ખાવ આ ૪ દેશીફૂડ.. ક્યારેય નહિ લેવી પડે કેલ્શિયમની ટીકડીઓ… જાણો આ 4 મહત્વના દેશી ફૂડ વિશે.

નમસ્કાર મિત્રો, કેલ્શિયમ મજબુત દાંત, હાડકાઓ, માંસપેશીઓમાં સંકોચન અને હોર્મોન્સ અને એન્ઝાઈમના સ્ત્રાવ વિકાસ માટે ખુબ જ આવશ્યક હોય છે. કેલ્શિયમની કમી ના કારણે શરીરમાં રક્ત સ્ત્રાવ વધવું દાંત કળવા લાગવા અને પડી જવા, શરીરનો વિકાસ અટકી જવો, હાડકાઓમાં વળાંક આવવા, સાંધાઓમાં દુઃખાવો થવો, માંસપેશીઓ ખેંચાવી તેવી ઘણી બધી શારીરિક સમસ્યાઓ સર્જાય છે. એટલા માટે આપણા આહારમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ લેવું જોઈએ.

મિત્રો નાની ઉમરમાં દાંત પડી જવા, શરીરમાં કમજોરી આવી જવી, હાથ પગમાં દુઃખાવો થવો વગેરે કેલ્શિયમની કમીની અસર દેખાય છે. પરંતુ દૂધ આપણા શરીરમાં કેલ્શિયમની કમી ને દુર કરે છે અને કેલ્શિયમની કમીના કારણે આપણે થતા રોગોથી બચાવે છે. લગભગ એક ગ્લાસ દુધમાં ઓછામાં ઓછુ 300 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ચોકલેટ દૂધ પણ કેલ્શિયમ મેળવવા માટેનો ખુબ જ સારો સ્ત્રોત છે. ચોકલેટ દુધમાં 288 મીલીગ્રામ કેલ્શિયમ હોય છે.

બધી જ પ્રકારના ચીઝ કેલ્શિયમથી ભરપુર હોય છે. પરંતુ ઘણા બધા ચીઝ એવા પણ હોય છે જેમાં લેક્ટોસ નથી હોતું. પરંતુ તેમાં કેલ્શિયમનો મહત્વપૂર્ણ સ્ત્રોત રહેલો હોય છે. જેને પણ લેક્ટોસ પચાવવામાં તકલીફ પડતી હોય તે લોકોએ આવા ચીઝનું ભરપુર માત્રામાં સેવન કરવું જોઈએ.

કેલ્શિયમથી ભરપુર ચીઝને આપણા આહારમાં લેવાથી ઓસ્ટિયોપોરોસીસની બીમારીથી બચી શકાય છે. સુકામેવા જેમ કે અખરોટ બાદમ, પિસ્તા, કાજુ આ બધી વસ્તુ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે પરંતુ સાથે સાથે કેલ્શિયમથી પણ ભરપુર હોય છે. તેનું જો નિયમિત સેવન કરવામાં આવે તો આપણા શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ કેલ્શિયમ માટે સુકામેવાનું વધારે સેવન ન કરવું જોઈએ.

સોયાબીનથી બનેલા ટોફોમાં પણ કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. પરંતુ ટોફોમાં કેલ્શિયમની માત્રા તેના પ્રકાર પર નિર્ભર હોય છે. જેમ કે ફર્મ ટોફોમાં 230 મીલીગ્રામ કેલ્શિયમ હોય છે. સિલ્કન ટોફોમાં 130 મીલીગ્રામ કેલ્શિયમ મળે છે. 100 ગ્રામ ટોફોમાં લગભગ 350 મીલીગ્રામ કેલ્શિયમ હોય છે.

મિત્રો કઠોળ તો કેલ્શિયમનો ભંડાર માનવામાં આવે છે. બધી જ પ્રકારના કઠોળમાં ખુબ જ પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. કઠોળને હળવા બાફીને અથવા પલાળીને પણ તેનું સેવન કરી શકો છો.

મિત્રો તમે આ વસ્તુથી પણ અજાણ હશો કે ગોળ અને કેલ્શિયમનો શું સંબંધ છે તેના વિષે જાણીશું. ગોળ અને કેલ્શિયમનો ખુબ જ સારો સંબંધ છે. ગોલમાં ખુબ જ ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે. પરંતુ કેલ્શિયમની માત્રાને પુરણ કરવા માટે ગોળનું વધારે સેવન કરવું ન જોઈએ. ગોળમાં કેલ્શિયમની સાથે સાથે ફોસ્ફરસ પણ ખુબ વધારે પ્રમાણેમાં હોય છે. અને તે પણ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હાડકાને સ્વસ્થ બનાવવા માટે મદદ કરે છે. પરંતુ આપણે ખાંડની જગ્યા પર જો ગોળનું સેવન કરવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા આપણને થાય છે.

સોયાબીન અત્યંત પોષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક આહાર માનવામાં આવે છે. તેમાં પણ કેલ્શિયમ ખુબ ભરપુર માત્રામાં હોય છે. તેની સિવાય તેમાં ફાયબર, આર્યન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડનો પણ સ્ત્રોત ખુબ સારા પ્રમાણમાં હોય છે. સોયાબીનમાં એસ્ટ્રોજન હોય છે જે બોર્ન ડેન્સિંગ માટે પણ ખુબ જ ઉપયોગી થાય છે. સોયાબીનનું નિયમિત સેવન કરવાથી દિવસભર આપણને ચુસ્ત રાખે છે.

લીલા શાકભાજી પણ કેલ્શિયમનો ખુબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. જેમ કે મેથી, પાલક, તાંજોર, વગેરે લીલા પાન વાળી શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ. રોજીંદા આહારમાં પણ લીલા શાકભાજીનો સમાવેશ કરો જોઈએ. લગભગ 100 ગ્રામ લીલા પાન વાળા શાકભાજીમાં 190 મીલીગ્રામ સુધીનું કેલ્શિયમ હોય છે.

તો મિત્રો એ રીતે આપણે કેલ્શિયમની માત્રા ઘટતી હોય તો આવા સામાન્ય આહાર માંથી પણ આપણે ભરપુર કેલ્શિયમ મેળવી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની દવા ન લેવી જોઈએ અને આવા ભોજનનું થોડા દિવસ સેવન કરવામાં આવે એટલે આપણને કેલ્શિયમની કમી હોય તો તે દુર થઈ જાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *