આ એક ઝાડનો દરેક ભાગમાં છે ઔષધી ગુણ ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓને જડમૂળથી કરે છે દૂર…
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કદંબનું ઝાડ આયુર્વેદ માટે ખુબ લાભકારક છે. આ ઝાડને દેવનું વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષનો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે કરવામાં આવે છે. આ વૃક્ષની એક ખાસિયત છે કે તેના પાન મોટા અને તેનું ફળ લીબું જેવડું હોય છે. કદંબ ઔષધીય ગુણધર્મમાં ખુબ પ્રખ્યાત છે. ભારતના સુગંધી ફૂલોમાં કદંબના ફૂલનું ખુબ મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણના તે પ્રિય ફૂલો હતા. પ્રાચીન કાળમાં આ ફૂલનો ઉલેખ થયો છે. આ કદંબના અસંખ્ય ગુણોમાં તેના અસંખ્ય ફાયદાઓં પણ રહેલા છે. તો ચાલો હવે તેના ફાયદા વિષે જાણીએ.ક્યારેક આપણે અખો દિવસ કામ કરવાથી આંખોમાં દુખવો થાય છે ત્યારે કદંબની ડાળીની છાલને પીસી તેને આંખની ચારે બાજુ લાગવાથી દુખાવામાં રાહત થશે. જે લોકોને ચાંદી પડવાનું પ્રમાણ વધુ હોય તેને કદંબનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી મોમાં થતા રોગમાં ફાયદો થશે. તાવ આવ્યો હોય ત્યારે પાંચ તુલસીના પાન સાથે પાંચ ગ્રામ કદંબની છાલ મિક્સ કરી તેનો ઉકાળો બનાવીને પીવાથી થોડા દિવસમાં તાવ મટી જશે. કદંબ બેક્ટેરિયાથી થતાં વિવિધ ચેપની સારવાર માટે પણ ખુબ ઉપયોગી છે. તેનાથી પાચનતંત્ર અને હાડકા મજબુત બને છે.
તેના ફૂલ નો ઉપયોગ ડાયાબિટીસના દર્દીની સારવાર માટે પણ થાય છે. તાવ આવ્યો હોય ત્યારે પાંચ તુલસીના પાન સાથે પાંચ ગ્રામ કદંબની છાલ ને મેળવીને ઉકાળો બનાવવો અને આ ઉકાળનું સેવન થોડા દિવસ નિયમિત કરવું. આવું કરવાથી તાવ ખુબ જ ઝડપથી સારો થઈ જાય છે. કદંબ બેક્ટેરિયાથી થતાં વિવિધ ચેપની સારવાર માટે પણ વાપરી શકાય છે. જેના કારણે પાચનતંત્ર, નર્વસ સિસ્ટમ, હાડકાની વગેરે સારવાર થઈ શકે છે. કદંબ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ નું સ્તર ઘટાડવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ કોઈ પણ રોગથી થતા ચેપને તે દુર કરે છે.તેના પાન અને છાલના રસમાં ફંગલ વિરોધી ગુણધર્મો હોય છે જે ખૂબ ફાયદાકારક છે. પેશાબ કરતી વખતે થતી પીડામાં પણ કદંબ ખુબ ઉપયોગી છે. જો ઉધરસ આવતી હોય ત્યારે પણ કદંબનું સેવન કરવાથી રાહત મળે છે. તેની છાલનો ૫-૧૦ મિલી ઉકાળો પીવાથી ઉધરસ અને કફમાં ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી માતાના દુધમાં વધારો થાય છે. તે સંધિવા, સ્નાયુઓની જડતા જેવી આરોગ્યની સ્થતિમાં તે ખુબ ફાયદાકારક છે. તેમાં ક્વેર્સિટિન, ડેડઝિન, સિલિમરિન, એપિજિનિન અને જેનિસ્ટિન જેવા ફ્લેવોનોઇડ્સ ના ગુણધર્મો રહેલા છે જે હાડકાની સમસ્યાઓને લીધે શરીરમાં થતા દર્દ ને દૂર કરે છે.
કદંબના ફૂલ શરીરની નબળાઇને દુર કરે છે. પગમા થતી ઈજા અને બળતરામાં પણ તે ખુબ ઉપયોગી છે. તેને લાગવાથી તે ઘાને જલ્દીથી સાજો કરે છે. તેમાં હીલિંગના ગુણધર્મો હોવાથી તે લાગેલા ઘાને ઝડપથી મટાડે છે. પાચનની ક્રિયાને સારી બનાવવા માટે આ એક અસરકારક દવા છે. કદંબનો ઉપયોગ ત્વચાને સબંધિત સમસ્યા દુર કરે છે. તે ઠંડક મેળવવા માટેનો સૌથી સારો ગુણધર્મ છે. તે ચહેરાની બધી સમસ્યાને દુર કરે છે. કદંબ શરીરમાં એન્ટિ-ટ્યુમર પ્રવૃત્તિઓ ઉત્પન્ન કરે છે. કદંબના સેવનથી શરીરમાં ફેલાતા કેન્સરની વૃદ્ધિને ઓછી કરે છે.સંપુર્ણ વયસ્ક કદંબનું વૃક્ષ ઉંચાઈમાં ૪૫ મી. (૧૪૮ ફીટ) જેટલું વધે છે. આ એક મોટા કદનું વૃક્ષ છે તેની પર્ણછત્રી વિશાળ હોય છે અને તેથું થળ સીધું નળાકાર હોય છે. તેનો વ્યાસ ૧૦૦-૧૬૦ સે.મી. જેટલો કે તેથી ઓછો હોય છે. આ વૃક્ષ ઝડપથી ઊગે છે. તેની શાખાઓ ઘણી વિસ્તરે છે અને શરૂઆતના ૬-૮ વર્ષમાં તે ઘણી ઝડપી વૃદ્ધિ ધરાવે છે. તેના પાન ૧૩-૩૨ સે.મી. જેટલા લાંબા હોય છે. વૃક્ષ ૪-૫ વર્ષનું થતા તેમાં ફુલો ઉગવા માંડે છે. કદંબના ફૂલોને મીથી સુગંધ હોય છે. તેમનો રંગ લાલ થી કેસરીયો હોય છે. આ ફુલનો આકાર ગોટા જેવો હોય છે અને તેમનો વ્યાસ ૫.૫ સે.મી. જેટલો હોય છે.
કદંબના ફળમાં નાના, માંસલ કેપ્સ્યુલ્સ નજીક નજીક માં ગોઠવાઈને લગભગ 8000 બીજ ધરાવતા માંસલ પીળા-નારંગી રંગના આખા ફળની રચના કરે છે. પાકતા આના ફળો ફાટી જાય છે અને બીયા પર્યાવરણમાં મુક્ત થાય છે. તેમનું વહન પવન અને વરસાદ દ્વારા થાય છે. કમાન્ડર નામના પતંગિયાની ઈયળ આ વૃક્ષનો પોતાના યજમાન તરીકે વાપરે છે. કદંબના ફળો અને ફૂલો ખોરાક તરીકે સુરક્ષિત હોય છે. આના તાજા પાંદડા ઢોરને ખવડાવી શકાય છે. આના સુગંધી કેસરીયા ફુલો પરાગનયન કીટકોને આકર્ષે છે. આના થડના આડછેદને જોતા તેના બાહ્ય વલયો હળવા પીળાશ પડતા સફેદ રંગનો હોય છે. તેને પ્રકાશમાં ખુલ્લો રાખતા તે બદામી રંગનો બને છે અને તેની કેંદ્રીય વલયોથી તેને જુદો પાડી શકતો નથી.એન. લામર્કીયા નામની કદંબની પ્રજાતિના વૃક્ષનો ઉપયોગ સજાવટના વૃક્ષ તરીકે અને હલકી કક્ષાનું લાકડું તથા કાગળનો માવો મેળવવા માટે થાય છે. આના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ, હળવા બાંધકામ, માવો અને કાગાળ, , ખોખાં અને ક્રેટ્સ, ડગ-આઉટ હોડી (પોલા થડમાંથી બનતી હોડી) અને રાચરચીલા વગેરેમાં થાય છે. કદંબનો માવો સંતોષકારક શુભ્રતા ધરાવે છે અને તેમાંથી હાથે બનાવેલ કાગળ બનાવી શકાય છે. આના લાકડામાં કૃત્રીમ રાળ આદિનું સંયોજ સારી રીતે શક્ય હોય છે જેથી તેની ઘનતા અને દાબ પ્રતિરોધકતા વધારી શકાય છે.આ વૃક્ષના લાકડાનું ઘનત્વ ૨૯૦–૫૬૦ kg/cu m અને પ્રવાહી નું પ્રમાણ ૧૫% હોય છે. આની સપાટી લીસી અને મધ્યમ ખરબચડી હોય છે. તેના દાણા સીધા અને ચમક ઓછી હોય છે. તેમાં કોઈ ગંધ કે સ્વાદ હોતો નથી. હાથ ઓજારો કે યંત્રો દ્વારા કદંબના લાકડા પર સારી રીતે કાર્ય કરી શકાય છે. તેને ખૂબ સફાઈથી કાપી શકાય છે, તે ખૂબ સારી સપાટી આપે છે તેમાં સરળતાથી ખીલા ઠોકી શકાય છે. આનું લાકડું હવામાં ઝડપથી સુકાય છે અને તેના ગુણાધર્મોમાં જાજો ફરક આવતો નથી. ઓપન ટેંક કે પ્રેશર વેક્યુમ સીસ્ટમ વાપરી કદંબના વૃક્ષને સરળતાથી સાચવી શકાય છે.
ઉષ્ણકટિંબંધના ક્ષેત્રોમાં કદંબ વારંવાર ઉગાડાતું વૃક્ષ છે. તેના મૂળની છાલમાંથી પીળો રંગ મેળવવામાં આવે છે. કંદબના ફૂલોમાંથી અત્તર બનાવવામઆં આવે છે. અત્તર એ ચંદનના તેલ પર જલીય નિષ્યંદન પ્રક્રિયા દ્વારા વિવિધ ખુશબો તેમાં શોષીને બનાવાતું સુગંધી પ્રવાહી/તેલ છે. કંદબના ફૂલો પ્રાણીઓ પર હળવી ગર્ભ પ્રતિરોધી અસર કરતા હોવાનું જણાયું છે. કદંબનો અર્ક મેલિઈડોજાઈન ઈનકોજ્ઞીટા નામના વૃક્ષના મૂળ પ્ર આક્રમણ કરનાર પરોપજીવી કૃમિ વિરોધી ગુણધર્મો ધરાવે છે. આની સુકાયેલી છાલ તાવના ઈલાજમાં ને શક્તિવર્ધક પદાર્થ તરીકે વપરાય છે. પાંદડાને સુકવીને બનાવેલો ક્વાથ કોગળા દ્વાર મુખશુદ્ધિ કરવાના પાણીમાં ઉમેરાય છે.આના વૃક્ષોને રસ્તા, ગલીઓની બંને તરફ અને ગામડામાં છાંયડા માટે વાવવામાં આવે છે. પુનઃ જંગલ સ્થાપનાના કાર્યમાં કદાંબન વૃક્ષોનો ઉપયોગ અકરવામાં આવે છે. કદંબના વૃક્ષ પરથી મોટા પ્રમાણમાં પાંદડા અને અન્ય વસ્તુઓ પડે છેને જમ્નીપર પડી કોહવાય છે અને તેથી કદાંબના વૃક્ષની નીચેની જમીનના ગુણધર્મો સુધરે છે. જે તેની માટીના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સુધારે છે. જમીનમાં વધેલા ઓર્ગેનિક કાર્બન, કેશન બદલાવની ક્ષમતા, વધેલા પોષક તત્ત્વો અને બદલીશકાતા આધારથી તે સ્પષ્ટ થાય છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર