માત્ર 7 જ દિવસમાં મેળવો સાંધાના દુખાવાથી છૂટકારો,જાણો તેના ઉપાયો…

સાંધાનો દુખાવો થવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા મોટે ભાગે વડીલોમાં જોવા મળતી હોય છે. આજે ખોરાક અને જીવન શૈલીનાં ફેરફારને કારણે નાની ઉમરના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા થવાના ભૌતિક અને રસાયણિક કારણો એમાં જૈવિક ક્રિયાનો પણ ભાગ ભજવે છે.

આજના ભોજનમાં જીવાતોથી રક્ષણ મેળવવા માટે ઘણા પ્રકારની દવાઓ દરેક પ્રકારના શાકભાજીમાં અને અનાજોમાં ચાટવામાં આવે છે જેના લીધે આપણા શરીરમાં આવી ઝેરી દવાઓ પ્રવેશી જાય છે જેન લીધે આવી અસરો કરે છે. જેમાં વાનો પ્રકોપ પણ વધે છે. જેનાથી શરીરમાં દુખાવાઓ થાય છે.

સાંધાના દુખાવો થવા માટે શરીરમાં વધેલા વાયુનું પ્રમાણ, શરીરમાં અંગોમાં ક્યારેક થયેલી ઈજા કે શરીરમાં કાચો આમ વધે જેવા કારણોસર શરીરમાં આ પ્રકારે સાંધામાં દુખાવો થાય છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં આ સમસ્યાનો દવાઓથી કોઈ કાયમી ઈલાજ નથી, જયારે આયુર્વેદ આ સમસ્યાને જડમૂળમાંથી મટાડી શકે છે.

આ આર્ટીકલમાં અમે તમને સાંધાના દુખાવાનો દેશી, ઘરગથ્થું અને એક દમ સ્ટીક ઈલાજ બતાવી રહ્યા છીએ. આ ઉપાય જેને સાંધાનો દુખાવો હોય તેના માટેનો એકદમ દેશી અને ખુબ જ અસરકારક આ ઉપાય છે. અમે આ આર્ટીકલ માં કેએવી વનસ્પતિ વિશે બતાવી રહ્યા છીએ જે સાંધાના દુખાવા માટે એકદમ રામબાણ વનસ્પતિ છે.

આ વનસ્પતિન પાન ગમે તેવો સાંધાનો દુખાવો હોય તેને મટાડી દે છે. ઘણા બધા આયુર્વેદનાં ગ્રંથોમાં અને પુસ્તકોમાં બતાવ્યું છે કે આ વનસ્પતિના પાન છે તે 40 વર્ષ જુનો સાંધાનો દુખાવો હોય તો એ પણ મટાડી દે છે.

આજકાલ સાંધાના દુખાવાની સમસ્યા દીવસેને દિવસે વધતી જાય છે. ખાસ કરીને જોઈએ તો વડીલો હોય કે મોટી ઉમરના લોકો હોય કે જેની ઉમર 60 વર્ષથી વધારે હોય, કે જેને સીનીયર સિટીજન કહેવામાં આવે છે. આવા લોકોમાં સાંધાના દ્દુખાવાની સમસ્યા જોવા મળે તે સામાન્ય બાબત છે. પરંતુ હાલમાં 30 થી 40 વર્ષના અથવા 30 વર્ષથી ઓછી ઉમરના લોકોના શરીરમાં પણ સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે.

ખાસ કરીને સૌ પ્રથમ બધા લોકોને ગોઠણના દુખાવાની સમસ્યા જોવા મળતી હોય છે. આ સિવાય કમરનો દુખાવો હોય, કોણીનો દુખાવો હોય, ખંભાનો દુખાવો હોય. આમાં મુખ્યત્વે કમરનો દુખાવો અને ગોઠણનો દુખાવો આમાં વધારે પરેશાન કરી રહ્યો છે.

જે લોકોને સાંધાના દુખવાની સમસ્યા થઈ હોય, ખાસ કરીને વડીલોને ખબર હોય છે કે આ સમસ્યા કેટલી કષ્ટદાયક છે અને પીદાદાયક છે. ઉમર વધવાની સાથે સાંધાના દુખાવા થવા સામાન્ય બાબત છે. કારણ કે ઉમર વધવાથી જે હાડકાના સાંધા હોય એમાંથી જે કેમિકલ હોય એ ઘટી જાય અને જેના લીધે સાંધાનો દુખાવો થઈ શકે છે.

પરંતુ નાની ઉમરમાં સાંધાનો દુખાવો થવો એ ગંભીર બાબત છે. આ જે કઈપણ કારણોને લીધે સાંધાનો દુખાવો થાય છે તેના માટેનો એકદમ સરળ ઉપયોગી અને એકદમ અસરકારક ઉપાય વિશે આ આર્ટીકલમાં અમે જણાવી કે જેનાથી આ સાંધાના દુખાવામાં તમને ખુબ જ ફાયદો થશે.

આ માટે તમારે એક એવી વનસ્પતિના પાનની જરૂર પડશે. આ પાનની તમે ચટણી બનાવીને તેનો એક ઉપાય કરવાનો છે. જે રામબાણ ઉપાય સાબિત થાય છે. અમે જે પાન વિશે તમને બતાવી રહ્યા છે જે પાનની વનસ્પતિનું નામ છે પારિજાત.

આ પારીજાત પ્રાચીન મંદિરોના પ્રાંગણમાં કે બાગ બગીચાઓમાં જોવા મળે છે. પારિજાતનો છોડ એક એવો છોડ છે જે સાંધાના દુખાવા માટે લાખો રૂપિયાની દવા કામ નથી કરતી જેમાં આ પારિજાતના પાન કામ કરે છે.

આ પ્રયોગ અનુભવ સિદ્ધ પ્રયોગ છે અને ઘણા લોકો પર અખતરો કરીને સાબિત થયેલો પ્રયોગ છે. જેમાંથી ખબ અસરકારક અને ચોક્કસ પરિણામ મળે છે અને આ પ્રયોગ કરવાથી સાંધાના દુખાવા મટી જાય છે. ધીરજથી આ ઉપાય કરો અને આ ઉપાય ચાલુ રાખો તો 100 ટકા સાંધાના દુખાવા છે તે મટી જાય છે અને અદભૂત પરિણામ જોવા મળે છે.

આ ઉપાય કરવા માટે પારિજાતના 7 પાંદડા લેવા અને આ 7 પાન લઈને ત્રણ કપ જેટલું પાણી લેવું. આ પાણીની અંદર આ પાન વાટીને કે મિક્સરમાં ચટણી કરીને તેને પાણીમાં નાખી દેવી. આવી રીતે આ ચટણીને દોઢ ગ્લાસ પાણીમાં રાખીને ઢાકી દેવી. સવારે રાખી દો અને આ જે ચટણી છે તેને રાત્રે સૂતી વખતે આ પાણીના ઉકાળી લેવું.

આ પાણીમાંથી ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે તેને ચૂલા ઉપરથી ઉતારી લેવું. આ પાણી ઉતારી લીધા બાદ તેને થોડું ઠંડું દવા દેવું. આવી જ રીતે રાત્રે પણ કરવું. રાત્રે ચટણી બનાવીને ઢાંકીને દોઢ ગ્લાસ પાણીમાં રાખી દેવી. આ ચટણીને સવારે ઉકાળીને સવારે જે ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે તેને ગાળીને પી લેવું.

આ રીતે દિવસમાં બે વખત પારિજાતના 7-7 પાન લાવીને તેની ચટણી બનાવીને તેનો ઉકાળો તમારે પીવો. તમે 10 થી 15 દિવસ સુધી આ ઉપાય કરશો તો એટલે સાંધાના દુખાવા છે તેમાં અદભૂત પરિણામ આવશે.

આ પ્રયોગ કરશો એટલે તમે પોતે જ તેના ફાયદાઓ અનુભવવા લાગશો. તમે અદ્ભુત ફાયદો જાની શકતો કે કેટલું સચોટ પરિણામ આપે છે. માટે તમે એકવાર આ ઉપાય જરૂર કરશો ચોક્કસ અને 100 ટકા પરિણામ મળશે.

આ પારીજાત આપણે ત્યાં વર્ષોથી કે પ્રાચીન રામાયણ- મહાભારત કાળથી જ આ વનસ્પતિ જોવા મળે છે. જેના ફાયદાઓ પણ અદ્ભુત છે માટે ઋષિમુનિઓએ આ છોડ વિશે આયુર્વેદિક ગ્રંથોમાં ભરપુર વખાણ કર્યા છે. જેથી આજ દિન સુધી આ વનસ્પતિ એક ઔષધીના રૂપમાં સચવાઈ સચવાઈ રહી છે.

આમ, આ પારીજાત નામની વનસ્પતિનો ઉપયોગ સાંધાના દુખાવામાં ખુબ જ અસરકારક છે. આ વનસ્પતિ એક જડીબુટ્ટી તરીકે શરીરમાં કોઇપણ પ્રકારની આડઅસર વગર જ ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે તમે અથવા તમારા પરિવારમાંથી જે કોઈને સાંધાની તકલીફ હોય તો આ વનસ્પતિનો ઉપયોગ જરૂર કરશો અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મેળવશો.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *