શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં જામેલો કફ છૂટો પાડવા અકસીર ઈલાજ

શ્વાસની સારવારમાં વપરાતી દૂધેલી, આ ઔષધના છોડ ચોમાસામાં સર્વત્ર ઊગી નીકળે છે. અને બારેમાસ આ વનસ્પતિ મળી શકે છે. આ નાગલા દૂધેલી દમ-શ્વાસમાં ઉપયોગી ઔષધ છે. કેટલાક દર્દીઓને તો ચમત્કાર જેવો ફાયદો કરે છે. તેનાં પાંચથી સાત પાનનો રસ કાઢી, એટલા જ મધ સાથે મેળવી સવાર-સાંજ લેવાથી શ્વાસનળીઓ ખૂલે છે અને કફ છૂટો પડે છે અને દમમાં રાહત થાય છે. બીજુ આ વનસ્પતિનો રસ લગાડવાથી દાદર મટી જાય છે. આ છોડ એક ફૂટ જેટલો ઊંચો થાય છે. પાન લાંબા લંબગોળ ટેરવી અણીવાળા, સપાટી પર લીલા નીચેથી લાલ હોય છે.

જે જમીન ઉપર પથરાયેલી જોવા મળે છે . પ્રકાંડ ઉપર બારીક રોમ હોય છે . પાન સાદાં અને સામસામે ગોઠવાયેલ તેમજ લંબગોળ હોય છે . પુષ્પો લીલાશ પડતા પીળા કે લાલ રંગનાં , કક્ષીય સામેથીપમ પુષ્પવિન્યાસમાં . કળ રેશ્મા . ત્રણ બીજ ધરાવતું . બીજ વડે કુદરતી રીતે ચોમાસામાં ઊગી નીકળે છે . 1 પંચાંગ પંચાંગમાં ક્ષીર , ટેનિન , શર્કરા , સેલિ સેલિક એસિડ , કવાંકેવોકખનીજતત્ત્વો વગેરે હોય છે . પંચાંગ તૂરુંને કડવું , રેચક , કૃમિનાશક , કફહર , પેટશૂળહર , દુગ્ધવર્ધક , રેચક , વગેરે ગુણધર્મો ધરાવે છે . તા પંચાંગનો ઉકાળો નાની માત્રામાં શ્વાસ , કફ – ઉધરસ , આફરો , કૃમિ , ઊંટાટિયું , સસણી , વરાધ , કબજિયાત , હરસ વગેરેમાં પ્રયોજાય છે . તાજા પંચાંગની લુગદી દૂઝતા હરસ મસા , કંટકનો મૂઢમાર વગેરે ઉપર લગાડાય છે . દૂધેલીની ઘણી જાતિઓ છે ; જેવી કે ઊભી દૂધેલી , બેટી દૂધેલી , ઝેરી દૂધેલી , નાગલા દૂધે e વગેરે . તાજી દૂધેલીને છુંદીને કોઈ તેલમાં કાલવીને બનાવેલ મલમ ખરજવું , ગડગુમ શીળસ , સંધિવા , દાદર , સોરીયાસીસ વગેરે ઉપર માલિશ કરવા માટે વૈદ્યરાજ પ્રયોજે છે નોંધ : વિસ્તૃત માહિતી માટે વનસ્પતિ ગાધી

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.