શું તમે હાડકાને પથ્થર જેવા મજબુત બનાવવા માંગો છો? તો એક ઔષધિનું પાન ને ઉપયોગ મા લ્યો, જાણો તેના ઉપાયો…

હાડકા શરીરનું મુખ્ય બંધારણ છે. આપણા શરીરનો બાંધો અને આકાર હાડકાને લીધે આવે છે. શરીરમાં હાડકા કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. હાડકાને શરીરમાં મજબૂતાઈ લાવવા માટે પણ જરૂરી માનવામાં આવે છે. જો હાડકા નબળા હોય તો સહેજ અમથા પડી જવાથી પણ ફ્રેકચર થાય છે. હાડકા શરીરમાં મજબુત હોવા જરૂરી છે. હાડકા મજબુત હોય તો એકસીડન્ટ જેવા સમયે પણ કોઈ તકલીફ પડતી નથી અને ભાંગતોડ પણ થતી નથી.

અહિયાં આ લેખમાં અમે હાડકાને કેવી રીતે મજબુત હળક પથ્થર જેવા બનાવી શકાય, હાડકાની તાકાત વધારી શકાય કે જેથી કોઇપણ સમયે હાડકાને કોઈ નુકશાન ન થાય તેવા ઉપાયો બતાવીશું. જેથી કોઈ અકસ્માત થાય, હાડકાને ભાંગતોડ થાય, પાટો આવે, ઓપરેશન કરાવવું પડે, સળિયા મુકાવવા પડે અને 6-8 મહિના સુધી પથારીવશ રહેવું પડે તેવી સમસ્યામાંથી બચી શકાય.

મોટાભાગે 40 વર્ષની ઉમર પછી શરીરમાં કેલ્શિયમનું નિર્માણ ઘટવા લાગે છે. જેના લીધે કેલ્શિયમની ઉણપ વર્તાય છે. આ માટે એક સામાન્ય ઈલાજ છે કે જેનાથી 40 વર્ષ બાદ હાડકા જે નબળા પડે છે, જેને મજબુત રાખવા માટે આ ઈલાજ ખુબ જ ઉપયોગી છે. આ ઈલાજ દરરોજ કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. માટે થોડા નાગરવેલના પાન લાવીને ફ્રીજમાં મૂકી રાખવા. આ પાનને લાંબો સમય સુધી ફ્રીજમાં તાજા રાખી શકાય છે. નાગર વેલના પાન શરીર અને હાડકા માટે ખુબ જ ઉપયોગી છે.

સાથે ખાવાનો ચૂનો આવે છે, તેને લાવીને તેમાં પાણી વગેરે નાખીને તેને ઓગાળી નાખવો. આ ઓગાળેલો ચૂનો એક શીશીમાં ભરી રાખવો. આ ચુનાને ટીપા પાડી શકાય તેવી ડ્રોપર વાળી શીશીમાં ભરવો વધારે સારું રહેશે. કારણ કે તેથી ટીપા પાડવામાં સરળતા રહે.

આ પછી નાગરવેલનું એક પાન લેવું. આ નાગર વેલના પાનના ઓગાળેલા ચૂનાનું એક ટીપું પાડવું. આ ટીપું પાડ્યા બાદ તેને નાગરવેલના પાન ઉપર ચોપડી દેવું. તેનું બીડું વાળીને તેને જમ્યા પછી થોડા સમયે આ પાન ચાવી ચાવીને ખાઈ જવું.

40 વર્ષ પછી જો આ પ્રયોગ કાયમ માટે કરવામાં આવે તો કેલ્શિયમની ઉણપ દુર થાય છે. જેનાથી મોટી ઉમરે હાડકામાં ફ્રેકચર થઈ જવું, હાડકા ભાંગી જવા, હાડકા નબળા પડવા આ બધી સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મળે છે.

કેળા ખાવાથી પણ હાડકાને કેલ્શિયમ મળે છે અને હાડકા મજબુત રહે છે. કેળા પણ હાડકા માટે ઉત્તમ ઔષધી છે. પરંતુ કેળા મોટી ઉમરના લોકોને પચવામાં ભારે પડે છે. કેળા શરીરમાં એસીડીટી કરે છે. કેળાનો એસીડીક સ્વભાવ હોવાથી ઘણા લોકોને આ કેળા અનુકુળ પડતા નથી.

આવા સમયે આ લોકો નાગર વેલ અને ચૂનાનો પ્રયોગ કરી શકે છે. તેનાથી હાડકા મજબુત થશે. આમ આ ઉપાય કરવાથી ચોક્કસ રીતે હાડકા મજબુત બને છે. શરીરમાં તાકત મળે છે. અને શરીરની મજબૂતાઈ પણ જળવાઈ રહે છે. આ પ્રયોગ નિયમિત કરવાથી શરીરમાં હાકડાનો દુખાવો, સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ ક્યારેય નહિ આવે.

આ સિવાય પણ ઘણા ઉપચારો દ્વારા હાડકાને મજબુત બનાવી શકાય છે. જયારે અમુક ઉપચારો દ્વારા ભાંગેલા હાડકાને જોડી પણ શકાય છે. જેમાં અસ્થિસંહાર જેવા થોરને ભાંગેલા હાડકા પર બાંધવાથી હાડકા જોડાઈ જાય છે. વર્ષોથી આપણે ત્યાં આયુર્વેદમાં આ પ્રયોગ કેવામાં આવે છે. જ્યારે આપણી પાસે ઓપરેશન કરવા માટેની મેડીકલ સારવાર શક્ય ન હતી ત્યારે આ ઔષધીનો ઉપયોગ કરીને ભાંગેલા હાડકાને જોડવામાં આવતા હતા.

જ્યારે ફ્રેકચર થયું હોય તેવા સમયે બીજો એક પ્રયોગ ખુબ જ અગત્યનો છે. જેમાં આ પ્રયોગથી ભાંગેલા હાડકા જોડી શકાય છે તેમજ મજબુત વજ્ર જેવા બનાવી શકાય છે. જેમાં બાવળના પરડા એટલે કે બાવળના ફળને માંથી બીજ કાઢીને આ બીજને છુંદો કે પેસ્ટ બનાવીને ભાંગેલા હાડકા પર બાંધવામાં આવે તો ભાંગેલા હાડકા મજબુત બનીને જોડાઈ જાય છે. આ પ્રયોગ ખુબ જ સરળ અને સહેલો છે.

આ પ્રયોગ આપણે ત્યાં વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ગોળ અને ચૂનાના મિશ્રણને ભાંગેલા હાડકા કે મુંઢ ઘા પર બાંધવામાં આવે તો દુખાવો મટી જાય છે. જે હાડકા પર થતી ઈજાને હળવી કરે છે. લોહીના પરિભ્રમણ અને ત્યાં જામેલા કોષોમાંથી લોહીને પાતળું કરીને તેનું પરિભ્રમણ વધારે છે જેના લીધે સોજો પણ ઉતરી જાય છે.

આ સિવાય હાડકાને મજબુત રાખવા માટે નાસ્તામાં બાફેલા ઈંડા અને આમલેટને ખાઈ શકાય છે. ઈંડામાં પ્રોટીન સાથે વિટામીન એ અને ડી સારી માત્રામાં હોય છે, જેનાથી હાડકા મજબુત બને છે. ધાણાના પાંદડા એટલે કે કોથમીર લઈને તેને પૌંઆ, આમલેટ, પરોઠા વગેરેમાં નાખીને સેવન કરવાથી હાડકાની મજબૂતાઈ જળવાઈ રહે છે.

આયુર્વેદ અનુસાર જવ ઘાસ, રજકો અને રોજ હીપ્સ જેવી જડીબુટ્ટીઓ ખાવાથી હાડકા મજબુત બનાવી શકાય છે. દુધમાં પણ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, તેને સાદું કે શેક બનાવીને લઈ શકાય છે. દુધમાં કેલ્શિયમ સાથે વિટામીન ડી, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. જે હાડકા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સોયાબીનમાં ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે, સાથોસાથ બીજા શરીરને ઉપયોગી એવા જરૂરી મિનરલ્સ અને સપ્લીમેન્ટસ હોય છે, જેનાથી હાડકાને બચાવી શકાય છે. સફરજનનું સેવન પણ હાડકા માટે ઉપયોગી છે, દરરોજ સફરજન ખાવાથી હાડકાની સમસ્યાઓ મટે છે. સફરજનમાં પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડસ જેવા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. માટે સફરજનને છાલો સાથે ખાવા વધારે ફાયદાકારક છે.

તલમાં પણ હાડકાને મજબુત રાખવાની શક્તિ હોય છે. તે હાડકાની બીમારીને રોકવાનો સારો ઉપાય છે. ખાસ કરીને તલના બીજ કેલ્શિયમથી ભરપુર છે. જે હાડકા માટે બેહદ ફાયદાકારક છે. આ માટે તમે દરરોજ એક મુઠ્ઠી તળેલા સફેદ તલ ખાવાથી ફાયદો મેળવી શકો છો. તેને ગરમ દુધમા નાખીને પણ પી શકો છો.

ફળોમાં હાડકાને મજબુત રાખવા માટે અનાનાસ પણ ખુબ જ ઉપયોગી છે. ક્યારેક શરીરમાં મેંગેનીઝની ઉણપથી પણ સાંધાનો દુખાવો અને હાડકા કમજોર પડી શકે છે. એટલા માટે ભોજનના પહેલા એક નાના વાટકા જેટલા અનાનાસનું સેવન જરૂર કરવું. દરરોજ અનાનાસનું જ્યુસ પણ પી શકાય છે. જેનાથી હાડકા મજબુત બને છે.

માછલીનું તેલ હાડકા માટે ખુબ જ ઉપયોગી છે, તેવું આપણે વારંવાર સાંભળીએ છીએ. જો તમે માંસાહારી છો તો તમારે માટે આ માછલીનું તેલ ખુબ જ ઉપયોગી છે, માછલીના તેલમાં ઓમેગા-3 ફૈટી એસીડ હોય છે જે હાડકા અને માંસપેશીઓને પહોંચતા નુકશાનને ઓછું કરે છે. માછલીનું યોગ્ય માત્રામાં તેલ ઉપયોગી છે. જ્યારે વધારે માત્રાનું સેવન નુકશાન પણ થઈ શકે છે.

આલુ બદામ નામનું ફળ પણ શરીરમાં હાડકા માટે ફાયદાકારક છે. આલુ બદામમાં ઉચ્ચ માત્રામાં પોલીફેનોલ્સ હોય છે, જેની મદદથી હાડકાને પહોંચતા નુકશાનને દુર કરી શકાય છે. સાથે આલું બદામમાં બોરોન અને કોપર પણ સારા પ્રમાણમાં હોય છે, જે બે ખનીજો હાડકા માટે બેહદ ફાયદેમંદ હોય છે. દરરોજ બેથી ત્રણ આલુ બદામ દરેક ઉમરના લોકો ખાઈ શકે છે, જેનાથી હાડકાને નબળાઈ દુર થાય છે.

નારિયેળ તેલની સાથે આહારને ભેળવીને ખાવાથી એસ્ટ્રોજનની ઉણપ વાળા હાડકાના નુકશાનને રોકી શકાય છે. નારિયેળના તેલમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ હાડકાના ઢાંચાને નિયંત્રિત કરીને રાખે છે અને હોર્મોન્સમાં આવનારા બદલાવથી હાડકાને પહોંચતા નુકશાનથી પણ બચાવે છે. આ સાથે તે તેલ શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમને અવશોષિત કરવામાં પણ મદદ કરે છે. તે બે આવશ્યક પોષણ તત્વ હાડકાને મજબૂતી વધારવા અને નિયંત્રિત રાખવા માટે બેહદ જરૂરી છે.

આમ, શરીરમાં ઉપરોક્ત ઉપચારો દ્વારા હાડકાને મજબુત રાખી શકાય છે. આ ઉપાયો દ્વારા શરીરમાં રહેલા બધા જ હાડકા મજબુત બને છે. ભાંગેલા હાડકા ઝડપથી જોડાય છે. હાડકાને નુકશાન ઓછું થાય છે. સાંધાના દુખાવાની અને હાડકાના દુખાવાની બીમારીઓ પણ દુર રહે છે. આશા રાખીએ આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારા હાડકા મજબુત બની રહે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *