વાળમાં મહેંદી લગાવતી વખતે આટલું ખાસ ધ્યાન રાખો

સૌ પ્રથમ વાળને સીધા ઓળી નાંખવા . ત્યારબાદ વચ્ચે પાંથી પાડીને બે ભાગ પાડી મહેંદી લગાવવાની શરૂઆત કરવી . પાંથીની ડાબી બાજુએ બીજી સીધી પાંથી પાડી પહેલી પાંથીની ઉપર વાળ દબાવીને બંને બાજુએ મહેંદી લગાવો . આ રીતે અલગ અલગ પાંથીઓ પાડીને કાન સુધીના બધા વાળમાં મહેંદી લગાવો . વચ્ચેની પાંથી જમણી બાજુએ સળંગ પાડીને ભાગ કરીને મહેંદી લગાવો . આ રીતે કાન સુધી બે ત્રણ ભાગ પાડી મહેંદી લગાવીને અંબોડો વાળી લેવો . એક કાનથી બીજા કાન સુધી આડી પાંથી પાછી બધા વાળ ભેગા કરીને મહેંદી લગાવીને અંબોડો વાળી લેવો . પાછળના વાળના થોડા ભાગ પાડીને મહેંદી લગાવતા જવાનું અને અંબોડા પર વીંટાળતા જવાનું . આ રીતે પૂરેપૂરા વાળમાં લગાવી દેવાનું . વાળ વિશે આટલું તો જાણો જ ક્યારેય પણ વાળમાં પિન નાખીને સૂવું નહીં , કેમ કે પિનને કારણે નિદ્રામાં તો ખલેલ પડે જ છે , એટલું જ નહીં , પરંતુ લાંબા ગાળે વાળને માટે પણ નુકસાનકારક નીવડે છે . વાળના છેડા ફાટી જતાં રોકવા હોય તો તમારા વાળના પેન્સિલ જેટલા ભાગ પાડો તે દરેકને ગોળ વીંટાળો અને પછી જે ફાટી ગયેલા વાળ નીકળે તેને ટ્રીમ કરો .

માથું ધોવા ગરમ પાણી વાપરવું નહીં , કેમ કે તેનાથી વાળ અને વાળનાં મૂળને નુકસાન થશે . વારંવાર વાળ શેપૂથી ધોવા નહીં , કેમ કે તેનાથી વાળની કુદરતી ચીકાશ નાશ પામે છે . વળી હંમેશાં એક જ બ્રાન્ડનું શેમ્પ વાપરવું યોગ્ય છે . ભાંગેલા ઈંડાનો પીળો ભાગ વાળમાં લગાવી હળવેથી પાણીથી બરોબર ધોઈ નાખવાથી વાળ સુંદર અને ચમકીલા બને છે . ક્યારેય પણ વાળ ઘસીને લૂછવા નહીં , નરમ ટુવાલથી લૂછવા . વાળને કદી સૂર્યના તાપમાં કે હેર ડ્રાયરથી સૂક્વવા નહીં . આમ કરવાથી એકદમ કોરા થઈ જશે અને એક જ બ્રાન્ડનું શેમ્પ વાપરવું યોગ્ય છે . ભાંગેલા ઈંડાનો પીળો ભાગ વાળમાં લગાવી હળવેથી પાણીથી બરોબર ધોઈ નાખવાથી વાળ સુંદર અને ચમકીલા બને છે . ક્યારેય પણ વાળ ઘસીને લૂછવા નહીં , નરમ ટુવાલથી લૂછવા . વાળને કદી સૂર્યના તાપમાં કે હેર ડ્રાયરથી સૂક્વવા નહીં . આમ કરવાથી એકદમ કોરા થઈ જશે

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *