શિયાળામા આ પાક ખાવાથી પેટની દરેક સમસ્યા મિનિટોમાં થશે દૂર
કોરોના ફાળ વચ્ચે ઘરે જ બનાવોઆદુપાક , પેટની સમસ્યા મિનિટોમાં થશે દૂર બાદુનો ઉપયોગ ખાસ કરીને આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે . આદુ સ્વાથ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે .
રોજ જમ્યા પેહલા આદુનો રસકે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે . તેથી આ કોરોના કાળ અને શિયાળામાં જો આદુની વાનગી દરરોજ ખાવામાં આવે તો સ્વાથ્ય સારુ રહે છે . તો ચાલો જોઇ લઇએ…
ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાથ્યવર્ધક આદુ પાક બનાવવાની રીત પર . સામગ્રી : ૨૫૦ ગ્રામ આદુ , ૧૫૦ ગ્રામ ગોળ , ૨ ચમચી ઘી , ૪-૫ ચમચી કાજુ બદામ પિસ્તાની કતરણ બનાવવાની રીતઃ આદુની છોલી – ધોઈને એકદમ ઝીણું સમારી લેવું . તમે તેને છીણી પણ શકો છો .
એક વાસણમાં ઘી મૂકી આદુને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું . ત્યારબાદ તેમાં ગોળ નાખવો . ગોળ ઓગળીને પરપોટા થવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લેવું . તેમાં સમારેલાં કાજુ , બદામ નાખી ભેળવી લેવું . તેને ઠારીને ચોસલાં અથવા લાડુ વાળી લેવી . તૈયાર છે આદુ પાક.
નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.