ખાઈ લો આ તાકાતવર વસ્તુ… જીવો ત્યાં સુધી નહીં થાય લોહીની કમી અને કબજિયાત, બાળકોથી લઈ વડીલો માટે પણ ખુબજ ઉપયોગી

શિયાળાની ઋતુમાં ખાણીપીણી ઉપર લોકો ખૂબ જ ધ્યાન આપે છે. અને આ સમયે પાચનશક્તિ વધી જવાના કારણે વધુ પડતું ભોજન પણ લઈ લેવાય છે. ત્યાં જ ઠંડીની ઋતુમાં અમુક ખાસ ફળ અને શાકભાજી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળો બીટ ખાવાની ઋતુ છે અને ગરમીના દિવસોમાં તમને બીટ ન બરાબર મળે છે, તેથી જ શિયાળાની ઋતુમાં તમારે બીટ નો લાભ ઉઠાવવો જોઇએ. તે લોહીને વધારવાનું કામ કરે છે. અને તેની સાથે સાથે શરીરમાં આયર્નની ઉણપને પણ દૂર કરે છે. આ રીતે બીટના ઘણા બધા ફાયદા હોય છે.

મોટા વ્યક્તિઓ જ નહિ પરંતુ બાળકો માટે પણ પેટ ખૂબ જ ફાયદાકારક હોય છે. બની શકે છે કે બાળકોને બીટનો સ્વાદ બિલકુલ પસંદ ન આવે પરંતુ તેને કોઈ અલગ અને ટેસ્ટી સ્ટાઈલમાં તમે બનાવીને તેનું સેવન કરાવી શકો છો.

અહીં અમે તમારા બાળક માટે બીટનો હલવો બનાવવાની રેસીપી જણાવવા જઇ રહ્યા છીએ. જે બાળકોને ખુબ જ પસંદ આવશે અને તેની સાથે જ નાના બાળકોને બીટથી મળતા ફાયદા વિશે પણ જાણીશું.

કઈ વસ્તુની જરૂર પડશે: બીટનો હલવો બનાવવા માટે એક મધ્યમ આકાર નું બીટ, એક ચમચી પીસેલો ગોળ અને એક ચમચી ઘી.

હવે જાણીએ બીટનો હલવો બનાવવાની રીત :

1) સૌપ્રથમ બીટ ની છાલ ઉતારીને તેને ધુઓ. 2) હવે બીટને નાના-નાના ટુકડામાં કાપો. 3) ત્યારબાદ કુકરમાં બીટની સાથે પાણી નાખીને તેને ઉકાળો. 4) જ્યારે બીટ બફાઈ જાય ત્યારે ગેસ બંધ કરીને કુકર ખોલો અને બીટ ને સ્મેશ કરીને તેની પ્યુરી બનાવો. 5) હવે એક કઢાઈ લો અને તેને ગેસ ઉપર મૂકો. 6) તેમાં એક ચમચી ઘી નાખીને ગરમ કરો. 7) ત્યારબાદ તેમાં બીટની પ્યુરી નાખો અને તેને શેકવાનું શરૂ કરો. 8) જો તમારું બાળક એક વર્ષથી મોટું છે તો તમે તેમાં ગોળ નાખી શકો છો. 9) ત્યારબાદ એક ચમચી ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરીને ફરીથી શેકો. 10) જ્યાં સુધી હલવો ઘી છોડવાનું શરૂ ન કરે ત્યાં સુધી તેને શેકો. બીટનો હલવો તૈયાર છે.

બાળકને કઈ ઉંમરમાં ખવડાવવું બીટ :

તમે 8 થી 10 મહિના થઈ ગયા બાદ બાળકને શું ખવડાવવાનું શરૂ કરી શકો છો એટલા નાના બાળકને પહેલા એક અથવા બે ચમચી રોજ સેવન કરાવવું કારણ કે તેમાં નાઈટ્રેટ હોય છે. જેને બચાવવા માટે બાળકોને તકલીફ થઈ શકે છે.

બાળકો માટે બીટ ખાવાના ફાયદા :

બીટ આયર્નથી ભરપૂર હોય છે, જેનાથી બાળકમાં એનિમિયા નું જોખમ ઓછું થાય છે. આયર્ન લાલ રક્ત કોશિકાઓના નિર્માણમાં વધારો આપે છે. શરીરના અલગ-અલગ અંગો સુધી તે ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે અને બાળકના મગજના વિકાસમાં પણ વધારો કરે છે. બીટ ફાઈબરથી ભરપૂર હોય છે. તેનાથી બાળકને કબજિયાતની સમસ્યા ઊભી થતી નથી.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *