ચરબી, કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેકને રોકવા માટે વરદાનરૂપ છે “ગ્રીન ટી”…. જાણો ગ્રીન ટીના ફાયદા…

ગ્રીન ટી :

ગ્રીન ટી સૌથી મહત્વપૂર્ણ અને વ્યાપક રૂપે ફાયદાકારક પીણું છે. ગ્રીન ટીના મહત્વપૂર્ણ એન્ટીવાયરલ, એન્ટીઓક્સીડન્ટના કારણે સ્વાસ્થ્યને શક્તિશાળી લાભ પ્રદાન કરે છે. આવો વિસ્તારથી જાણીએ ગ્રીન ટી ના ફાયદા. ગ્રીન ટીથી અમુક જૂની બીમારી અને ગંભીર સમસ્યાઓથી બચી શકો છો. ગ્રીન ટી તેના સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે. માત્ર ત્રણ ચાર કપ ગ્રીન ટી થી તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે.

મગજ માટે ગ્રીન ટી ખુબ જ જરૂરી છે. આપણું મગજ વ્યવસ્થિત કામ કરે તે માટે સ્વસ્થ રક્તવહીનીઓની જરૂર રહે છે. નિયમિત રૂપે ગ્રીન ટીનું સેવન કરવાથી મગજની કાર્યપ્રણાલી સુધારે છે. ગ્રીન ટી માં રહેલ બાયોએક્ટીવ યૌગીકના કારણે ન્યુરંસ પર સુરક્ષાત્મક પ્રભાવ તહી શકે જેથી અલ્જાઇઅર અને પાર્કીસન્સ જેવી બીમારીઓથી થતી ક્ષતિઓથી બચી શકાય છે. તમારી સ્મૃતિ વધારવા તેમજ રોગોથી દુર રહેવા માટે રોજ એક કે બે કપ ગ્રીન ટી પીવી હિતાવહ છે.

ગ્રીન ટી એક્ટીઓક્સીડન્ટ થી યુક્ત છે. જે વાળનું નુકશાન થતું અટકાવે છે. અને વાળને ફરીથી વધારે છે. ગ્રીન ટી નો કપ રોજ પીવાથી તમારા વાળ ખરતા અટકે છે અને ફરીથી વધારે છે. આ ઉપરાંત તમારા ભીના વાળમાં તાજી બનેલી ગ્રીન ટી લગાવી દસ મીનીટ પછી વાળ ધોવાથી ખોડા જેવી સમસ્યા દુર થાય છે. આ ઓછામાં ઓછા ઘણા મહિના સુધી અને અઠવાડિયામાં બે થી ત્રણ વાર પ્રયોગ કરવો.

ગ્રીન ટી પીવાથી દાંત સ્વસ્થ રહે છે અને કેવેટીઝનું જોખમ ઓછું થાય છે. ગ્રીન ટી માં પ્રાકૃતિક ફ્લોરીડ, પોલીફેનોલ્સ અને કેટેચીન્સ પ્રભ્વી રૂપ થી બેક્ટેરિયા મારી શકે છે. જેના કરને દાંત ક્ષય, ગંદી શ્વાસ, કેવેટીઝ જેવી વિવિધ પ્રકારની સમસ્યા દુર કરે છે. એક દિવસમાં એક કે એકથી વધારે ગ્રીન ટી પીવાથી દાંતનું નુકશાન ઓછું થાય છે. પરંતુ ખાંડ કે મધ તથા અન્ય મીઠાશ ગ્રીન ટી માં જોડાવાથી દાંતના લાભ ઓછા થઇ શકે છે.

વજન ઘટાડવા માટે ગ્રીન ટી અમૃત સમાન છે. ઘણા અભ્યાસ દ્વારા સાબિત થયું છે કે દૈનિક ગ્રીન ટી નો એક કપ પીવાથી વજન ઓછું થાય છે. વિશેષ રૂપથી પેટની ચરબી ઓછી થઇ શકે છે. ગ્રીન ટીથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. જેના લીધે અતિરિક્ત કેલેરી ઓગળી જાય છે. પરિણામે વજન ઘટે છે.

ગ્રીન ટી ડાયાબીટીસથી પીડાતા લોકોમાં રક્ત શુગરનું સ્તર સ્થિર બનાવે છે. ગ્રીન ટી ટાઇપ ૧ ડાયાબીટીસથી પીડિત લોકોમાં ગ્લુકોઝને અવશોષિત કરી શકે છે. ટાઇપ 2 ડાયાબીટીસમાં રક્ત શુગરમાં વૃદ્ધિ થવાને કરને આંખ, હૃદય અને કીડનીમાં જટિલતાઓ પેદા કરે છે. ગ્રીન ટી આ વૃદ્ધિ રોકી શકે છે. હકીકતમાં ગ્રીન ટી સૌથી સારી વસ્તુ છે. જે ડાયાબીટીસથી પીડાતા વ્યક્તિઓ માટે પોતાના ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ.

ગ્રીન ટી પ્રભાવી રૂપ થી રક્તમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ કરે છે. આ સાથે ખરાબ કોલેસ્ટ્રોલનું સારા કોલેસ્ટ્રોલમાં રૂપાંતર કરે છે. અને આ ઉપરાંત આપણી ધમનીઓ પણ સાફ કરવામાં મદદ કરે છે.

ગ્રીન ટી ઉમર દેખાતી ઘટાડે છે કારણ કે, ગ્રીન ટી માં એન્ટીઓક્સીડન્ટ હાનીકારક મુક્ત કાનોથી ત્વચાને રક્ષા પ્રદાન કરે છે. આ દીર્ઘઆયુંને વધારી ત્વચાના રોગોનો ઈલાજ કરે છે. સાથે ઉમર વધવાના વિવિધ સંકેતો સામે લડવામાં મદદ કરે છે. આજ કારણે ગ્રીન ટી ઘણા સૌંદર્ય ઉત્પાદનોમાં ઉપયોગોમાં લેવાય છે. ગ્રીન ટી સૂર્યની ક્ષતિઓ સામે પણ લડવામાં મદદ કરે છે.

આ ઉપરાંત ગ્રીન ટી હાઈ બ્લડ પ્રેશર, તેમજ કેન્સરની બીમારીઓથી બચી શકાય છે. આ ઉપરાંત હાડકાની મજબૂતી માટે પણ ગ્રીન ટી લાભદાયક છે.

ગ્રીન ટી માં ટેનીન હોય છે માટે જો તમે જમ્યા પહેલા ગ્રીન ટી પીવાથી પેટમાં દુખાવો તથા કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.

ગ્રીન ટી ના કારણે આર્યનના અવશોષણની ઉણપ ઉભી થાય છે.

જો તમે કોઈ દવાનું સેવન કરી રહ્યા છો તો તમારે ગ્રીન ટી કોઈ દવા સાથે ન લેવી. આ ઉપરાંત ઉલ્ટી અને અનિન્દ્રા જેવી સમસ્યા વધારે પડતી માત્રામાં પીવાથી થાય છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *