મગજ માટે ઠંડી દુધી માંથી બનતી વાનગી, વગર દવાએ શરીર સ્વસ્થ રાખવા ઘરે બનાવો દુધીની આ રેસીપી

દુધી સ્વાસ્થ્ય માટે ખુબ સારું કામ કરે છે જે લકોને શરીરમાં ગરમી હોય એવા લોકોએ ખાસ દૂધીનું સેવન કરવું જોઈએ . ક્યારેક એવું બને કે દૂધીનું શાક ખાય ને કંટાળી ગયા હોય અને દુધીમાંથી નવીન વેરાયટી બનાવવા માંગતા હોય તો આ આર્ટીકલ વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો


દુધીના મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી:

 • 1 દુધી (છોલીને ચોપ કરવી અથવા છીણી લેવી)
 • 2 મિડિયમ ગાજર (ચોપ કરવી અથવા છીણી લેવી
 • વઘાર માટે
 • 6-8 ચમચી તેલ
 • 3-4 ચમચી રાઈ
 • 6 ચમચી તલ
 • 12-15 પાન લીમડી
 • કોથમીર ગાર્નિસ કરવાં માટે
 • ચપટી હિંગ
 • 1/2 કપ કોથમીર
 • 1/2 કપ બેસન
 • 1/2 કપ રવો
 • 4-5 ચમચી આદુ,મરચાં,લસણની પેસ્ટ
 • 1 ચમચી લાલ મરચું
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી ધાણા જીરું
 • 1/2 ચમચી અજમો
 • 1/4 ચમચી હિંગ
 • 4 ચમચી ગોળ
 • 1 લીંબુ નો રસ
 • 1/4 કપ દહીઁ
 • 250 ગ્રામ મેથીની ભાજી ઝીણી સમારેલી
 • 1-1/2 કપ ઘઉંનો લોટ
 • 1/2 કપ રાગીનો લોટ
 • 1/2 કપ જુવારનો લોટ
 • 1/2 કપ બાજરીનો લોટ
 • મીઠું સ્વાદ મુજબ
 • 1/4 કપ તલ
 • 1/4 કપ તેલ મોણ માટે


દુધીના મુઠીયા બનાવવા માટેની રીત: એક બાઉલમાં ગોળને પલાળી લો.તેમાં લીંબુનો રસ ઉમેરો. સૌ પ્રથમ એક મોટાં વાસણ માં દુધી, મેથી, ગાજર અને કોથમીર લઈ લો. હવે બધાં લોટ અને બધાં મસાલા ઉમેરો. ત્યારબાદ બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. ગોળવાળું થોડું થોડું પાણી ઉમેરી થોડો નરમ લોટ બાંધી લો. હવે તપેલામાં પાણી ગરમ કરવાં મુકો.થાળી ને તેલથી ગ્રીસ કરી લો. લાંબા ગોળા વાળી ગ્રીસ કરેલી થાળી માં ગોઠવી બાફવા મુકો. 20 થી 25 મિનિટ મુઠીયાં બાફી લો. હવે મુઠીયાં થોડાંક ઠંડા પડે પછી નાનાં ટૂકડા કરી લો. હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો.તેમાં રાઈ, તલ,હિંગ અને લીમડી નો વઘાર કરી મુઠીયાં ઉમેરો. મિક્સ કર્યા બાદ ગેસ સ્લો કરી 5 મિનિટ ઢાંકી દો જેથી મુઠીયાં થોડાં ક્રિસ્પી થાય. ગેસ બંધ કરી સર્વિંગ સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે એકદમ હેલ્થી અને ટેસ્ટી દુધીના મુઠીયાં.

દુધીની ખીર બનાવવા માટે જરૂરી સામગ્રી:

 • 1 લિટર દૂધ
 • 1 નંગ દૂધી
 • 1 વાટકી ખાંડ
 • 2 ચમચી દૂધ પાઉડર


દુધી ની ખીર બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મુકો. અને સાથે સાથે બાજુમાં દૂધી ની છાલ કાઢીને ખમણી લેવી.ત્યાર બાદ ગરમ થતા દૂધમાં દૂધીનું ખમણ નાખી દેવું દૂધી સરસ ચડી જાય એટલે તેમાં ખાંડ અને દૂધનો પાઉડર નાખી ને થોડીવાર ગેસ પર ઉકળવા દેવું ત્યારબાદ તેને ગેસ પરથી નીચે ઉતારી લેવું . તો તૈયાર છે દૂધીની ખીર હવે આ ખીરને ફ્રીઝમાં

દુધીનો હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી:

 • 1 કીલો દૂધી
 • 3 ચમચી કાજુ -બદામની કતરણ
 • 150 ગ્રામ ઘી
 • 2 ચમચા મલાઈ
 • 2 ચમચી મિલ્ક પાઉડર
 • 400 ગ્રામ ખાંડ
 • 0ll લીટર દૂધ
 • 0lll ચમચી ઇલાયચી પાઉડર
 • ગાર્નિશીંગ માટે:-
 • કાજુ -બદામ


દુધીનો હલવો બનાવવા માટેની રીત: સૌ પ્રથમ દૂધીને ધોઈને તેની છાલ કાઢી છીણી લો અને દૂધને ગરમ કરી લો. ત્યારબાદ ગેસ પર કડાઈમાં ઘી મૂકી તેમાં દૂધી ઉમેરો.ધીમી આંચે દુધીને સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં દૂધ ઉમેરી દો.અને સતત હલાવતા રહો.દૂધ ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં 0ll વાટકી દૂધમાં મિલ્ક પાઉડર ઓગાળી ઉમેરો અને હલાવતા રહો. હવે તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી હલાવતા રહો હલવો કડાઈની સાઈડ છોડવા લાગે એટલે તેમાં મલાઈ, કાજુ-બદામની કતરણ અને ઇલાયચી પાઉડર ઉમેરી થોડીવાર હલાવો. હલવો એકદમ થીક થાય એટલે ઉતારી લો. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીઝમાં ઠંડો થવા મૂકો.ઠંડો થયા પછી સર્વિંગ બાઉલમાં લઈ વેફર સાથે સર્વ કરો.મેં અહીં એકલો જ સર્વ કરેલ છે.

દૂધીનું જ્યુસ બનાવવા માટે જરૂરી સામગ્રી:

 • ૫૦ ગ્રામ દુધી
 • સ્વાદ અનુસાર મીઠું
 • 1 ચમચી લીંબૂનો રસ
 • ૩-૪ મરી
 • થોડું જીરું
 • 1 ચમચી ખાંડ


દૂધીનું જ્યુસ બનાવવા માટે રીત: એક મીક્ષર ના જાર મા દૂધી અને બાકીની બધી વસ્તુઓ નાખી મિક્સ કરવી . જરુરીયાત મુજબ પાણી નાખીને ક્રશ કરી લો. ત્યારબાદ ગરણીની મદદથી ગાળી ગ્લાસ માં સર્વ કરો. આ જ્યુસ ખુબ જ હેલ્થી છે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *