મકાઇ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ખૂબ જ ઉપયોગી ફાયદા, જાણો વધુ માહિતી…
મકાઈ એ એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે તેના દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. સ્નેક્સમાં કોર્ન, જેને ભુટ્ટા કે મકાઇ કહેવાય છે તે સૌથી સારો વિકલ્પ છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર કોર્નનું સેવન કરવાથી તમે ઘણી બીમારીથી બચી શકો છો. આ ઉપરાંત તેનાથી તમારું વજન પણ ઘટે છે. જો તમે ઇચ્છો તો મકાઇને શેકી કે બાફીને પણ ખાઇ શકો છો. મકાઇમાંથી શરીરને અનેક પોષકતત્ત્વો મળે છે.
જો તમે વજન વધારવા ઇચ્છતા હો તો દિવસમાં ત્રણ વાર તેનું સેવન કરો. જો વજન ઘટાડવા ઇચ્છતા હો તો મકાઇને બ્રેકફાસ્ટમાં ખાઓ. કેલ્શિયમ અને પોષકતત્ત્વોથી ભરપૂર મકાઇ હાડકાં મજબૂત બનાવે છે. જો તમે હાડકાં મજબૂત બનાવવા ઇચ્છતા હો તો કોર્નનું સેવન કરો. મકાઇના દાણાનું સેવન આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, તેમાં રહેલ કેરોટોનોઇડ અને વિટાિમન-એ આંખોની દરેક સમસ્યા દૂર કરે છે.
મકાઇમાં વિટાિમન-સી, કેરોટોનોઇડ અને ફાઇબર હોય છે. તે શરીરના કોલેસ્ટ્રોલને ઘટાડી રક્ત કોશિકાઓને સાફ કરે છે. આ સાથે હૃદયને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે. તે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. મકાઇનું સેવન કરવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત બને છે. મકાઇના દાણામાં શરીરના ઇમ્યુન સેલ્સને મજબૂત બનાવવાની તાકાત રહેલી છે.
એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવેનોઇડના ગુણોથી ભરપૂર મકાઇ કેન્સર જેવી ગંભીર બીમારીના ખતરાને ઘટાડે છે, તેમાં રહેલ ફેરુલિક એસિડ બ્રેસ્ટ કેન્સર થતાં બચાવે છે. મકાઇમાં એિન્ટઓક્સિડન્ટ હોય છે, જે ત્વચાને નિખારે છે. આ સાથે તે સ્કિન પિગ્મેન્ટેશન જેવી સમસ્યાને પણ અનેકગણી ઘટાડે છે.
મકાઈ એક એવી વસ્તુ છે કે જેને સર્વશ્રેષ્ઠ નાસ્તો કહી શકાય છે. તેના દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ નાસ્તામાં ઉપયોગમાં લઇ શકાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે મકાઈને ઘણા લોકો શેકીને ખાવાનું પસંદ કરતા હોય છે અથવા તો તેને બાફીને ખાવાનું પસંદ કરતા હોય છે. જ્યારે ઘણા લોકો તેના દ્વારા બનાવવામાં આવતા પોપકોર્ન ખાવાનું પસંદ કરતા હોય છે. મકાઇમાં વિટામીન એ, બી અને ઇ નું ભરપૂર પ્રમાણ હોય છે. આ ઉપરાંત તેમાં ખનિજનું પણ પૂરતું પ્રમાણ હોય છે.અને તેમાં રહેલા ફાયબર પાચનક્રિયાને સારી બનાવે છે અને ફાઇટોકેમિકલ્સ ઘણા પ્રકારની બિમારીઓથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.