નાક માંથી પડતું પાણી, જુની શરદી કફ ને માત્ર 2 જ દિવસમાં દૂર કરો, જાણો તેના ઉપાયો…

ખાસ કરીને ચોમાંચાની ઋતુની શરૂઆતમાં વારંવાર કોઈ કારણસર વારંવાર પલળવાથી, ભીંજાયેલા રહેવાથી કે ભીના કપડા રહેવાથી બીમારીઓમાં શરદી અને ઉધરસની બીમારીઓ લાગુ પડે છે. આ બીમારીનો સમયઅસર ઈલાજ કરવો જરૂરી છે નહિતર સ્થિતિ વણસી જાય તો પછી સ્મસ્યા કાબુ બહાર જતી રહે છે જેના લીધે વધારે મુશ્કેલી સર્જાય શકે છે.

અમે અહિયાં આવી શરદી ઉધરસનો ખુબ જ અસરકારક ઘરેલું ઉપચાર બતાવી રહ્યા છીએ જેનાથી કોઇપણ દવા લીધા વગર જ આ શરદી અને ઉધરસને મટાડી શકશો અને સાથે કોઇપણ આડઅસરથી પણ નહિ થાય.

કબાબ ચીની: ચીની ક્બાબ કાળા મરીને મળતા જ આવે છે, પરંતુ તેનો સ્વાદ તીખો હોતો નથી, જે દેશી ઓસડીયા વાળાની દુકાનેથી મળી રહે છે. જે લોકોને શરદી થઇ હોય તેને દરરોજ 15 થી 20 દાણા કબાબ ચીની લઈને તેને એક કપ જેટલા પાણીની અંદર પલાળી દેવા. સવારે આ કબાબ ચીનીને બરાબર ચોળી નાખવા. જેમાંથી જેટલા ચોળાઈ શકે એટલા ચોળી નાખવા અને પછી ગાળીને આ પાણી પી જવું. અને વધેલા ચીની ક્બાબને ફેકી દેવાના.

અને બીજા દિવસે ફરી પાછા નવા કબાબ ચીની લઈને એનો પ્રયોગ કરવો. કબાબ ચીનીનો ઈલાજ 15 થી 20 દિવસ સુધી કરવાથી શરદી અને ઉધરસ જડમૂળમાંથી નાબુદ થાય છે. સાથે નાકમાંથી પાણી પડવાની સમસ્યા અને પથરીની સમસ્યા ચોક્કસ મટે છે. સાથે હ્રદય રોગમાં પણ ફાયદો થાય છે.

કાળા મરી: કાળા મરીના ચૂર્ણને મધ સાથે ચાટવાથી કફમાં આરામ મળે છે. અને નાકથી વહેતું પાણી બંધ થાય છે. અડધી ચમચી કાળા મરીને મધ સાથે ચાટવાથી કફમાં આરામ મળે છે તેમજ કાળા મરી ચૂર્ણ અને એક ચમચી મિશ્રી ભેળવીને એક ગ્લાસ ગરમ દુધમાં ભેળવીને દિવસમાં બે વખત પીવાથી આ રોગ જલ્દી મટે છે.

અજમા: 10 ગ્રામ હળદર અને અજમાને લઈને એક કપ પાણીમાં નાખીને પકાવી લો. આ ઉપાય ઘરેલું ઉપચાર તરીકે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે પાણી અડધું રહી જાય ત્યારે તેમાં થોડોક ગોળ ભેળવીને પીવો જોઈએ. તેનાથી ક્ફમાં જલ્દી આરામ મળશે. અને નાકથી વહેતું પાણી પણ બંધ થઇ જાય છે.

આદું: કફ યુક્ત ખાંસીમાં દુધમાં આદું ઉકાળીને પીવો. આદુના રસમાં મધ ભેળવીને ચાટવાથી કફમાં આરામ મળે છે. 1 થી 2 આદુના નાના ટુકડા અને 2 કાળા મરી, 4 લવિંગ અને 5 થી 7 તુલસીના તાજા પાંદડા વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે તે ઉકળીને અડધા થઇ જાય ત્યારે તેમાં એક ચમચી મધ ભેળવીને પીવો. આદુના નાના નાના ટુકડાને દેશી ઘીમાં શેકીને દિવસમાં ૩ થી 4 વખત વાટીને ખાઓ. તેનાથી નાકમાંથી પાણી નીકળતું બંધ થાય છે.

તુલસી: શરદી, ઉધરસ અને કફ થવા પર તુલસી અમૃત સમાન કાર્ય કરે છે. ઉધરસ અને કફ થવા પર તુલસીના 5 થી 7 પાંદડા વાટીને તેનો ઉકાળો બનાવી લો અને આ ઉકાળાનું સેવન કરો. નાક બંધ થવાના સમયે તેની મંજરીઓને રૂમાલમાં સુંઘવાથી નાક ખુલી જાય છે. નાના બાળકોને કફ થાય ત્યારે 6 થી 7 ટીપા આદુના અને તુલસીના રસમાં મધ ભેળવીને ચાટો. તે નાક ખોલવામાં અને વહેતા નાકને બંધ કરવામાં ખુબજ ઉપયોગી છે.

દહી: એક કપ દહી લઈને તેને ભોજન પહેલા કે ભોજન બાદ દહી ખાઈ શકાય છે. દિવસમાં એકથી બે કપ દહી ખાવાથી શરદી અને ઉધરસથી તેમજ કફથી રાહત મેળવી શકાય છે. દહીંમાં પ્રોબાયોટીક્સ નામના માઈક્રો ઓર્ગેનીજ્મ હોય છે. જે શરદી તેમજ ફ્લુના સંક્રમણની અસરને ઘટાડે છે. માટે આપણને ઘણા લોકો શરદી કે ઉધરસમાં ખાટી વસ્તુ ખાવાની મનાઈ કરતા હોય છે, પરંતુ તે ખાટા ગુણ જ આ બીમારીને મટાડે છે. પરતું આ ઈલાજ મેડીકલ દવા લેતી વખતે ન કરવો જોઈએ.

આમળા: આમળા એક મજબુત ઈમ્યુંનોમોડ્યુલેટર હોય છે. તેમાં ઘણી બીમારીઓ દુર કરવાના અને તેમજ તેની સામે લડવાની ક્ષમતા ધરાવે છે. નિયમિત રૂપથી આમળા ખાવાથી શરીરને યોગ્ય બેનિફિટ મળે છે. તે લીવર અને અને લોહીના સંક્રમણથી પણ બચાવે છે. જેના લીધે શરદી અને ઉધરસ તેમાજ કફ દુર થાય છે.

ડુંગળીનો રસ: ડુંગળીનું સેવન રસ કાઢીને પણ કરી શકાય છે. ડુંગળીનો રસ કાઢીને સેવન કરવાથી શરદી, ઉધરસ અને કફનો ઈલાજ થઈ શકે છે. ડુંગળીમાં રહેલી કુદરતી ગરમી કફને દુર કરે છે, અને શરીરમાં ગરમી પ્રદાન કરે છે જેથી શરદીના વાયરસનો નાશ થાય છે.

ડુંગળી: એક ડુંગળી અને બે ચમચી મધ લઈને તેમાંથી ડુંગળીને ફોલીને તેને ટુકડામાં કાપી લો. જ્યારે ડુંગળીના ટુકડા પર તે ઢંકાઈ જાય તેટલું નાખો. આ પછી એયર ટાઈટ ડબ્બામાં બંધ કરીને રાત્રિભર રાખી દો. આગળના સવારે આ ટુકડાને ખાઓ. દરરોજ આ ડુંગળીના ટુકડાને ખાવાથી કફ અને શરદી અને ઉધરસ વગેરેની સમસ્યા દુર રહે છે. તમે ડુંગળી અને મધ પણ ખાઈ શકાય છે.

ડુંગળીની નાસ-વરાળ: શરદી અને ઉધરસનો દેશી ઈલાજ તરીકે ડુંગળીની વરાળનો ઉપયોગ કરી શકાય છે. બે ગ્લાસ પાણીમાં ડુંગળીને કાપીને તેના ટુકડા કરીને ઉકાળવા દીધા બાદ તેની વરાળ નાક અને મોઢામાંથી લેવાથી નાક ખુલે છે અને ફેફસાં અને નાકથી શ્વાસ નળી અને ફેફસા સુધીનો કફ ઓગળીને બહાર નીકળે છે અને તેમાં રહેલા વાયરસનો નાશ થાય છે જેથી શરદી અને ઉધરસ તેમજ કફ મટે છે.

લસણ: લસણમાં એલીસીન નામનું રસાયણ હોય છે. જે એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ, એન્ટી ફંગલ હોય છે. તે શરદી ઉધરસના સંક્રમણને દુર કરે છે. તેના માટે 4 થી 5 લસણની કળી ઓને ઘીમાં તળીને ખાવાથી આરામ મળે છે.

અનાનસ જ્યુસ: અનાનસ જ્યુસ ટીબી જેવી ગંભીર બીમારીઓના ઈલાજ તરીકે પણ ઉપયોગી છે. આ જ્યુસની ક્ષમતા વધારવા માટે તેમાં મધ, મીઠું અને કાળા મરી પણ નાખી શકાય છે. જેના લીધે કફ પણ નાશ પામે છે. કફ સીરપ કરતા આ અનાનસનું જ્યુસ 5 ગણું વધારે ક્ષમતા ધરાવે છે. અનાનસના જ્યુસમાં ભરપુર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે, જે ફ્રી રેડિકલ્સના કારણે શરીરને થનારા નુકસાનથી બચાવે છે.

અળસી: સામાન્ય શરદી અને ખાંસીને ઠીક કરવામાં અળસીમાં બીજ એક પ્રભાવી ઉપાય છે. એટલા માટે તમે થોડા અળસીના બીજમાં પાણીમાં ઉકાળો અને મિશ્રણને ઘટ્ટ થવા દો. જ્યારે સારી રીતે અળસીના બીજ પૂર્ણ રીતે ઉકળી જાય ત્યારે તેને ઠંડું કરીને તેમાં લીંબુનો રસ અને મધના થોડા ટીપા ભેળવો. આ મિશ્રણને સારી રીતે મેળવીને સેવન કરી શકો છો. શરદી અને ઉધરસથી રાહત મેળવવા માટે તે સારો ઉપાય છે.

આમ, આ ઉપાયો કરવાથી શરદી, ઉધરસ અને કફની બીમારીને દુર કરી શકાય છે. આ તમામ ઉપચારો કુદરતી જડીબુટ્ટીઓ પર આધારિત હોવાથી શરીરમાં કોઈ આડ અસર વગર આ શરદી અને ઉધરસની બીમારીને ઠીક કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી આ સમસ્યાને ઠીક કરે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *