ફણગાવેલા કઠોળ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

કાચા ખાદ્ય પદાર્થમાં સૌથી પૌષ્ટિક અને ગુણકારી ફણગાવેલ કઠોળ હોય છે. જે સરળતાથી પચી પણ જાય છે. ફણગાવેલા ધ્રોળ તૈયાર રાખવાથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. પાચન શક્તિની તકલીફવાળા દર્દીઓ માટે તો આ સંજીવની છે. કોઈપણ લીલા અનાજ ભલે તે વટાણા, ચણા કે મગ હોય પણ તે સુકા અનાજના પ્રમાણમાં વધુ ફાયદાકારક હોય છે એટલે કે કુદરતી ઉપચારકોના મતે અનાજ | લણવાની પહેલા લીલા હોય

ત્યારે જ ખોરાકમાં લેવાથી ફાયદાકારક સાબિત થયેલું છે. અનાજને અંકુરીત કરવાથી તેમાં પુનઃ તાજગી અને પૌષ્ટિકતા આવી જાય છે.વાસ્તવમાં કાચા અનાજ અને કઠોળમાં તેના પોષકતત્વો સુષુપ્તાવસ્થામાં હોય છે જે પાણીમાં ક્લાકો સુધી પલાળવાથી પુનઃ જાગૃત થાય છે અને તેમાં પૌષ્ટિકતા ઘણી ઝડપથી વધે છે. ઉપરાંત અંકુરીત અનાજમાં એક વિશિષ્ટ સ્વાદ હોય છે. અનાજ ફણગાવવાથી તેમાં જુદા જુદા વિટામિનોની માત્રામાં અનેક ણો વધારો થાય છે. કઠોળ તથા વિવિધ દાળોમાં વિટામિન-સી નથી હોતુ પરંતુ ફણગાવવાની પ્રક્રિયા દરમિયાન વિટામિન-એ, ઈ અને કેતો વધે જ છે. પણ સૌથી વધારે વિટામિન-બી કોમ્લેક્ષ જે ત્રણ થી દશ ગણા વધે છે જેમાં મુખ્યત્વે વિટામિન-બી અને ફોલિક એસિડ હોય છે.

ફણગાવેલા કઠોળ કે અનાજમાં બધા જ પોખક્તત્ત્વો ક્રિયાશીલ હોય છે તેથી શક્તિનું સ્તર વધે છે અને જુદા જુદા એન્ઝાઈમ્સ પણ સક્રિય હોવાથી પાચનક્રિયા સરળ થઈ જાય છે. આપણે જે કાંઈ ખાઈએ છીએ તેમાં રહેલા પ્રોટીનને એમિનો એસિડમાં રૂપાંતર થવામાં પેટને ત્રણ થી પાંચ કલાક લાગે છે. જ્યારે ફણગાવવાથી પ્રક્રિયમાં પ્રોટીન આપ મેળે જ એમિનો એસિડમાં રૂપાંતરિત થઈ જાય છે. આથી પાચનની ક્ષિામાં મહેનત અને શક્તિ બચી જાય છે. એવી જ રીતે ફણગાવ્યા દરમિયાન કાર્બોહાઈડ્રેટસ પોતાના અંતિમ અંશે વિભિન્ન પ્રકારની સાકર (સુકોઝ, લૂકોઝ, ફ્રુક્ટોઝ) માં વહેંચાઈ જાય છે જેથી ફણગાવેલા કઠોળમાં મીઠાશ હોય છે.

કઠોળ પચીને ખોરાકમાંથી ફેટી એસિડમાં પરિવર્તન પામે છે. ખનીજ તત્વો વધારે પડતા પાચનશીલ હોવાથી અંતિમ અંશમાં ફેરવવા માટે પાંચનતંત્રને વધારે કાર્ય કરવું પડે છે. ફણગાવેલા અનાજને પચાવવા માટે પાચનતંત્રને અડધુ કાર્ય કરવું પડે છે. અંકુરીત અનાજમાં થતી રાસાયણિક અને ભૌતિક ફેરફારને કારણે ખોરાક પચી શકે છે. આથી પેટ અને મનને ભાર લાગતો નથી.

જે અનાજ કે કઠોળને અંકુરીત (ફણગાવવાનું) કરવાનું હોય તેને ચોખ્ખા પાણીથી ધોઈ કાઢો. પછી તેને ઋતુ પ્રમાણે ૧૦ થી ૧૨ કલાક કે તેથી વધુ સમય પાણીમાં પલાળી રાખવું. ત્યારબાદ તે કઠોળને ચોખ્ખા કપડામાં બાંધીને લટકાવી દેવું. ઉનાળામાં થોડી થોડી વારે તે કાપડ પર પાણી છાંટવું જેથી ભેજ જળવાઈ રહે. આમ ઋતુ પ્રમાણે બે થી ત્રણ | દિવસમાં કઠોળ ફણગાઈ જાય છે. ફણગાવેલ અનાજ કઠોળને ર થી ૪ મિનિટ માટે તડકામાં રાખવાથી તેના પોષક્તત્ત્વો વધી જાય છે.

ફણગાવેલા અનાજ કે કઠોળમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટસ તેમજ ખનીજ તત્ત્વો વિપુલ પ્રમાણમાં હોવાથી તે સૌથી વધુ પૌષ્ટિક છે. ઉપરાંત અનાજને ફણગાવવાથી તેમાં રહેલા હાનિકારક એસિડ નાશ પામે છે. દા.ત. સાયટ્રિક એસિડ જે અનાજના ખનીજતત્વો પર જામેલ હોય છે. અનાજ ખાવાથી તે ખનીજતત્વો શરીરને મળતા નથી પરંતુ ફણગાવવાની પ્રક્રિયાથી એસિડ નાશ પામવાને કારણે શરીર સહેલાઈથી ખનીજતત્વો શોષી લે છે.

ફણગાવેલ અનાજ કાચુ ખાવું વધુ ફાયદાકારક છે જેનાથી કબજીયાત દૂર થાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે કારણ કે તેમાં રેસા હોય છે. જે લોકો વજન ઉતારવા માગતા હોય તેમના માટે ફણગાવેલ કઠોળ શ્રેષ્ઠ છે કારણ કે તે પૌષ્ટિક છે પણ કેલરી ઘણી જ ઓછી છે. ફણગાવેલ કઠોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં રહેલ ઝેરી તત્વો જેવા કે યુરિક એસિડ જે જરૂર કરતા વધુ પ્રમાણમાં થતા નથી. તેથી મોટી ઉમરે થતી બિમારીઓ નથી થતી. તેનો ઉપયોગ અલ્સર, લોહી જામવું, પાંડુરોગ વગેરે રોગોમાં દવાના જેવું કામ કરે છે. ફણગાવેલ કઠોળ પેટ અને મનને ભાર લાગતો નથી.

જે અનાજ કે કઠોળને અંકુરીત (ફણગાવવાનું) કરવાનું હોય તેને ચોખ્ખા પાણીથી ધોઈ કાઢો. પછી તેને ઋતુ પ્રમાણે ૧૦ થી ૧૨ કલાક કે તેથી વધુ સમય પાણીમાં પલાળી રાખવું. ત્યારબાદ તે કઠોળને ચોખ્ખા કપડામાં બાંધીને લટકાવી દેવું. ઉનાળામાં થોડી થોડી વારે તે કાપડ પર પાણી છાંટવું જેથી ભેજ જળવાઈ રહે. આમ ઋતુ પ્રમાણે બે થી ત્રણ | દિવસમાં કઠોળ ફણગાઈ જાય છે. ફણગાવેલ અનાજ કઠોળને ર થી ૪ મિનિટ માટે તડકામાં રાખવાથી તેના પોષક્તત્ત્વો વધી જાય છે.

ફણગાવેલા અનાજ કે કઠોળમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટસ તેમજ ખનીજ તત્ત્વો વિપુલ પ્રમાણમાં હોવાથી તે સૌથી વધુ પૌષ્ટિક છે. ઉપરાંત અનાજને ફણગાવવાથી તેમાં રહેલા હાનિકારક એસિડ નાશ પામે છે. દા.ત. સાયટ્રિક એસિડ જે અનાજના ખનીજતત્વો પર જામેલ હોય છે. અનાજ ખાવાથી તે ખનીજતત્વો શરીરને મળતા નથી પરંતુ ફણગાવવાની પ્રક્રિયાથી એસિડ નાશ પામવાને કારણે શરીર સહેલાઈથી ખનીજતત્વો શોષી લે છે. ફણગાવેલ અનાજ કાચુ ખાવું વધુ ફાયદાકારક છે જેનાથી કબજીયાત દૂર થાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે કારણ કે તેમાં રેસા હોય છે.

જે લોકો વજન ઉતારવા માગતા હોય તેમના માટે ફણગાવેલ કઠોળ શ્રેષ્ઠ છે કારણ કે તે પૌષ્ટિક છે પણ કેલરી ઘણી જ ઓછી છે. ફણગાવેલ કઠોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં રહેલ ઝેરી તત્વો જેવા કે યુરિક એસિડ જે જરૂર કરતા વધુ પ્રમાણમાં થતા નથી. તેથી મોટી ઉમરે થતી બિમારીઓ નથી થતી. તેનો ઉપયોગ અલ્સર, લોહી જામવું, પાંડુરોગ વગેરે રોગોમાં દવાના જેવું કામ કરે છે. ફણગાવેલ કઠોળ નાના બાળકથી મોટી ઉંમરના સ્ત્રી પુરુષો માટે ઉત્તમ છે. તેમાંય ફણગાવેલા મગ તો અમૃત સમાન છે.

ફણગાવેલ કઠોળ કાચા ખાવા અથવા સામાન્ય બાફીને ખાવા જોઈએ કારણ કે વધારે રાંધવાથી તેમાં રહેલા વિટામિનો પ% જેટલા નાશ પામે છે. ફણગાવેલ કઠોળને ખૂબ ચાવીને ખાવા જોઈએ, નહી તો ગેસ થઈ શકે છે. તંદુરસ્ત જીવન જીવવું હોય તો આજથી જ આપણા આહારમાં ફણગાવેલ કઠોળ કે અનાજનો ઉપયોગ કરવો જોઈએ.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *