જરૂર કરતા વધારે બ્રેડ બટર ખાવાથી સ્વાસ્થ ને થાય ખૂબ જ ગંભીર નુકશાન, જાણી લો નહિ તો પસ્તાસો…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અનેક લોકો સવારે અથવા સાંજે દરરોજ માટે નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરતા હોય છે. તેઓ ટોસ્ટ અથવા તો સેન્ડવિચ તૈયાર કરી લે છે. અનેક લોકો માખણ સાથે સવાર સવારમાં બ્રેડ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે, ખરેખર બ્રેડ ખાવાથી શું-શું નુકસાન થાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે બ્રેડ ખાવાથી થતા નુકસાન.જો તમે સફેદ બ્રેડ ખાઓ છો તો તે મેંદાની બનેલી હોય છે કે જે આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. પાચન સાથે જોડાયેલી સમસ્યા પણ થઇ શકે છે. બ્રેડમાં સોડિયમ વધારે માત્રામાં હોય છે. એટલાં માટે આ બ્લડ પ્રેશર અને હ્રદયના દર્દીઓ માટે બ્રેડ ખાવી એ હિતાવહ નથી. જો સતત તેનું સેવન કરશો તો તમને આ બીમારી થઇ શકે છે.

વર્કઆઉટ કર્યા બાદ બ્રેડ ખાવાથી શરીરમાં કૈલોરીની માત્રા પણ વધી જાય છે.બ્રેડ શુગર લેવલ પણ વધારી દે છે. એવામાં ડાયાબિટીઝના દર્દીઓઓ બ્રેડ ખાવાથી બચવું જોઇએ.સફેદ બ્રેડમાં સેચ્યુરેટેડ અને ટ્રાન્સફેટ હોય છે કે જે શરીરમાં સીબમનું અધિક માત્રામાં ઉત્પાદન કરે છે. તેના કારણે બ્રેડ ખાવાથી ખીલ થવાની પણ સંભાવના રહેલી છે. આ સાથે તેમાં ઉપલબ્ધ સ્ટાર્ચ દાંતોમાં સડો પણ પેદા કરે છે.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરન્ટ (CSE)ના રિપોર્ટ અનુસાર વધારે બ્રેડ ખાવાથી કેન્સરનો ખતરો રહે છે. પણ આ ખતરો ફક્ત કેન્સર પૂરતો સીમિત નથી. ખાસ કરીને વ્હાઇટ બ્રેડમાં અનેક એવી ચીજો હોય છે જે તમારી હેલ્થને નુકશાન કરી શકે છે.આજે અમે બ્રેડના આવા જ કેટલાક ફેક્ટ્સ તમારા માટે લાવ્યા છીએ. જેનાથી તમે આશ્ચર્યમાં મૂકાશો અને સાથે તેને જાણ્યા પછી તેને ખાવાનું અવોઇડ પણ કરશો.જો તમને પણ રોજ બ્રેડ ખાવાની આદત છે તો તમે તેને આજથી જ બદલી દો તે જરૂરી છે.હાર્ટ પર અસર.વ્હાઇટ બ્રેડમાં પ્રોટીન, વિટામિન અને ફાઇબર હોતું નથી. તેમાં સોડિયમ વધારે હોય છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ થઇ શકે છે.

વજન પર અસર.બ્રેડમાં શુગર વધારે હોય છે. જે લોકો રોજ બ્રેડ ખાય છે, તેમાં તેને ખાવાથી મેદસ્વીતા વધે છે. લિવર પર અસર.મોટાભાગની બ્રેડ મેંદાથી બને છે. મેંદો આંતરડામાં ચોંટી જાય છે, તેનાથી પેપ્ટિક અલ્સર કે લિવર ડેમેજ થવાની સંભાવના રહે છે.નર્વસ સિસ્ટમ પર અસર.વ્હાઇટ બ્રેડને સફેદ બનાવવા બ્લિચિંગ એજન્ટ નાંખવામાં આવે છે. તેમાં ક્લોરિનનું પ્રમાણ વધારે હોય છે.

દાંત પર અસર.તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી દાંત ખરાબ થઇ શકે છે.પેટ પર અસર.બ્રેડમાં ગ્લૂટેનનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી પેટ દર્દ, ડાયરિયા જેવી સમસ્યા થઇ શકે છે.શુગર લેવલ પર અસર.તેમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. તેનાથી બોડીનું શુગર લેવલ વધે છે અને ડાયાબિટિસની સમસ્યા થઇ શકે છે.

સ્કિન પર અસર.વ્હાઇટ બ્રેડમાંના સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ્સ બોડીમાં સીબમ પ્રોડ્યુસ થાય છે તેનાથી સ્કિન ખરાબ થઇ શકે છે.ડાઇજેશન પર અસર.તેમાં પોટેશિયમ આયોડેટનું પ્રમાણ વધારે હોય છે. વધારે બ્રેડ ખાવાથી પેટ દર્દ અને ઉલ્ટીઓ થઇ શકે છે. બોડી સેલ્સ પર અસર.બ્રેડમાં પોટેશિયમ બ્રોમેટનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી બોડી સેલ્સને નુકશાન થાય છે અને કેન્સર થઇ શકે છે.

સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે વ્હાઈટ બ્રેડ.ડોક્ટર્સના મતે, વ્હાઈટ બ્રેડમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વ્હાઈટ બ્રેડ એટલે કે સફેદ બ્રેડ સામાન્ય રીતે મેંદામાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં ઘણા બ્લીચિંગ એજન્ટ્સ જેવા કે પોટેશિયમ બ્રોમેટ, એમોડિકાર્બોનામાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. જે બોડીના સેલ્સને નુકસાન પહોંચાડે છે અને જેનાથી કેન્સર પણ થઈ શકે છે. બ્રેડ પ્રોસેસિંગ દરમિયાન તેના પોષકતત્વોનો નાશ થઈ જાય છે, ફાયબર ઘટી જાય છે. જેના કારણે પાચન ધીમે થાય છે અને કબજીયાત થઈ શકે છે.

તેમા હોય છે વધારે ફેટ.વ્હાઈટ બ્રેડમાં વધારે ફેટ હોય છે. જો તમે વધારે પ્રમાણમાં ખાશો તો તમારું વજન વધશે તે ચોક્કસ છે. તેમાં વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેડ, સોડિયમ અને ગ્લૂટેન હોય છે જેનાથી શરીરમાં કેટલીય બિમારીઓ આવી શકે છે. તેને ખાધા બાદ બ્લડ સુગર લેવલ અને ઈંસુલિન ઝડપથી વધે છે અને થોડા સમય બાદ એકદમ નીચે આવી જાય છે. જેથી બોડીમાં એનર્જી લેવલ ઘટી જાય છે.

થઈ શકે છે આ બિમારીઓ.વ્હાઈટ બ્રેડ મેંદા માંથી બને છે. મેંદો આંતરડાઓમાં ચોંટી જાય છે જેનાથી પેપ્ટિક અલ્સર અથવા લિવર ડેમેજ થવાની સંભાવના રહે છે. બ્રેડમાં ગ્લૂટેનની માત્રા વધારે હોવાથી પેટમાં દુખાવો, ડાયરિયા પણ થઈ શકે છે. વ્હાઈટ બ્રેડમાં સેચુરેટેડ અને ટ્રાંસ ફેટ્સથી સ્કિન ખરાબ થઈ શકે છે.વ્હાઈટ નહીં આ બ્રેડ ખાવ.હોલ ગ્રેન બ્રેડઃ હોલ ગ્રેન બ્રેડ એટલેકે મિક્સ અનાજથી બનેલી બ્રેડમાં વિટામિન અને મિનરલ્સ મોટાપ્રમાણમાં હોય છે જે શરીરને સારું રાખવા માટે જરૂરી છે. જેમાં ફાયબર પણ વધારે હોય છે અને પાચન ક્રિયા સારી રીતે થાય છે અને વજન ઘટાડવામાં પણ સહાયતા મળે છે.

હોલ વીટ બ્રેડમાં ચોકર હોય છે.આ બ્રેડ ઘઉંમાંથી બનાવવામાં આવે છે તેની સાછે ચોકર પણ હોય છે. ફાયબરના વધુ વજનને નિયત્રિત કરવામાં સહાયતા મળે છે. વિટામિન બી,ઈ,ફોસ્પોરસ, આયરન અને ઝિંક હોય છે.જે માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદા કારક રહે છે.પોષક તત્વોથી ભરપૂર હોય છે મલ્ટીગ્રેન બ્રેડ.મલ્ટીગ્રેન બ્રેડમાં ઓટ્સ, જવ, જવાર, અળસી અને અન્ય ઘણા અનાજ હોય છે. જે પોષક તત્વો અને ફાયબરથી ભરપૂર હોય છે. જો તમને બ્રેડ ખાવાનો શોખ હોય તો હોલ ગ્રેન બ્રેડ અને મલ્ટીગ્રેન બ્રેડ સારો વિકલ્પ છે.

કેલરીનું ધ્યાન રાખો.બ્રેડમાં કેલરીની માત્રા વધારે હોય છે. વ્હાઈટ બ્રેડની એક સ્લાઈસમાં 75 કેલરી, બ્રાઉન બ્રેડની એક સ્લાઈસમાં 73 કેલરી અને મલ્ટીગ્રેનની એક સ્લાઈડમાં 69 કેલરી હોય છે. યુરોપિયન કોંગ્રેસ ઓન ઓબેસિટીમાં રજૂ કરેલા એક રીસર્ચપેપરમાં રોજ 3 સ્લાઈસથી વધુ વાઈટ બ્રેડ ખાવાથી વજન વધવાની શક્યતા 40% સુધી વધી જાય છે. અન્ય એક રીસર્ચ મુજબ વાઈટ બ્રેડ વધુ ખાવાથી ટાઈપ-2 ડાયાબીટીસનું જોખમ પણ વધી જાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *