શું તમને લીલા મરચા ખાવાના ફાયદા ખબર છે…જાણો લીલા મરચા ખાવાના ગજબના ફાયદા…
લીલા મરચા :
લીલા મરચાના ઉપયોગથી રસોઈમાં અલગ જ સ્વાદ આવે છે. જો જમવામાં મરચા ન હોય તો ઘણા મસાલા નાખ્યા હોવા છતાં પણ તે એટલું મજેદાર લાગતું નથી. આમ તો મરચા ઘણા રંગના આવે છે. લાલ, લીલા અને પીળા વગેરે.
આજે આપણે વધારે ઉપયોગમાં લેવાતા એટલે કે લીલા મરચા વિષે જાણશું. અમે બતાવવા જઈ રહ્યા છીએ કે લીલા મરચા માત્ર રસોઈના સ્વાદ વધારવા માટે જ ઉપયોગી નથી. તેમાંથી જરૂરી વિટામીન પણ શરીરને મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, મરચાના સેવનથી ઘણા સ્વસ્થ્ય લાભો પણ થાય છે.
જે લોકોમાં આર્યનની ઉણપ હોય તેના માટે લીલા મરચા ખુબ જ ફાયદા કારક છે. કારણ કે, લીલા મરચા આર્યનની ઉણપ હોય તેના માટે લીલા મરચા આર્યનનો પ્રાકૃતિક સ્ત્રોત છે. લીલા મરચામાં વિટામીન k નો સ્ત્રોત રહેલો હોય છે. માટે તેને ખાવાથી ઓસ્ટીઓપોરોસીસની સંભાવના ઘટી જાય છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ ઘણા પ્રકારના સંક્રમણથી દુર રાખે છે. પછી પાતળા લીલા મરચા હોય કે શિમલા મિર્ચ હોય બંનેમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ રહેલા છે.
લીલા મરચાના સેવનથી ઘણા ફાયદા થાય છે જે નીચે પ્રમાણે છે.
લીલા મરચા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. અને ધમનીઓ સાફ કરે છે. આપણા શરીરમાં રક્તને જામતું અટકાવે છે. જેથી હૃદયનો એટેક આવવાની સંભાવના ઘણી હદ સુધી ઓછી થઇ જાય છે. ઘણા લોકોને સંભાળીને નવાઈ લાગશે. પરંતુ, લીલા મરચાનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. જયારે આપને તીખું જમીએ ત્યારે આપણા શરીરમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ જ ઉષ્મા આપણા શરીરની કેલેરીને ઓગાળી નાખે છે. તેનું સેવન મોટાબોલીઝમના સ્તરને વધારે છે. જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તે લોકો ને હમેશા ફિક્કું તથા ઓછા તેલ વાળું જમવાની સલાહ આપવામાં આવે છે. લીલા મરચામાં બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાનો ગુણ રહેલો છે. માટે હંમેશા હાઈ બ્લડપ્રેશરના દર્દીએ પોતાના ખોરાકમાં યોગ્ય માત્રામાં લીલા મરચાના સેવનનો સમવેશ કરવો જોઈએ.
લીલા મરચાનું સેવન આપણી આંખ માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામીન સી અને બીટાકેરોટીન આંખ માટે સારા હોય છે. ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે. કે હંમેશા મરચાને અંધારા વાળી જગ્યા પર રાખો કારણ કે, રોશનીના સંપર્કમાં આવવાથી તેની અંદર રહેલ વિટામીન સી નાશ પામે છે.તમે જોયું હશે કે અમુક લોકોને તીખું જમવાનું ખુબ જ પસંદ હોય છે. ઘણા વ્યંજનોમાં વધારે મરચા હોવાથી પણ તેઓ તે ખાતા હોય છે. લીલા મરચા મગજમાં endorphin નો સ્ત્રાવ કરે છે. જેનાથી આપની મનોદશામાં સુધારો આવે છે . અને આપણે ખુશીની અનુભૂતિ કરીએ છીએ. જો તમે તમારી ત્વચાને સુંદર બનાવવા માંગતા હોય તો લીલા મરચા ખાવાનું શરુ કરી દો. લીલા મરચામાં વિટામીન A અને C હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે ઘણા બધા મરચા ખાવા લાગો લીલા મરચાનો સંતુલિત માત્રામાં જ ઉપયોગ કરવો જોઈએ નહીતર આપણા પેટમાં બળતરાની સમસ્યા ઉભી થાય છે. લીલા મરચામાં એન્ટીબેક્ટેરીયલ ગુણ રહેલો હોય છે. તે ત્વચાના ઇન્ફેકશનને દુર કરે છે.પ્રતિકારકશક્તિ વધારે છે.
જે લોકોનું રોગપ્રતિકારક તંત્ર ઘણું નબળું હોય છે. તેવા લોકો જલ્દીથી બીમારીનો શિકાર બની શકે છે. શરદી ઉધરસ જેવી બીમારીઓ તો તેમનો પીછો નથી છોડતી. જો તમે ખોરાકમાં લીલા મરચાનો સમવેશ કરો તો તેમાથી વિટામીન સી મળે છે. જે તમને રોગો સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે. લીલા મરચામાં પણ નારંગી સમાન વિટામીન સી હોય છે. જે હાડકા અને દાંતને પણ મજબુત બનાવે છે.
લીલા મરચાના વધારે સેવનથી થતું નુકશાન :
લીલા મરચાના સેવનના ઘણા બધા ફાયદા છે તેમજ તેને અધિક માત્રામાં ઉપોયોગ લેવાથી નીચે પ્રમાણે જણાવેલ નુકશાનની સંભાવના રહે છે. તેમાં રહેલ કેપ્સાઈસીન પેટની ગરમી વધારે છે. જે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વધારે છે.
લીલા મરચામાં વધારે ફાયબર હોય છે. તેથી વધારે માત્રામાં ઉપયોગમાં લેવાથી ડાયેરિયા થઇ શકે છે. તેમજ મેટાબોલીઝમ બેલેન્સ નથી જળવાતું તેની પ્રોસેસ ઘટે છે.તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ અલ્સરની સંભાવના વધારે છે. તેમજ વધારે માત્રામાં સેવન કરવાથી.
પેટની બળતરા અને ચક્કરની સમસ્યા પણ થઇ શકે છે. વધારે માત્રાથી ત્વચા સંબંધિત એલર્જી પણ થઇ શકે છે. લીલા મરચાનું સેવન બવાસીરથી પીડિત વ્યક્તિઓએ ઓછું કરવું. નહિ તો તેમાં વધરે સમસ્યા ઉભી થાય છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.