દમ અને શ્વાસ ના રોગ ને માત્ર 3 દિવસમાં દૂર કરો આ એક પાનના ઉપયોગથી, જાણો વધુ વિગતો…

દમ અને શ્વાસના રોગ દરેક ઉમરના ઘણા લોકોને થતા હોય છે. આ એક એવો રોગ છે કે જેને આપણે અસ્થમા કે દમથી ઓળખીએ છીએ. આ રોગમાં શ્વાસ ફૂલે છે અને શ્વાસની તકલીફ થાય છે. આ લેખમાં એક ઔષધીય વેલ દ્વારા આ દમના રોગને મટાડવાના ઉપચારો જાણીશું.

ગુજરાતમાં બાપાલાલ વૈધ દ્વારા દમ રોગ જડમૂળમાંથી ખત્મ કરવા માટે દમવેલ નામની વેલના પાંદડાનો પ્રયોગ બતાવવામાં આવ્યો છે. ગુજરાતના ગામડાઓમાં આ વેલને દમવેલ તરીકે ઓળખવામાં આવે છે. આ વેલના પાંદડા આકડાના પાનને મળતા આવે છે. જેમાં આકડાના પાન મોટા હોય છે જ્યારે આકડાના પાન સાઈઝમાં નાના હોય છે. જેના ફૂલ પણ આકડાના ફૂલને મળતા આવે છે. આ માટે આ વેલને અર્ક પત્રીની વેલ પણ કહેવાય છે. આ વેલને લેટીન ભાષામાં ટાઇલોફોરા ઈન્ડીકા તરીકે ઓળખવામાં આવે છે.

શ્વાસના રોગોઓ આ વેલનો ઉપયોગ કરે છે. દમ શ્વાસના દર્દીએ આ વેલના પાંદડાનો માત્ર પાંચ દિવસ સુધી પ્રયોગ કરીને છુટકારો મેળવી શકે છે. આ ઈલાજ માટે દર્દીએ દરરોજ સવારે દમવેલનું એક તાજું પાન ચાવી જવું. પાન સવારે વહેલા ચાર વાગ્યે ઉઠી ચાવી જવું અને સુઈ જવું. આ માટે પથારી નજીક સાંજે પાન તોડીને રાખી શકાય છે.

આ પાન ખાધા ઉપર પાણી કે ચા કંઈપણ વસ્તુ ખાવી નહિ. ચાવીને ખાઈને ફરી પાછું સુઈ જવું. આ પછી સવારે ઉઠીને દરરોજ જે ક્રિયા કે ચા નાસ્તો કરતા હોઈએ એ કરી શકાય છે. આ પાન ખાધા પછી કોઈ તકલીફ પડતી નથી પરંતું બીજી કોઈ વસ્તુ ખાવા પીવામાં આવે તો ઉલટી થવાની શક્યતાઓ છે. સ્વાદમાં કોઈ પણ તકલીફ નથી એટલે સરળતાથી ખાઈ શકાય છે.

આ પ્રયોગ કરવાના હોય તે રાત્રે સાંજે થોડું એરંડિયું તેલ દીવેલ પી જવું. જેનાથી પેટ સાફ થઈ જાય છે અને રીઝલ્ટ ખુબ જ સારું મળે. આ પાન ચાવવાનો પ્રયોગ પાંચ દિવસથી વધારે કરવો નહિ. જો પાંચ દિવસ આ પ્રયોગ કરવાથી લાભ ન મળે તો ત્રણ મહિના પછી ફરી આ પ્રયોગ કરવો.

આ રીતે આ પ્રયોગ સતત પાંચ દિવસ કરવામાં આવે તો ત્રાસ જનક જે દમની શ્વાસની જે તકલીફ છે તે મટી જશે. આ પ્રયોગથી 100 ટકા દમની સમસ્યા મટી જશે. જો જૂનો દમનો રોગ હશે તો વધુ એક વાર આ પ્રયોગ કરવો પડશે. જે ત્રણ મહિનાં બાદ કરવો જેનાથી ચોક્કસ ફાયદો થઇ જશે.

આ પ્રયોગ ચાલુ હોય ત્યારે ત્રણ મહિના સુધી ખાંડ, દહી જેવો ભારે ખોરાક ન લેવો. કેળા, શીખંડ, માંસાહાર, મીઠાઈ જેવું કાઈ ન લેવું. ગરમાગરમ તાજો અને સુપાચ્ય હોય તેવો ખોરાક લેવો. આ પ્રયોગથી 100 ટકા રીઝલ્ટ મળશે. આ આમળાં આયુર્વેદ દ્વારા અને નિષ્ણાત વૈધ દ્વારા સંશોધન કરવામાં આવેલો પ્રયોગ છે. ગુજરાતમાં બાપાલાલ વૈધ આ દમ વેલનો પ્રયોગ ઘણા લોકો પર કરીને સારું પરિણામ મેળવ્યું છે. આ વેલ આપણી આજુબાજુના વિસ્તારમાં મળી રહે છે.

આ પ્રયોગ સાથે પરેજીનું પાલન કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળે છે. આ વેલ દ્વારા દમના રોગમાં દર્દીની ઉમર અને સ્વાસ્થ્ય અને તાસીર આધારિત પરિણામ મળે છે.

મેડીકલ સંશોધન અનુસાર દમવેલમાં એવા ઔષધીય તત્વ મળી આવે છે જે અસ્થમાના ઇલાજમાં લાભકારી છે, આ છોડના પાંદડા એક કફ કાઢવાની દવાના રૂપમાં કાર્ય કરે છે અને તે ફેફસાના ઉત્તકોમાં જમાં વધારાના કફથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

તે એક એન્ટી બેક્ટેરીયલ એજેંટના રૂપમાં કાર્ય કરે છે અને ફેફસાના સંક્રમણને ઠીક કરે કે. ફેફસાના સંક્રમણ અસ્થમાને વધારી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે. આ માટે જે લોકો આ બીમારીથી પીડિત છે, જેને અસ્થમાના હુમલાને રોકવામાં નિયમિત રૂપથી બે થી ત્રણ દમવેલના પાંદડાનું સેવન કરવું જોઈએ. આ પાંદડાનો ઉપયોગ ચા બનાવવા માટે કરી શકાય છે.

અસ્થમાથી પીડિત બાળકો માટે આ જડીબુટ્ટીનું સેવન ખુબ જ લાભકારી હોય છે. લગભગ ચોથા ભાગના દમવેલના પાંદડાનો રસને ચમચી મધમાં મિક્સ કરી લેવો. આ મિશ્રણને અસ્થમાથી પીડિત બાળકોને ખવરાવવો. આ પછી એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવું.

દમવેલ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આ જડીબુટ્ટીથી અસ્થમા સિવાય અન્ય લાભ પણ છે. આ શ્વસન માર્ગ જેવા બ્રોકાઈટીસ અને કાલીખાંસીના ઈલાજમાં ઉપયોગી છે. એક કલીનીક ટેસ્ટ અનુસાર સવારે ખાલી પેટ દમવેલના તાજા પાંદડાને ચાવવાથી શ્વસન રોગોના લક્ષણોથી રાહત મેળવવામાં મદદ મળી શકે છે.

આ જડીબુટ્ટીના સેવનથી 3 થી 4 અઠવાડિયાની અંદર શ્વસન રોગોના લક્ષણોમાં સુધારો દેખાવા માંડે કે. આ એક જડીબુટ્ટી કફનો નાશ કરીને ગળાને બંધ અને છાતીને ખોલવામાં લાભકારી છે. દમવેલના બે તાજા પાંદડા, તુલસીના પાંદડા, લવિંગ અને આદું લો. આ બધી વસ્તુઓને મિક્સ કરીને ઉકાળો તૈયાર કરો. આ પછી આ ઉકાળાને ગાળી લો. આ ઉકાળો શરદી અને ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે.

દમવેલબ નિયમિત રૂપથી સેવનથી તમારા ઉર્જાના સ્તરને વધારવામાં મદદ મળે છે. તેનો ઉપયોગ વયસ્કો અને બાળકોને સહનશક્તિને વધારવા માટે કરી શકાય છે સાથે તે એક જડીબુટ્ટી છે જે શારીરિક કાર્યોને કરવાની ક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે.

દમવેલનો સાયનસથી પીડિત દર્દીઓ દ્રારા પણ ઉપયોગ કરી શકાય છે. કારણ કે તેનું સેવન સાયનસના લક્ષણો જેવા કે માથાનો દુખાવો, બંધ નાક અને વહેતું નાક વગેરેને ઓછું કરવામાં મદદ કરે છે.

દમવેલના મૂળ પાચનને સ્વસ્થ અને બેહતર રાખવામાં ઉપયોગી છે. આ છોડના સુકા પાંદડા ખાસ કરીને એક એમેટિકના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. જેના કારણે આ જડીબુટ્ટી અપચોનો ઈલાજ કરવામાં મદદ કરે છે.

આ જડીબુટ્ટ પેટની સામગ્રીને બહાર કાઢવા સાથે સાથે શરીરથી ઝેરીલા પદાર્થોથી છુટકારો અપાવવામાં પણ લાભકારી છે. આ સિવાય આ જડીબુટ્ટીનો ઉપ્યોફ અપચાના લક્ષણો જેવા કે ઝાડા, પેટમાં દર્દ વગેરેના ઇલાજમાં ઉપયોગી છે.

આમ, આ દમવેલ શ્વાસ દમ કે અસ્થમાના દર્દીઓ માટે રામબાણ ઔષધી છે. આ દમવેલનો પ્રયોગ કરવાથી દમના રોગમાંથી 100 ટકા છુટકારો મળે છે. આ વેલ સરળતાથી બધી જ જગ્યાએ મળી રહેતી વેલ હોવાથી તેનો પ્રયોગ કરવામાં પણ કોઈ ખર્ચ કરવાની પણ જરૂરીયાત રહેતી નથી. અમે આશા રાખીએ કે આ દમવેલ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *