માત્ર 2 દાણા દૂધ સાથે રોજ સાંજે ખાવાથી અનેક બિમારીઓ થાય છે દૂર, જાણો તેની વધુ માહિતી…

ગોખરૂ નુ આયુર્વેદમાં ખુબ જ મહત્વ છે. ગોખરું જે લોકોને બાળક ન થતા હોય તો સ્ત્રી અને પુરુષ બંને માટે ખુબ જ ઉપયોગી છે. માટે વંધ્યત્વનો ઈલાજ આ ગોખરું છે. ગોખરૂ દ્વારા બીજા અનેક રોગોને પણ દુર કરી શકાય છે. માટે આયુર્વેદમાં અગત્યની ઔષધિઓમાં ગોખરુનો સમાવેશ થાય છે.

પૃથ્વી પર વેલની જેમ ફેલાનારો અને છોડ સ્વરૂપે થતો આ છોડ બે પ્રજાતિમાં જોવા મળે છે. જેમાં નાનું ગોખરું અને મોટું ગોખરું એમ બે પ્રકારના ગોખરું જોવા મળે છે. નાના ગોખ્રુના પાંદડા ચણાના પાંદડા જેવા હોય છે. તેના પર પીળા રંગના ફૂલ આવે છે. મોટા ગોખરૂમાં પાંદડા મોટા હોય છે અને તે ઉપર તરફ ઉઠેલા હોય છે. તેના ફળોને ગોખરું કહેવામાં આવે છે. જે ચાર કાંટા વાળા હોય છે. સુકાવા પર તે ધરતી પર પડી જાય છે. તેના કાંટા સખ્ત થઈ જાય છે અને ખુલ્લા પગે પસાર થનારા લોકોને પગમાં ખુંપી જાય છે.

ગોખરુંનો ઉપયોગ કરવાની રીત: મોટાભાગની સમસ્યામાં ગોખરુંના ચૂર્ણનો ઉપયોગ થાય છે. આ ચૂર્ણ બનાવવા માટે સુકાયેલા ગોખરૂના બીજ લાવીને તેને ઘરે તડકામાં સુકાવા દેવા. થોડા સુકાઈ ગયા હોય તો તે ભેજ વિહીન બની જાય છે, ત્યારે તેને કોઈ ખાંડી શકાય તેવા પથ્થર કે ઓજાર વડે ખાંડી તેનું તેનો પાવડર બનાવી ભૂકો કરી લેવો. આ ભૂકાને યોગ્ય ચારણી વડે છાળી લઈને તેને ભેજ વગરના કાચના વાસણમાં મૂકી સાચવી લેવા અને જયારે જરૂર જણાય ત્યારે તેને ઉપયોગમાં લઈ શકાય છે.

આજે માર્કેટમાં ગોખરૂ ખુબ જ ઉપયોગી હોવાથી સીરપ, ચૂર્ણ, પાવડર, ટેબ્લેટ, ગોળી સ્વરૂપે ઉપલબ્ધ મળે છે. ગોખરૂ શક્તિવર્ધક, શીતળ, મધૂર, મૂત્રશોધક અને વીર્ય વર્ધક હોય છે. ગોખરુંનો ખુબ જ ઉપયોગી ભાગ તેના ફળ છે. અમે આ લેખમાં ગોખરૂના ફાયદાઓ વિશે જણાવીએ છીએ.

વીર્યવર્ધક: ગોખરૂનો પ્રયોગ ધાતુ દુર્બળતા માટે ખુબ જ કારગર છે. ગોખરૂ, શતાવરી, નાગબલા, ખરેટી, અશ્વગંધા વગેરેને સરખા ભાગે લઈને વાટીને, ખાંડીને કપડાથી ગાળીને દરરોજ એક નાની ચમચી ચૂર્ણ, દૂધ સાથે લેવું. તેનું સેવન ધાતુ ક્ષીણતાની સમસ્યાની રામબાણ ઔષધી છે. 41 દીવસ સુધી ગોખરૂના આ ચૂર્ણનું સેવન કરવાથી વીર્યમાં વધારો થાય છે અને સંભોગ શક્તિ વધે છે.

શરદી- ઉધરસ અને કફ: ગોખરુંની તાસીર ગરમ હોય છે, ઠંડીની ઋતુમાં ગોખરૂના સેવનથી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. જે કફનો નાશ કરે છે. ગોખરુઉ સેવન કરવાથી કફ નીકળી જાય છે અને શરદીના વાયરસનો પણ નાશ કરે છે જેના પરિણામે શરદી અને ઉધરસ મટે છે. ફેફસા સ્વચ્છ રહેવાથી આ બીમારી મટે છે.

શારીરિક કમજોરી: ગોખરું પુરુષોમાં પ્રજનન અંગોમાં મજબૂતી લાવે છે. વાંઝપણ દૂર કરે છે. શુક્રકોષની ગુણવત્તા વધારે છે. તે પ્રજનન સમસ્યા માટે ઉપયોગી છે, જે લોકોને શારીરિક કમજોરી અનુભવાઈ તેવા લોકોએ ગોખરૂનું સેવન કરવું જોઈએ. આ માટે તમે ચણા, ગોખરૂનો રસ કે ચૂર્ણ અને મીશ્રીને બરાબર માત્રામાં લઈને મિશ્રણ બનાવી શકાય છે. ચણાને 24 કલાક ગોખરુના રસમાં ભેળવી દેવું. જયારે ચણા રસથી ભરાઈ જાય ત્યારે તેને છાયડે સસુકાવી લેવા. સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવીને 1 ચમચી ચૂર્ણ દૂધ સાથે સવારે અને સાંજે લેવાથી સંભોગ સંબંધી સમસ્યાઓ ઠીક થઈ જાય છે.

કીડની: ગોખરૂ કીડનીની બીમારીના માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આયુર્વેદ તેને કીડનીના માટે સફળ ઔષધી માનવામાં આવે છે. ગોખરુનો ઉકાળો કીડની માટે રામબાણ ઔષધી છે. આ કિડનીના ઇલાજમાં તેના મૂળ અને બીજનો ઉપયોગ કરવામાં આવે છે. ગોખરૂના બીજ પાણીમાં ઉકાળીને ગાળીને સવારે ખાલી પેટ એક કપ પીવાથી તેમજ રાત્રે સુતા પહેલા એક કપ પાણીમાં પીવાથી લાભ પહોંચે છે અને કિડનીની તકલીફ મટે છે. આ પીધા બાદ એક કલાક સુધી કછુ ખાવું નહિ.

મૂત્રમાર્ગનો રોગ-ગોનોરિયા: ગોખરૂના પાંદડા લીલા પાંદડા 10 ગ્રામ કાકડીના બીજ, કાળા મરી 2 થી 3, તેને વાટીને સારી રીતે ઘૂંટી લો. તેમજ તેને પાણી સાથે થોડા દિવસ સુધી પીવાથી ગોનોરિયા રોગ ઠીક થઈ જાય છે. આ એક મૂત્ર માર્ગનો રોગ છે. જે શારીરિક સંબંધો દ્વારા થાય છે.

પેશાબના રોગ: ગોખરૂના બીજનો ઉકાળો દરરોજ પીવાથી પેશાબના રોગો ઠીક થઇ જાય છે. આ ગોખરૂનો ઉકાળો પીવાથી પેશાબ ખુલીને આવે છે અને સ્વપ્ન દોષની સમસ્યા પણ મટે છે. ગોખરૂ ખાસ કરીને પેશાબ અને પ્રજનન અંગો સાથે જોડાયેલી તમામ સમસ્યામાં ઉપયોગી છે.

મૂત્ર પ્રણાલીમાં ઉપયોગી: ગોખરૂ મૂત્ર પ્રણાલી માટે કાયાકલ્પ જડીબુટ્ટીના સ્વરૂપમાં માનવામાં આવે છે, ગોખરુમાં એન્ટીલીથીયેટિક ગુણ હોય છે. જેના કારણે તે મૂત્ર સ્વસ્થ પ્રવાહને બનાવી રાખે છે તેમજ મૂત્ર માર્ગ સંબંધિત બીમારીઓને ઓછી કરે છે.

ગોખરૂ મૂત્ર પ્રણાલીને સશક્ત કરીને તેને દરેક પ્રકારના વિકારથી બચાવે છે. તે મૂત્રવર્ધક છે અને પેશાબમાં કરતે સમય બળતરા અને દર્દથી રાહત અપાવે છે. તે તે પેશાબના સંક્રમણ, મૂત્રાશયનો સોજો, મૂત્ર પથરી, વગેરે પ્રણાલી વિકારો માટે ખુબ જ લાભદાયક છે. તે મુત્રાશય ને કીડનીને સાફ કરીએ બધા જ વિકારોને દુર ભગાવે છે.

ચામડીના માટે: ગોખરૂ ચામડી સંબંધિત ઘણી પરેશાનીઓને ઠીક કરવામાં ઉપયોગી છે. ગોખરું ચામડીને સાફ રાખે છે તેમજ ચામડી સંબંધિત વિકારોને દૂર રાખે છે. તે ચામડીમાં બળતરા, સોજો અને ખંજવાળ વગેરેથી રાહત અપાવે છે અને કીટાણુંનો નાશ કરે છે. આ સાથે ગોખરૂની મદદથી કરચલીઓ અને ઘડપણના લક્ષણોને દુર કર શકાય છે.

સાંધાનો સોજો: ગોખરૂમાં સાંધાનો દુખાવો અને દર્દ તેમજ સોજાને ઓછો કરનારા ગુણ હોય છે. જેના કારણે તે સોજા ને કારણે થનારું દર્દ અને સોજાથી રાહત અપાવે છે. જે માંસ પેશીઓ જકડાઈ ગઈ હોય તો તેને પણ ઠીક કરે છે.

વાની બીમારીમાં ઉપયોગી: ગોખરું સાંધાનો દુખાવો અને સોજાને ઓછો કરવા માટે ઉપયોગી છે. તે ગતિશીલતામાં સુધારો કર છે, ગોખરૂનો ઉપયોગ વાના રોગમાં ઉપયોગી છે. ખાસ કરીને તે ગાંઠોના વામાં ઉપયોગી છે. તે બીમારી માટે પ્રાકૃતિક ઈલાજ છે. ગોખરૂમાં માંશપેશીઓને આરામ આપનારા ગુણ હોય છે. તેનો ઉપયોગ સાંધાના દર્દ અને માંસપેશીના દર્દને ઓછું કરવા માટે કરવામાં આવે છે. સાથે તે સોજાને પણ મટાડે છે.

ટેસ્ટોસ્ટેરોન વધારવા: આ છોડ પુરુષોમાં પુરુષના હોર્મોન વધારવા માટે ઉપયોગી છે. તે કામઇચ્છા, સંભોગ વિકાર વગેરે રોગને દુર કરવા માટે ઉપયોગી છે. પ્રજનન ક્ષમતા વધારવા માટે તે એક જડીબુટ્ટીની જેમ કાર્ય કરે છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં પ્રજનન અંતસ્ત્રાવ છે.

એક્ઝીમાં: એક્ઝીમાંના કારણે જયારે ચામડી પર ખંજવાળ આવવા લાગે છે ત્યારે ગોખરૂ ખુબ જ ઉપયોગી છે. એક્ઝીમાં એક ઈન્ફ્લેમેટ્રી ચામડીની સમસ્યામાં આવે છે. જયારે ગોખરુંના ફળમાં એન્ટી ઇન્ફલેમેટ્રી ગુણ હોય છે જે એક્ઝીંમાંના જોખમને ઘટાડે છે.

પથરી: કીડનીની બીમારી એક સામાન્ય અને ઘણા લોકોમાં અવારનવાર જોવા મળતી બીમારી છે. ગોખરૂમાં પથરીનો નાશ કરવાના અને તેના ઇલાજ કરવાના ગુણ હોય છે. આ છોડને આયુર્વેદમાં રીટેન્શન, તાવ અને કીડનીની પથરીમાં ઉપયોગ કરવામાં આવે છે.

સાઈટીકા: ગોખરુંમાં સોજા વિરુધી ગુણ હોય છે, તે દર્દને ઓછું કરવાના પણ ગુણ ધરાવે છે. માટે સાઈટીકાને કારણે આવેલા સોજા અને દર્દ ઉત્પન્ન થાય છે તો ગોખરૂના ઉપયોગથી દર્દ અને સોજાને મટાડી શકાય છે. આ સાથે તે માંસપેશીઓની જકડાટને પણ દૂર કરી શકે છે અને ગતિશીલતામાં સુધારો કરે છે.

હ્રદય બીમારી: ગોખરૂનું સેવન હ્રદયથી જોડાયેલી બીમારીઓ દૂર કરવામાં મદદગાર થાય છે. તે લોહી માં કોલેસ્ટ્રોલ, લોહીમાં સુગર અને બીપીની સમસ્યાને દૂર કરે છે. તે વ્યક્તિને નિયમિત સેવન કરવાથી હ્રદય રોગનું જોખમ પણ ઘટે છે.

દમ અમે અસ્થમા: દમના રોગમાં ગોખરૂના ફળનો ગર્ભ 2 ગ્રામ ચૂર્ણ, 2 થી 3 સુકા અંજીર સાથે દિવસમાં સવાર, બપોર અને સાંજે એક અઠવાડિયા સુધી સેવન કરવાથી સામાન્ય દમનો રોગ મટી જાય છે. આ ગરમ સ્વભાવની તાસીર ને લીધે તે કફને દુર કરવામાં ઉપયોગી છે.

પાચન શક્તિ: પાચનશક્તિમાં ગોખરૂના 100 ગ્રામ ઉકાળામાં પીપળનું 5 ગ્રામ ચૂર્ણનો મિક્સ કરીને પીવાથી પાચન શક્તિ મજબુત થાય છે. સાથે પેટની તમામ પ્રકારની બીમારીઓમાં પણ તે લાભદાયક થાય છે. આ રીતે કબજિયાત, ઝાડા, આફરો વગેરે બીમારીમાં પણ ઉપયોગી છે.

ગર્ભાશય સમસ્યા: કોઈ કારણસર ગર્ભાશયમાં દુખાવો થઇ રહ્યો હોય તેવી સ્ત્રીઓ માટે ગોખરૂ શ્રેષ્ઠ ઉપચાર છે. 5 ગ્રામ ગોખરૂના ફળ અને 5 ગ્રામ કાળી કિશમિશ અને 2 ગ્રામ જેઠીમધ આ ત્રણેય ઔષધિઓ લઈંને તેને વાટીને સાંજે સેવન કરવાથી ગર્ભાશયમાં દુખાવામાં રાહત થાય છે.

ગર્ભધારણ: ગોખરું એક ઉત્તેજક ઔષધી તરીકે કામ કરે છે જેના લીધે સંભોગ ઈચ્છા વધે છે. જેના લીધે વીર્યની માત્રા પણ વધે છે અને તેની ગુણવતામાં પણ સુધારો થાય છે. આ જડીબુટ્ટી તરીકે યૌન અંગમાં પણ લોહીના પ્રવાહનો સંચાલિત કરે છે. જેનાથી શરીરમાં હોર્મોન્સમાં પણ વધારો થાય છે અને હોર્મોન્સ નિર્માણ કરતા અંગોને પણ સક્રિય કરે છે. આ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં સરખી રીતે લાભ આઈ છે જેના લીધે ગર્ભ રહેવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે.

તાવ: ગોખરુનું સેવન તાવની બીમારીમાં ખુબ જ ફાયદાકારક છે. 15 ગ્રામ ગોખરુનું પંચાંગને 250 મિલી પાણીમાં ગરમ કરીને તેનો ઉકાળો બનાવીને દિવસમાં ચાર વખત પીવાથી તાવથી રાહત મળે છે. આ સિવાય તેના 2 ગ્રામ ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી તાવ જલ્દીથી મટી જાય છે.

આંખના રોગમાં આંખ પર ગોખરુંનો તાજો સ લગાવવાથી આંખની બીમારીઓ મટે છે. ગળાનો સોજો, પેઢાનો સોજો, ગળામાંથી દુર્ગંધ વગેરેમાં ગોખરૂને ઉકાળીને કોગળા કરવાથી મટી જાય છે. ગોખરુનું સેવન કરવાથી નપુસંકતા અને સ્વપ્ન દોષની બીમારી મટે છે. ગોખરુંનું સેવન કરવાથી ગર્ભાશયમાં રહેલો પ્રસુતિ બાદનો કચરો બહાર નીકળી જાય છે.

ગોખરૂમાં સેપોનીનની માત્રા હોય છે જેનાથી એન્ટી ડીપ્રેસેન્ટ અને એન્જિયોલાઈટિક ગુણ હોય છે. જે ચિંતા અને તણાવને દૂર કરવામાં લાભકારી છે. જેથી માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી છે. ગોખરું મગજના રોગો મટાડે છે. ગોખરૂનું સેવન લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત રાખે છે અને ડાયાબીટીસના ખતરાને ઘટાડે છે.

ગોખરૂનો ઉકાળો પીવાથી પાચન શક્તિ વધે છે. ગોખ્રૂના ઉકાળાને ઘાવ જે જખમ પર લગાવવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે. ગોખરૂને આંખોના રોગો માટે ખુબ જ પણ ખુબ જ ઉપયોગી છે. તેના બીજના સેવનથી ઉકાળાને રાત્રી સુતા પહેલા પીવાથી મુત્ર કે પેશાબ સાથે જોડાયેલી સમસ્યા દુર થાય છે. ગોખરુને શરીરને મજબુત રાખવામાં મદદ કરે છે.

આમ, ગોખરું સ્ત્રીઓ અને પુરુષન માટે શારીરિક સંબંધોની તમામ બીમારીઓ માટે ઉપયોગી છે. ગોખરૂના સેવનથી આ ઉપરોક્ત રોગોમાંથી કાબુ મેળવી શકાય છે. જે આયુર્વેદિક ઔષધી હોવાથી ખુબ જ પ્રભાવશાળી રીતે કુદરતી તેના પ્રભાવથી ઉપરોક્ત રોગોમાં ઉપયોગી થાય છે. આશા રાખીએ કે ગોખરૂના આ ઔષધીય ગુણો વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *