શું તમે જાણો છો આ છે ચમત્કારી ફળ, જે પગ થી લઇને માથાના દરેક રોગો માટે છે ખૂબ જ ઉપયોગી, જાણો તેની વધુ માહિતી…

આજના સમયે લોહીની ખામી એટલે કે હિમોગ્લોબીન ઓછું હોવું અને એનીમિયા એ બહુ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આજના સમયે ઘણા લોકોમાં લોહીના ટકા ઓછા હોવાનું જોવા મળે છે. આવા લોકોને હિમોગ્લોબીન ઘટતું હોય છે અને જેને કારણે ઘણી બધી તકલીફ પડે છે. આવા રોગને દુર કરવામાં અને હિમોગ્લોબીન વધારવામાં ફીન્ડલાનો થોર ખુબ જ ઉપયોગી છે. આ ફળને એનીમિયા માટેનો કારગર ઉપાય માનવામાં આવે છે. આ ફળને હિમોગ્લોબીન વધારતું હોવાથી તાકતવર ફળ માનવામાં આવે છે.

આ ફીંડલાનું સેવન ઘણા બધા લોકો કરતા હોય છે પરંતુ તેઓ આ ફીંડલાના ચમત્કારિક ફાયદાઓ વિશે અજાણ હોય છે. ફીંડલા ખાસ કરીને કાંટા વાળા હોય છે અને તે રેતાળ પ્રદેશમાં જોવા મળે છે. આ ફીંડલા જેના પાકે છે જે તોરણે હાથલો થોર પણ કહેવામાં આવે છે. જેને હિન્દીમાં નાગફની કહેવામાં આવે છે.

ઘણા લોકો આ ફીંડલાનું શાક બનાવીને પણ ખાતા હોય છે. આ ફીંડલામા અનેક વિટામીન અને અસંખ્ય પોષક તત્વો આવેલા છે. આ ફીંડલાનો આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હ્રદયમાં પણ વાગ્ભટ્ટ ઋષીએ ઉલ્લેખ કરેલો છે.

આ ફીન્ડલામાં વિટામીન B-6, વિટામીન-C, વિટામીન-કે ભરપુર માત્રામાં રહેલા છે. સાથે આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એમીનો એસીડ અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર છે. જે તેને ખુબ જ લાભદાયક બનાવે છે. ફીન્ડલામા ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. ફીંડલા ફાઈબરથી ભરપુર હોય છે. જેથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરે છે. તે એલબીએલ અને ટ્રાઈગ્લીસરાઈડને ઘટાડે છે. આ માટે નિયમિત 40 દિવસ સુધી બે થી ત્રણ ફીન્ડલાના ફળનો ગર્ભ ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ કન્ટ્રોલમાં આવી જાય છે અને હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે.

વિટામીન- સી, આયર્ન અને કેલ્શિયમથી ભરપુર ફીંડલા શરીરમાં હિમોગ્લોબીનનું લેવલ વધારે છે અને રોગ પ્રતીકારક શક્તિ વધારીને રોગોથી બચાવે છે. જે હિમોગ્લોબીન વધારે છે જેથી લોહીના ટકા પણ વધે છે. જેના પરિણામે એનીમિયા જેં લોહીની ઉણપથી થતા રોગો થતા નથી. સાથે તે થેલેસેમીયા વાળા દર્દીને પણ લોહી ચડાવવાનો અને લોહી બદલાવવાનો સમય વધારી છે. લોહીના નિર્માણ માટે ફીંડલા રામબાણ ઔષધી ગણવામાં આવે છે.

ફીન્ડલાથી પાચન તંત્રની ઘણી બધી સમસ્યાઓ ઠીક થાય છે. ફીન્ડલાથી અપચાની સમસ્યા, ગેસની સમસ્યા, એસીડીટીની સમસ્યા પણ દૂર કરી શકાય છે. ફીંડલાનો ઉપયોગ કાનના દુખાવામાં પણ કરી શકાય છે. કાનના દુખાવાની તકલીફમાં તેના ટીપા કાનમાં નાખવાથી ખુબ જ ઝડપથી રાહત થાય છે.

નરણા કોઠે ફીંડલાના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં શુગરનું લેવલ ઘટાડે છે અને બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખે છે. જેથી ડાયાબીટીસના દર્દીઓને ખુબ જ ફાયદો રહે છે. ફીંડલા લોહીને શુદ્ધ કરવાનું કાર્ય પણ કરે છે. જે લોહીમાં રહેલી ઝેરી અશુદ્ધિઓને દૂર કરે છે. જે શરીરને ડીટોકસીફાઈ કરવાનું કાર્ય કરે છે. તે લીવર અને આંતરડાની સફાઈ પણ કરે છે. જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી આંતરડામાં જમા થયેલા જુના મળને સાફ કરે છે. તે આંતરડાને ચોખ્ખા કાચ જેવા સાફ કરી નાખે છે. જેથી કબજીયાત, મરડો, એસીડીટી, સંગ્રહણી જેવા રોગો પણ ઠીક થાય છે. સાથે તે આંતરડાની કાર્યક્ષમતા વધારે છે.

આ ઉપરાંત ફીંડલામા કેલ્શિયમ ભરપુર માત્રામાં રહેલું હોય છે. એટલે તે હાડકાની કોઈપણ તકલીફને મટાડે છે. જેવા કે સાંધાના દુખાવા, કમરના દુખાવા તેમજ અન્ય કોઈ દર્દમાં ખુબ જ લાભદાયક થાય છે. આ ઈલાજ માટે હળદર અને સરસવના તેલને ગરમ કરીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવીને જ્યાં પર ફીંડલાના પાન બાંધવાથી ઝડપથી રાહત થાય છે. આ ઉપાયથી પગના સોજા પણ ઝડપથી સારા થાય છે. ફીંડલામા ફ્લેવેરનોઈડ નામનું તત્વ હોય છે જે સાંધાના સોજા અને દુખાવાને દુર કરી શકે છે. જેથી સંધિવા અને ઓસ્ટીયોપોરોસીસના રોગને ઠીક કરવામાં ફાયદો કરે છે.

ફીન્ડલામાં પોટેશિયમનું ઊંચું પ્રમાણ હોવાથી બ્લડપ્રેસરને કાબુમાં કરવાનું કાર્ય કરે છે. પોષક તત્વોથી ભરપુર ફીંડલા શરીરનું મેટાબોલીઝમ વધારે છે. જેથી તે ચરબીનો ખોરાકમાં બરાબર રૂપાંતર કરે છે અને કેલેરીને યોગ્ય જગ્યાએ પોષક તત્વોમાં રૂપાંતર કરીને ફાયદો કરે છે. જેનાથી લીધે ચરબી જમા થતી નથી અને જમા ચરબી ઓગાળી નાખે છે. આ રીતે તેમાં ફાઈબર પણ હોવાથી વજન વધવા દેતું નથી અને શરીરના વધારે વજન ઘટાડે છે.

ફીંડલાના સેવનથી માથાના દુખાવામાં રાહત થાય છે. ખાસ કરીને જેને એક તરફ માથાનો દુખાવો થતો હોય તેને ફીંડલાનો રસ પીવો જોઈએ. માથામાં એક બાજુ થતા દુખાવાને આધાશીશી કહેવામાં આવે છે. આવા માથાના દુખાવા માટે ફીંડલાનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

ફીંડલાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયક સાબિત થાય છે. જેનાથી શરીરના શુગર લેવલની માત્રા કન્ટ્રોલમાં લાવી શકાય છે. ફીંડલાના પાનના રસને નિયમિત પીવાથી કેન્સર જેવી ભયાનક બીમારીને પણ મટાડી શકાય છે.

આ ફીંડલા જે લોકોને લોહીના ઉણપની સમસ્યા તેઓ માટે આ એક અમૃત સમાન છે. ફીંડલાના રસના સેવનથી લોહીના કણ એટલે કે હિમોગ્લોબીનનું પ્રમાણ વધી જાય છે અને લોહીનું પ્રમાણ સામાન્ય રેન્જમાં આવી જાય છે.

ફીંડલાના આયર્ન, કેલ્શિયમ અને વિટામીન ઈ ધરાવતા વાળ અને ચામડીને સ્વસ્થ રાખે છે. લોહીને શુધ્ધ કરવાનું કાર્ય કરે છે જેથી ચામડીના રોગ પણ અટકે છે. વિટામીન હોવાથી તે પ્રજનન અંગ ક્ષમતામાં પણ ફાયદો કરે છે. નપુસંકતા દુર કરીને શારીરિક શક્તિ વધારવામાં આ ફીંડલા ખુબ જ ઉપયોગી થાય છે.

આ ફીંડલાનો ઉપયોગ કરવા માટે ફીંડલાને હાથલા થોરના છોડ ઉપરથી કોઈ ચીપિયા વડે ઉતારી લેવા. જેમાં ઝીણા ઝીણા કાંટા હોય છે એટલે તેને સાફ કરી લેવા. બાદમાં આ ફીંડલાને ફોલીને તેને ટુકડા કરીને તેને કોઈ કપડામાં વીટાળીને તેને ધીમે ધીમે દબાવતા તેમાંથી રસ નીકળે છે. આ રસને પી શકાય છે અને તેમાંથી ફાયદાઓ મેળવી શકાય છે.

જ્યુસ બનાવવા માટે થોરના છોડ પરથી કે બજારમાં મળતા ફીંડલા લાવીને તેને શેકી નાખવા. તેને તાપ પર શેકવાથી ઉપરના કાંટા પણ બળી જાય છે અને ઉપરથી છાલ પણ સરળતાથી નીકળી જાય છે. જેને ચપ્પુમાં લઈને કે ચીપિયા વડે શેકી શકાય છે. શેકાઈ ગયા બાદ તેના પરથી છાલ ઉતારી લેવી.

આ રીતે છાલ ઉતારી લીધા બાદ તેને મીક્સરમાં નાખીને રસ બનાવી નાખવો. મિક્સર કરતા પહેલા થોડું પાણી નાખવું જેથી સરળતાથી રસ બને છે. આ પછી આ રસને કાપડમાંથી ગાળી લેવું. આ રસને બોટલમાં રાખીને સાચવી શકાય છે. તેને ફ્રીજમાં રાખી શકાય છે.

આ રસમાંથી જ્યુસ બનાવવા માટે એક કપમાં બે ગ્લાસ જેટલું પાણી નાખવું. આમાં એક કે બે ચમચી જેટલું આ રસ નાખવો અને તેને મિક્સ કરો દેવો. તેમાં અડધી ચમચી જેટલું સંચળ, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો ચાટમસાલો અને એક ચમચી લીંબુનો રસ નાખવો. આ બધા જ મસાલાઓ નાખવાથી સ્વાદિષ્ટ ફીન્ડલાનું જ્યુસ તૈયાર થઈ જશે. આ જ્યુસમાં જરૂર મુજબ બરફ નાખીને પી શકાય છે.

આ જ્યુસ ઉપરોક્ત તમામ રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય ફીન્ડલાથી આંખોના અનેક રોગ ઠીક થાય છે, લ્યુકોરિયા, સફેદ પાણી. શુક્ર ગ્રંથી, કમળો, અનિંદ્રા જેવી સમસ્યાઓમાં પણ ઉપયોગી છે. આ રીતે ફીંડલા એક ઉપયોગી જડીબુટ્ટી ફળ છે. અમે આશા રાખીએ કે આ ફીંડલા વિશેની માહિતી અને જ્યુસ બનાવવાની રીત તમારી લોહીની ઉણપ દુર કરવા માટે અને હિમોગ્લોબીન વધારવા માટે ખુબ જ ઉપયોગી થાય. તમે ફીન્ડલાના ફાયદાથી બીજી અનેક બીમારીઓથી બચી શકો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *