલ્દી ફેલાય છે. કોઈ વસ્તુમાં એકવાર ઉધઈ લાગી જાય તો એ વસ્તુ પૂરી રીતે સમાપ્ત જ થઈ જાય છે. ઉધઈ એટલી નુકશાન કારક હોય છે કે મજબુતમાં મજબુત ફર્નિચરને પણ થોડા જ દિવસોમાં સમાપ્ત કરી શકે છે. ઘણી વખત જે બહાર દેખાય છે, પરંતુ ઘણી વખત તો અંદરને અંદર ફર્નીચર ખાઈ જાય છે જેની આપણને ખબર પણ પડતી નથી.

ઉધઈ જોવામાં કીડી જેવી સફેદ રંગના કીડા જેવી હોય છે. ખાસ કરીને તે ભીની, ઢીલી અને અંધારા વાળી જગ્યાએ થાય છે. લાકડા સિવાય તે બુક, પુસ્તકોને પણ ઘણું નુકશાન પહોચાડે છે. જો તમારી અભરાય દીવાલથી ઉખડી જાય તો બની શકે કે જ્યાં પર ઉધઈએ પોતાનું ઘર બનાવ્યું હોય.

આ લેખમાં અમે આ રીતે લાગેલી ઉધઈને દૂર કરવાના ઉપાયો બતાવી રહ્યા છીએ જેથી તમે દુધઈથી થતા નુકશાનથી બચી શકો. આમ તો બજારમાં ઉધઈ નાશક ઘણા બધી દવાઓ ઉપલબ્ધ છે. જે ખાસ કરીને ઉધઈને મારવામાં ઉપયોગી થાય છે. પરંતુ તમે ઘરે પણ ઉપાયો કરીને આ ઉધઈથી છુટકારો મેળવી શકો છો.

સુર્યપ્રકાશ કે તડકો કોઈ પણ ફર્નીચરથી ઉધઈ કાઢવાનો સૌથી અચૂક રીત છે. જો ઉધઈ કોઈ લાકડાના ફર્નીચરમાં લાગી જાય તો જે ફર્નીચરમાં લાગી હોય જે ફર્નિચરને ત્રણથી ચાર કલાક તડકામાં રાખવું. સૂર્યના તડકામાં આવવાથી ઉધઈ મરી જાય છે. જો ઉધઈ એક દિવસમાં ન નીકળે તો એક-બે દિવસ સતત તડકામાં રાખવું. જેનાથી બધા ફર્નીચરમાં લાગેલી ઉધઈ બિલકુલ નાશ પામશે. ઘણી વખત એવું બને છે કે તડકો લાગવાથી જ ઉધઈ નીકળી જાય છે.

કહેવામાં આવે છે કે ઉધઈ કોઈપણ કડવી સુગંધથી દૂર ભાગે છે. જે જગ્યા પર ઉધઈ લાગી હોય જ્યાં પર કારેલા કે લીમડાની રસ કાઢીને છાંટી દેવો. જેમ જેમ કારેલાના રસની કડવી સુગંધ વાતાવરણમાં ફેલાશે તેમ તેમ બધી ઉધઈ ધીરે ધીરે દૂર થવા લાગશે. આવું તમારે ઓછામાં ઓછુ ત્રણથી પાંચ દિવસ કરવું પડશે. જેથી કરીને ઉધઈ ફરી વખત ન આવી શકે. જો તમને લાગે કે ફર્નીચર ખોતરાઈ ગયું છે, જ્યાં પર પણ આ રસને છાંટી શકો છો. આ પછી થોડીવાર માટે તડકામાં રાખો અને આ જગ્યાને કલર, પોલીશ વગેરે કરીને રાખી શકાય છે.

લાલ મરચાના પાવડરનો ઉપયોગ કરીને પણ ઉધઈને ખુબ જ સરળતાથી ઘરથી દૂર ભગાડી શકો છો. જે સ્થાન ઉપર ઉધઈની વધારે અસર હોય આ જગ્યા પર તમે લાલ મરચાના પાવડરને છાંટી દેશો તો બધી જ ઉધઈ આપમેળે મરી જશે અને ખુબ જ ફર્નીચરથી ઉધઈ નાબુદ થઈ જશે.

આ રીતે મીઠાનો ઉપયોગ પણ ઉધઈ મારવા માટે કરી શકાય છે. મીઠું પણ ઉધઈથી છુટકારો અપાવવાની દવા છે. ઉધઈ ભગાડવાના રસાયણોના પ્રયોગ તો બધા લોકો કરે છે. પરંતુ મીઠાનો પ્રયોગ ઉધઈ નાશક દવા કરતા પણ શ્રેષ્ઠ છે. મીઠામાં ઘણા બધા શક્તિશાળી ગુણ હોય છે, જે ઉધઈને સમાપ્ત કરી શકે છે. આ માટે જ્યાં જ્યાં ઉધઈ લાગી હોય એ બધી જગ્યાઓ પર મીઠાનો છંટકાવ કરી દેવો. જેમ જેમ મીઠું જેમાં ફેલાશે તેમ તેમ ઉધઈ નાશ પામતી જશે. કારણ કે મીઠું ઉધઈને ગળાવીને નાશ કરી નાખે છે.

કેરોસીન ઉધઈ નાશક રસાયણ તરીકે કામ કરે છે. કેરોસીનની સુગંધ તેજ હોય છે. જે કીડા અને મકોડાને આ જગ્યા પર જીવવા નથી દેતું. લાકડાના સામાનોમાં કેરોસીનના તેલનો સ્પ્રે કરવાથી ઉધઈના જીવડા નાશ પામે છે. આ સિવાય અઠવાડિયામાં એકવાર થોડા સુતરાઉ કાપડમાં કેરોસીન લગાવીને લાકડાની સામગ્રી પર પોતું કરવું જોઈએ. જેનાથી પણ ઉધઈથી બચાવ થાય છે.

ઉધઈથી બચવા માટે રાસાયણિક દવાઓનો પ્રયોગ કરવામાં આવે છે. જેમાં નેપ્થેલીનની ગોળીઓ સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે. જે તમે કોઈપણ મેડીકલ સ્ટોર પરથી મેળવી શકો છો. નેપ્થેલીનની બે થી ત્રણ ગોળીઓ લાકડાના સામાન નાખીને રાખવાથી જે ઉધઈની જીવાતને વસવાટ કરવા નથી દેતી. જેના લીધે ઉધઈ દૂર રહે છે. કારણ કે આ ગોળીઓનું સુગંધ ખુબ જ તેજ હોય છે અને જેથી ઉધઈને નષ્ટ કરવામાં મદદ કરે છે.

સંતરાની સુગંધ પણ ઘણી તેજ હોય છે. જેના લીધે તેનો પણ ઉધઈ ભગાડવામાં ઉપયોગી કરી શકાય છે. આ માટે ઉધઈને દૂર કરવા માટે ફર્નીચરમાં સંતરાની થોડી છાલો રાખી દેવી. તમે સંતરાની છાલોને સુકવીને તેનો પાવડર બનાવીને પણ ફર્નીચરમાં રાખી શકો છો. સંતરાનું તેલ પણ તૈયાર બજારમાં મળે છે જેનો ઉપયોગ પણ ઉધઈને દૂર કરવા માટે કરી શકાય છે. સંતરાના તેલને સ્પ્રેની મદદથી સામાન પર છંટકાવ કરવો. જેનાથી ઉધઈ તરત ગાયબ થઈ જશે.

જો તમારા ખેતરમાં ઉધઈનું પ્રમાણ વધી ગયું હોય, અને જેના લીધે પાકને વધારે નુકશાન થવાનો ભય રહેલો હોય તો એક મોટી હીંગની પોટલી બનાવીને તેને એક પથ્થર સાથે બાંધી દેવી. આ પછી તેને ખેતર તરફ વહેતા પાણીની ધારમાં રાખી દેવી. જેનાથી ખેતરમાં ઉધઈ બિલકુલ નહિ લાગે.

આ રીતે ઉપરોત બતાવ્યા પ્રમાણે ઉપાયો કરવાથી ઉધઈથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય ઘરમાં સમય પર સફાઈ કરતી રહેવી, હવા ઉજાશ વાળું વાતાવરણ રાખવું. જેના લીધે ઘરના ફર્નિચરને ઉધઈથી બચાવી શકાય. આ ઉપાય ખુબ જ સ્ટીક રીતે ઉધઈને દૂર કરવામાં ઉપયોગી થશે. અમે આશા રાખીએ કે આ ઉપાયો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે ઉધઈથી થતા નુકશાનથી બચી શકો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *