માત્ર 5 રૂપિયામાં પીઠ પરના ખીલ અને ડાઘ રાતોરાત દૂર કરો ,પછી ક્યારેય બીજીવાર આ સમસ્યા જોવા નહીં મળે અજમાવી જુવો આ ઘરેલુ ઉપચાર 

આજના યુગમાં દરેક લોકોને સુંદર દેખાવું હોય છે. સુંદર દેખાવા માટે લોકો મોંઘીદાટ પ્રોડક્ટ કેમિકલવાળી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત આ કેમિકલનો ઉપયોગ કરવાને કારણે પણ ખીલની પરેશાની થઇ શકે છે. મોટાભાગે ચહેરા પર ખીલ થતા હોય છે. પરંતુ ઘણી વખત કેટલીક છોકરીઓને પીઠ પર પણ ખીલ થાય છે.

ચહેરા પરના ખીલ દૂર કરવા માટે ઘણા ધ્યાન આપે છે. પરંતુ ઘણી વખત પીઠ પર ખીલ ના ડાઘ રહી જાય છે. અને ઘણી વખત ખૂબ જ ખરાબ લાગે છે. અને તે આપણે જોઈ શકતા નથી પણ બીજા લોકો માટે તો તે બહુ જ ખરાબ લાગે છે.પીઠ પર ખીલ મોટાભાગે હોર્મોનલ ચેન્જીસ ના કારણે થાય છે. એટલે ઘણી વખત આખી પીઠ પર ખીલ થાય છે. અને પછી ડાઘા રહી જતાં હોય છે.

પીઠ પર ખીલ થવાના મુખ્ય કારણમાં માનસિક તણાવ, અનિયમિત માસિક ધર્મ, વધારે પડતા ગરમ મસાલાનું સેવનના કારણે પીઠ પર ખીલ થઈ શકે છે. અત્યારના યુગમાં દરેક લોકો બજારુ ખાણીપીણીથી ટેવાઈ ગયા હોય છે. અને ઘણીવાર બજારો ખાણીપીણીને કારણે ચહેરા કરતાં પણ પીઠ પર વધારે ખીલ જોવા મળે છે.

આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવવાના છીએ જેના કારણે તમે પીઠ પરના ખીલ અને ખીલના ડાઘા ને દુર કરી શકશો. મુલતાની માટીમાં દહીં મેળવીને એક પેસ્ટ તૈયાર કરો અને પીઠ પર લગાવો. આ લગાવવાથી પીઠ પરના ડાઘ દૂર થશે. આ ઉપરાંત પીઠ પરના ડાઘા છૂપાવવા માટે કન્સીલર નો ઉપયોગ પણ કરી શકો છો. જેનાથી ખીલ અને ડાઘા દૂર થઈ જશે. આ ઉપરાંત અત્યારના સમયમાં દરેક લોકોને જંક ફૂડ ખાવાનો ખૂબ જ ગમતો હોય છે.

પરંતુ જો તમને પીઠ પરના ખીલથી છુટકારો મેળવવા માંગતા હોય તો જંક ફૂડ ખાવાનું ટાળો. ડુંગળીના લીધે ખીલ ડાઘા સ્કિન પર નિશાન પણ જતા રહેશે. અને ફરીથી ખીલ પણ નહીં થાય. ડુંગળીમાં એન્ટીવાયરલ અને એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જેના કારણે ખીલના ડાઘા દૂર કરવા માટે ડુંગળી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. આ માટે સફેદ ડુંગળી લઇ તેને ક્રશ કરી તેનો રસ કાઢો. અને તેમાં બે ટીપા લીંબૂ અને બે ટીપા મધ મિક્સ કરો. ત્યારબાદ આપ આ પેસ્ટને પીઠ પર લગાવો. 15-20 મિનિટ સુધી રહેવા દઈ પાણીથી ધોઈ લો. ધીમે ધીમે આ પીઠ પરના ડાઘા દૂર થઈ જશે.

આ ઉપરાંત કાકડી પણ ત્વચાને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ત્વચા પર રહેલી અશુદ્ધિઓ દૂર કરવા માટે કાકડીના રસને નિયમિત લગાવવામાં આવે તો ખીલ ગાયબ થઈ જાય છે. આ ઉપરાંત જાયફળનો ઉપયોગ પણ પીઠ પરના ખીલના ડાઘા દૂર કરવા માટે થઈ શકે છે. તો સૌ પ્રથમ એક જાયફળ લો અને તેનો પાવડર બનાવો. ત્યારબાદ એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિક્સ કરો. આ પેસ્ટને ખીલ થયા હોય ત્યાં લગાવો અને ત્યાર પછી પાણીથી ધોઈ લો. માત્ર ૧૦ દિવસમાં જ ખીલના ડાઘા ગાયબ થઇ જશે.

આ ઉપરાંત ગુલાબ જળ અને લીંબુ મિક્સ કરી તેમાં થોડું ગ્લિસરીન એડ કરો. ત્યારબાદ રાતે સુતા પહેલા પીઠ પર લગાવો. સવારના સમયે તેને બરાબર સાબુથી ધોઈ લેવું આ આ ઉપાય કરવાથી તરત જ ફરક દેખાશે. આ ઉપરાંત ટમેટા અને ડુંગળીની પેસ્ટ બનાવી તેને પીઠ પર લગાવી અડધા કલાક સુધી રહેવા દેવું. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ લેવાથી પીઠ પરના ડાઘા ગાયબ થઇ જશે.

પીઠના ડાઘ દૂર કરવા માટે સંતરાની છાલ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સંતરાની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી તેમાં એક ચમચી હળદર અને એક ચમચી મધ મિક્ષ કરીને પીઠ પર લગાવી. ત્યારબાદ ૧૦ મિનિટ સુધી રહેવા દઈને ઠંડા પાણીથી ધોઈ લેવાથી માત્ર પાંચ દિવસમાં જ પીઠ પરના ખીલના ડાઘ દૂર થઈ જાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *