શું તમને કેલ્શિયમની ઉણપ છે તો કરો આ વસ્તુનું નરણા કોઠે સેવન, જાણો વધુ વિગતો…

મેથી આરોગ્યની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગીઓ ઔષધી છે. મેથીમાં ઘણા બધા તત્વો રહેલા છે જેથી તે અનેક રોગોમાં ઉપયોગી છે. આ મેથીને આપણા આયુર્વેદમાં સ્થાન મળ્યું છે. જ્યારે આજના લોકો સ્વાદિષ્ટ ભોજન ખાવાથી ટેવાયેલા છે માટે મેથીનો ઉપોગ ઘટાડી દીધો છે. આપણા વડીલો નિયમિત રીતે ખોરાકમાં મેથીનો ઉપયોગ કરતા રહેલા હતા એટલે તે લોકોમાં રોગોનું પ્રમાણ ઓછુ જોવા મળતું હતું અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું.

મેથી હાડકા માટે ખુબ જ ઉપયોગી છે. ઘણા સાંધાના દુખાવાથી ઘણા લોકો પરેશાન હોય છે. જો તમે સાંધાના દુખાવાથી ત્રાસી ગયા હો, ઓપરેશન કરાવ્યા પછી પણ ફાયદો ન થયો હોય તો આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે. આ સરળ ઉપચાર કરવાથી સાંધાના દુખાવામાંથી રાહત મેળવી શકાય છે. આ સાંધાના દુખાવાનો રામબાણ ઈલાજ છે.

સાથે આ મેથીમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોવાથી હાડકા પણ મજબુત બને છે. આ હાડકાને મજબુત બનાવીને સાંધાના દુખાવાને રોકી શકાય છે. હાડકાને મજબુત કરવા માટે આ મેથીનો પ્રયોગ અમે અહિયાં જણાવી રહ્યા છીએ.

આ ઈલાજ માટે મેથીનું પાણી બનાવવું. મેથીનું પાણી બનાવવા માટે 2 ચમચી મેથીના દાણા અને 2 ગ્લાસ પાણી લેવું. આ પ્રયોગમાં 2 ચમચી સાફ મેથીના દાણા 2 ગ્લાસ પાણીમાં એક રાત પલાળી રાખવા. આ દાણાને કાચ અથવા ચિનાઈ માટીના વાસણમાં પલાળવા. સવારે ગાળીને પાણીને અલગ તારવી લેવું.

આ દાણાને મિક્સર અથવા ગળણીની મદદથી ચટણી જેવી લુગદી બનાવી લેવી. આ લુગદીને એક તપેલીમાં નાખી જે પાણીમાં મેથી પલાળી હતી એ પાણી નાખીને નવશેકું ગરમ કરી લો. આ પાણી ગરમ થયા બાદ તેને ચૂલા પરથી ઉતારીને ઠંડું થવા દો.

આ પાણીને ને ગાળ્યા વગર જ દરરોજ સવારે નરણા કોઠે લેવાથી સાંધાના દુખાવામાં ચમત્કારિક ફાયદો થાય છે. આ મિશ્રણ કડવું લાગતું હોય તો એક ચમચી મધ સાથે લઈ શકાય છે. આ મિશ્રણ દરરોજ તાજું બનાવીને જ લેવું. જો અગાઉથી બનાવેલું હશે તો સ્વાદમાં તુરુ અને દેખાવમાં કાળું પડી જશે. તેમજ તેમાંથી જરૂરીયાત મુજબનો ફાયદો નહિ મળે. આ ઔષધીનો ઉપયોગ દિવસમાં એક જ વખત કરવો. મેથીના દાણામાં પ્રચુર માત્રામાં આયર્ન હોવાથી સાંધાના દુખાવામાં કારગત છે. આ જે પીણું તૈયાર થાય છે તે સાંધાના દુખાવામાં અકસીર ઇલાજ છે.

સાંધાના દુખાવામાં મેથીદાણા ખાવાથી પણ આરામ મળે છે. આ મેથી દાણાનો પેસ્ટ બનાવીને જે જગ્યાએ દુખાવો હોય ત્યાં આ પેસ્ટને બાંધી દેવાથી સાંધાનો દુખાવો મટે છે.

આ સાથે જ ઘણા લોકોને શરીરમાં વજન વધી જવાની સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે. આ વજન વધી જવાની સમસ્યાને દુર કરવામાં મેથી ખુબ જ ઉપયોગી છે. આ સમસ્યાને મેદસ્વિતા કહેવામાં આવે છે.

શરીરમાં વજન વધી સમસ્યાને દુર કરવામાં મેથીનો ઉપયોગ કરી શકાય છે. મોટા ભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે. આ મેદસ્વીતા આવવાનું મુખ્ય કારણ આપણી જીવન શૈલી છે. જે લોકોનું બેઠાડું જીવન છે. ખાન પાનમાં બદલાવ છે. જયારે આધુનિક વાહન સુવિધાથી ચાલવાની પણ કસરત થતી નથી, જેના લીધે શરીરમાં વધારાનો ખોરાક શરીરમાં ચરબીમાં સંગ્રહ થાય છે, તે ઓગળી શકતો નથી.

આ વજન ઉતારવા માટે સુકી મેથી લેવી. આ પ્રયોગમાં દરરોજ રાત્રે સુવાના 30 મિનીટ પહેલા 50 મેથીદાણા લેવા. આ મેથીદાણાને એક સાથે દાંત વડે ચાવી જવા. આ દાણાને ચાવી લીધા બાદ ગળામાં ઉતારી જવા. બાદમાં એક ગ્લાસ પાણી લઈને આ પાણીને પી જવું. આ પાણી તમે સામાન્ય કે ગરમ પણ પી શકો છો.

આ પ્રયોગ કરતા રહેવાથી ચરબી ધીરે ધીરે ઓગળવા લાગશે. આ પ્રયોગથી શરીરમાં 50 દિવસમાં ખુબ જ વજનમાં ઘટાડો થયેલો જોવા મળે છે. આ મેથી ખાવાથી શરીરમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રયોગમાં કોઈ પણ પ્રકારની પરેજી પાળવાની પણ જરૂરિયાત રહેતી નથી. આ પ્રયોગ 50 દિવસ સુધી કરવો. આ પ્રયોગ સતત કરતા રહેવાથી ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગશે.

જે લોકોને રાત્રે ક્બજીયાતની સમસ્યા રહેતી હોય, તે લોકોએ રાત્રે સુતા પહેલા મેથીનો પાવડર ખાઈ જવો અને ઉપરથી હલકુ ગરમ પાણી પીવું. આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરવાથી કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનો પ્રયોગ વરદાન રૂપ સાબિત થાય છે. આ માટે રાત્રે પાણીમાં મેથી કે મેથીનો પાવડર પલાળી દેવું. આ પાણીમાં મેથીના દાણા ચાવીને ખાઈ જવા અને ઉપરથી આ પાણીને પી જવું. આ પ્રયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે. આ પ્રયોગ બેથી ત્રણ મહિના સુધી કરવાથી ડાયાબીટીસ જડમૂળમાંથી નાબુદ થાય છે.

જે લોકોને ગેસ વાયુ અને એસીડીટીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ અડધી ચમચી શેકેલી મેથીનો પાવડર અને તેમાં સાકર અને દૂધ નાખીને પીવાથી એસીડીટીમાં ખુબ જ રાહત થાય છે. પેટના દુખાવામાં શેકેલી મેથીનો પાવડર લઈ અને ઉપરથી પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.

મેથી વાયુ, કફ, સંધિવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમિ, શુળ, કબજીયાત, તાવ વગેરે મટાડે છે. મેથીનો એક ચમચી ભૂકો પાણીમાં ઉકાળી સવાર સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર કે સાંધાનો દુખાવો, મંદ જ્વર, અરુચિ, મંદાગ્નિ, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.

એક ચમચી મેથીનું ચૂર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે ને સાંજે ખુબ જ ચાવીને ખાવાથી શ્વેત પ્રદર મટે છે. આ મેથીમાં ઘણા બધા મિનરલ, વિટામીન અને પોષક તત્વો રહેલા છે. જેના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પાચન શક્તિ વધે છે. સાથે ગેસ અને વાયુ જેવા રોગોનું પણ શમન થાય છે. મેથી ખાવાથી કબજીયાતની સમસ્યા પણ જડમૂળમાંથી નાબુદ થશે.

મેથી ખાવાથી પાચન શક્તિ વધે છે. આ પ્રયોગથી કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસની સમસ્યામાં પણ ઘણીબધી રાહત થશે. આ પ્રયોગથી લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે. ખરતા વાળની સમસ્યામાં પણ છુટકારો મળશે. મેથીનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ અને લોહીને લીધે થતી બીમારીઓ અટકે છે.

આમ, મેથી આપણા શરીરમાં ખુબ જ ઉપયોગી છે. જે હાડકામાં, સાંધાના દુખાવામાં, વજન ઘટાડવા, ડાયાબીટીસ અને કબજીયાત માટે ખુબ જ ઉપયોગી છે. આ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રયોગથી ખુબ જ ફાયદો થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *