હાડકા મજબૂત કરવા અને ડેન્ગ્યુ મા અસરકારક સાબીત થાય છે આ ફ્રુટ…

આ ફળને જોયું પણ નથી એટલે ચાખ્યું પણ નહિ હોય. જોકે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ગણાતું આ ફળ ના ફાયદા જાણ્યા બાદ અનેક લોકો તેના છોડની માંગ કરતાં જોવા મળે છે. કેટલાય લોકોએ ઘરમાં જ આ ફળ વાવ્યું છે, જોકે આ ફળ ધીરજ માંગે તેવું છે, છોડ વાવ્યાના બે વર્ષ પછી આના ઉપર ફળ ઉગે છે, અને આ છોડ જાળવણી પણ માંગે છે.

પિતાયા તરીકે પણ ઓળખાતું આ ડ્રેગન ફ્રુટ હાલમાં હેલ્થ કોન્સિયસ લોકોની પહેલી પસંદ બની ગયું છે. અનેક વિટામીન્સ, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રિશન વેલ્યુ ધરાવતા આ ફળની માંગ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. જોકે બજારમાં હજી આ ફળ આસાનીથી મળતું નથી. ૭૦ રૃા. થી લઈને ૩૦૦ રૃા.માં વેચાતા આ ફળની માંગ ઘણી છે. ખાસ કરીને હેલ્થ કોન્શિયસ લોકો આ ફ્રુટનું કે તેના રસનું અચૂક સેવન કરે છે. ફ્રુટ સલાડમાં પણ આ ફળને હવે સ્થાન આપવામાં આવે છે. સ્વાદમાં સામાન્ય ગળું આ ફળ સહુ કોઈને ભાવતું નથી(કારણ કે આનાં થી ઘણા સારા સ્વાદીસ્ટ ફળો આપણે ખાધા છે) .

એવું કેવાય છે કે નાના કાળા બીયાં ધરાવતા આ ફળમાં મહત્તમ ન્યુટ્રિયન્સ મળે છે. નાના બાળકોથી લઈને વૃધ્ધો માટે પણ આ ફળ લાભકારી છે. અશક્તો, બિમારો મા ટેપણ આ ફળ એક સંજીવની સમાન હોવાનું નિષ્ણાંતો માને છે. દવાઓ લેવાની સાથે સાથે અનેક તબીબો આ ફળના કે તેના રસના સેવનની દર્દીઓને સલાહ આપે છે. કચ્છ આ ફળ ને ઉગાડવા ને ખેતી માટે સારું સ્થાન છે ત્યાં આની ખેતી પણ થાય છે. વડોદરા આસપાસ પણ ઘણા ખેડૂતો આ ઉગાડે છે.

આ ફળ નાં ફાયદા ની સાથે ગેરફાયદા પણ છે જો આ ફળ ખાવાથી તમને રીયેક્સ્ન કે એવું થાય તો આ નાં ખાવું. કેટલાક લોકો હવે પોતાની આગવી સુઝથી આ ફળ પોતાના આંગણે તેમજ ફાર્મમાં ઉગાવતા થયા છે. ટૂંકા સમયમાં જ આ ફળ હેલ્થ કોન્શિયસ લોકોમાં માનીતું બની ગયું છે. ફ્રુટને ઉગવા માટે સુક્કુ વાતાવરણ અને સૂર્ય પ્રકાશ જોઈએ છે. સામાન્ય રીતે ગુજરાતમાં કચ્છનું વાતાવરણ આ ફળ માટે સૌથી અનુકૂળ હોઈ, કચ્છમાં સૌથી વધુ ડ્રેગન ફ્રુટ ઉગે છે,આ છોડને પાણી ઓછું જોઈએ છે. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં આ છોડ રોપવામાં આવે તો તેનું પરિણામ સારૂ મળે છે. જેટલું મોટું ઝાડ તેટલા ફળ વધુ. આ છોડને કુંડામાં રોપવામાં આવતા નથી. તેને પિલ્લરમાં, લાકડાના ટેકા સાથે, નેટના ટેકા સાથે, ઝાડના થડના સપોર્ટ સાથે ઉગાડવામાં આવે છે. સપોર્ટના ટેકે ટેકે આ છોડ વિકાસ પામે છે. આ ફ્રુટ વજન ઘટાડવામાં મદદ કરે છે તેમજ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે, તેમજ સંધિવામાં દુખાવા માટે ખુબ ફાયદાકારક છે. ફાઇબરના કારણે પ્રેગ્નન્ટ સ્ત્રીઓનો કબજિયાતનો પ્રોબ્લેમ ઉકેલાઈ શકે. એન્ટિ-ઑક્સિડન્ટ્સ હોવાના કારણે હિમોગ્લોબિન વધે છે અને હાડકાં મજબૂત બને છે.ડેન્ગ્યુમાં પણ લોકોએ આ ફ્રુટ ખાવું જોઈએ માત્ર સાજા થવામાં નહીં, તે પછી પણ ડ્રેગન ફ્રૂટ ફાયદાકારક રહે છે.

ડ્રેગન ફ્રૂટમાં મોટા ભાગમાં ફાઇબર અને મેગ્નેશિયમ હોવાથી તેની કેલરી એકદમ લૉ હોવાથી તે પોષણક્ષમ અને પાણીથી ભરપૂર ફળ માનવામાં આવે છે

 

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *