શુ તમે જાણો છો કે અનેક બિમારીઓ નો રામબાણ ઇલાજ પપૈયાના બીજ,જાણીલો તેના બીજા અઢળક ફાયદા વિશે……

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંપપૈયું એક એવું ફળ છે જે આખુ વર્ષ સરળતા થી મળી જાય છે. ભારત માં ઘરોમાં પપૈયા નું ઝાડ સરળતા થી ઉગાડેલું મળી જાય છે. પપૈયું જેટલું સ્વાદિષ્ઠ હોય છે, તે એટલું જ આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. પપૈયા નો રસ પણ ખુબ જ ફાયદા કારક હોય છે. પપૈયા ના બીજ ના પણ ઘણા બધા ઉપયોગ છે. પપૈયું વાળ અને ચામડી માટે પણ સારું છે. પપૈયા નો ઉપયોગ સલાડ તરીકે પણ કરવામાં આવે છે.

આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે.અને તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે, કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ડાયાબીટીસ ના રોગી વ્યક્તિ માટે પપૈયા ઇન્સુલીન જેવું કામ કરે છે. પપૈયા શુગર લેવલ ને નિયંત્રણ કરવા માં સક્ષમ છે. સ્વસ્થ વ્યક્તિ પપૈયા ના સેવન કરે તો ડાયાબીટીસ થવાની શક્યતા નહિવત બરોબર રહે છે.તે પાચક શક્તિને મજબૂત બનાવે છેપપૈયા ખાવાથી જાડાપણું ઓછું થાય છે.પપૈયામાં કેલરીનું પ્રમાણ પણ ઓછું છે.તમે પપૈયાને રસ તરીકે પણ લઈ શકો છો.ઘરેલુ ઉપાય તરીકે પપૈયાનો ઉપયોગ પણ થાય છે.ત્વચાની સાથે પપૈયા તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.દરરોજ પપૈયા ખાવાથી તમને ઘણી બીમારીઓ થતી નથી.

ત્વચા સાથે જોડાયેલ બધા જ વિકારો ને મટાડવા માં પપૈયા ના બીજ ખાસ છે. પપૈયા નાં બીજ ને વાટીને ગ્રસિત ચામડી ઉપર લગાવો. અને ૧ ચમચી પપૈયા ના બીજ ને વાટીને ૧ ગ્લાસ પાણી સાથે સેવન કરો. ત્વચા વિકાર તરત ઠીક થઇ જશે. પપૈયા ના બીજ નો પાવડર ફોડલા, ખીલ, ચામડી નો વિકાર મટાડવામાં મદદગાર છે.કીડની ના પથરી થાય ત્યારે રોજ પપૈયા ખાવ અને પપૈયા ના બીજ ને વાટીને રોજ સવારે હુફાળા પાણીમાં સેવન કરો. પપૈયા ના બીજ કીડની પથરી માં રામબાણ દવાની કામ કરે છે.

પપૈયા આંખો માટે પણ ફાયદાકારક છે.જો તમને કબજિયાત હોય તો દરરોજ પપૈયા ખાય તો તેનાથી પેટ સાફ થશે.યુએસ કૃષિ વિભાગના ડેટા દર્શાવે છે કે 100 ગ્રામ પપૈયામાં 43 ગ્રામ કેલરી હોય છે. પપૈયા ખાવાથી શરીરમાં પાણીની પણ તંગી નથી. 100 ગ્રામ પપૈયામાં 0.47 ગ્રામ પ્રોટીન હોય છે.ફાઇબર વિશે વાત કરીએ તો, 100 ગ્રામ પપૈયામાં 1.7 ગ્રામ ફાઇબર હોય છે. 100 ગ્રામ પપૈયામાં 10.82 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 7.8 ગ્રામ ખાંડ હોય છે.

આવી સ્થિતિમાં, જે લોકો જાડાપણાને ઘટાડવા માંગતા હોય છે તેઓ દરરોજ આહારમાં પપૈયાનું સેવન કરી શકે છે.
પપૈયામાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. પપૈયાના 100 ગ્રામમાં 20 ગ્રામ કેલ્શિયમ અને 21 ગ્રામ મેગ્નેશિયમ હોય છે.જ્યારે પોટેશિયમ 182 ગ્રામ છે. આ કારણે પપૈયા પાચન પ્રક્રિયા માટે ફાયદાકારક છે. પપૈયામાં કોલેસ્ટરોલનું પ્રમાણ પણ થોડું નથી.

આને કારણે તે હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે.પપૈયામાં રહેલ ફાઈબર તમારા ખોરાકને પચાવે છે અને કબજિયાતથી રાહત આપે છે. 2014 માં ભારતમાં 5 મિલિયન ટનથી વધુ પપૈયાનું ઉત્પાદન થયું હતું.પપૈયાનો ઉપયોગ કોસ્મેટિક્સ માટે પણ થાય છે. તેનો ફેસ પેક બનાવવામાં આવે છે અને ચહેરા પર લગાવવામાં આવે છે. આ ત્વચાને વધારે છે અને નરમાઈ જાળવે છે. પપૈયામાં વિટામિન એ, સી અને કે હોય છે જે ચેપ અટકાવે છે.

મિત્રો પપૈયા ના બીજ માણસ ના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે, અને તેને લોકો એક હેલ્થ ફૂડ ની જેમ સેવન કરે છે. તમે પપૈયા ના બીજ ને સપ્લીમેન્ટ કે સંપુરક જેમ ખાઈ શકો છો, અથવા બીજ ને વાટીને કાળા મરી ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો કેમ કે બન્નેના સ્વાદમાં ઘણા મળતા આવે છે. એક દિવસમાં ફક્ત ૧-૨ બીજ ખાવો. તો તમારી સ્વાદનળી કે ટેસ્ટબડસ અને પાચનતંત્ર કે ડાયજેસ્ટીક સીસ્ટમ ઉપર વધુ જોર પડશે.જે લોકો ને બીજ સ્વાદ માં થોડા અજીબ લાગે છે તે બીજ ને મધ સાથે ખાઈ શકે છે. પણ ધ્યાન રહે છે તેના બીજ ને ગળતા પહેલા થોડી વાર ચાવો. લોકો માને છે કે મધ અને પપૈયા ના બીજ નો સમન્વય પરજીવો કે પેરાસાઈટસ નો નાશ કરે છે. માટે પપિયાના બીજ ને મધ સાથે લેવું સવાસ્થ્ય માટે લાભદાયક છે.

જો તમારે તેનું તુરંત રિજલ્ટ જોઈતું હોય તો જે બીજ ને ૪-૫ કલાક થઈ ગઈ હોય તેના કરતાં તાજા વાટેલા પપેય ના બીજ લો. જયારે તમે વાટેલ કાળા મરીનો ઉપયોગ કરવાનો હોય તો પપૈયા ના વાટેલા બીજ નો ઉપયોગ કરો. વાટેલા પપૈયા ના બીજ કાળા મરી ને બદલે સારું કામ કરે છે. તમે તેને તેના પ્રમાણમાં જ લઇ શકો છો.ઘણા લોકો આમતો તેનો ઉપયોગ એ એક સલાડના રૂપમા પણ કરે છે અને આ માટે બીજ ને પણ વિનગ્રેટ ડ્રેસિંગમા ભેળવો જેમ તમે પેપ્પર વિનગ્રેટ બનાવવા માટે કરો છો. તો આ પપિયાના બીજ નો ઉપયોગ એ કરવાની આ એક લોકપ્રિય રીત છે.જે લોકો આ બીજ ને ડેઈલિ દર્દ દૂર કરવાના રૂપ માં ઉપયોગ માં લે છે તેવોએ તેને ફ્રીજરમાં રાખવાને બદલે ફ્રીજમાં રાખી શકો છો. માની લો કે તમને લાગે છે કે તમે એક અઠવાડીયની અંદર બધા જ પપૈયા ના બીજ ને ન ખાઈ શકો તો થોડા બી ને ફ્રીજમાં રાખો.

સંધિવાના રોગીઓ માટે કાચા પપૈયાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. સૌથી પહેલા તમે કાચા પપૈયાને પાણીમાં નાખો, તેને સરખી રીતે ઉકાળતા પહેલા વચ્ચે એકવાર તેને કાઢીને ધોઇ લો અને તેના બી નિકાળી લો. ફરીથી 5 મિનિટ માટે પાણીમાં નાખીને ઉકાળો ત્યારબાદ ઉકળતા પાણીમાં બે ચમચી ગ્રીન ટી નાખી દો. એને ગાળીને આ પાણીને રાખી લો અને દિવસભર તેને પીવો.કાચા પપૈયાનો ઉપયોગ લિવર અને પીળીયાના રોગિઓ માટે ફાયદાકારક છે. પીળીયો થયા બાદ લિવરનો તેના પર ઘણો પ્રભાવ પડે છે અને તે કમજોર થઇ શકે છે. એટલા માટે આ સ્થિતિથી બચવા માટે કાચુ પપૈયુ ખાવુ જોઇએ.કાચા પપૈયામાં રહેલ વિટામિનના ગુણો યુરિન ઇન્ફેક્શનને વધવા નથી દેતા. યુરિન ઇન્ફેકેશન નો ભય વધારે મહિલાઓમાં જોવા મળે છે. એટલા માટે કાચા પપૈયાનો ઉપયોગ વધુ કરવો જોઇએ.

કાચુ પપૈયા ના સેવનથી શરીરમાં બધી જ એંન્જાઇમ અને ન્યુટ્રિશિયન્સની કમીને પણ પુરી કરે છે. એટલા માટે બ્રેસ્ટફિડીંગ કરાવા વાળી મહિલાઓને કાચા પપૈયાનું સેવન કરવુ જોઇએ. એને ખાવાથી સ્તનનુ દૂધ વધારવામાં મદદ કરે છે, જેનાથી તમારા બાળકનુ પેટ ભરેલુ રહેશે અને બંન્નેને પૂરતુ પોષણ મળે છે.પર્યાપ્ત માત્રામાં વિટામિનનો ઉપયોગ ન કરવો ઇમ્યુન સિસ્ટમને કમજોર બનાવે છે. જેના કારણે તમને ઘણી બીમારીઓ થઇ શકે છે. એટલા માટે ઇમ્યુન સિસ્ટમને મજબૂત રાખવા માટે કાચુ પપૈયુ ખાવુ જોઇએ. કારણકે વિટામીન ઇ,સી અને એ થી ભરપૂર માત્રામાં જોવા મળે છે જે તેમારા ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *