જોઈ લો આ 30 ઘરેલુ નુસખા ! ગમે ત્યારે કામ આવી જશે…

કેટલાક રોગોના સરળ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો.

અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવું. અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. અનિંદ્રા – ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી રોજ રાત્રે લેવું. અમ્લપિત – એસિડિટી નામે પ્રચલિત આ રોગમાં રૉજ સવારે ને રાત્રે એક એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું . અને તીખું, તળેલું, વાસી, મેંદાનું, આથેલું બંધ કરવું. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક માં લસણ વધુમાં વધું લેવું. અસ્થિભંગ – હાંડકું ભાંગ્યું હોય ત્યારે, હાડ – વૈધની સારવાર બાદ, લાક્ષાદિગૂગળ અથવા આભાદિ ગુગળની ૨-૨ ગોળી સવારે – રાત્રે ચાવીને લેવી અને લાક્ષાદિ તેલની માલિશ કરવી. આમવાત – નાનાં સાંધામાં સોજા સાથે સખત દુઃખાવો સવારે વધુ થતો હોય તેવા આમવાત (રૂમેટિઝમ)માં સૂંઠના ઊકાળામાં દિવેલ –મેળવીને લેવું અને સોજા ઉપર સૂંઠ-ગૂગળનો લેપ કરવઆર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી. આંચકી – શુધ્ધ ટંકણખાર ૧થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે મધમાં આપવો. આંજણી – રસવંતી (રસાંજન) નો જાડો લેપ આંખો કે આંજણી ઊપર કરવો અને રોજરાત્રે ત્રિફ્ળા ચૂર્ણ લેવું. ઊદરશૂળ – પેટના દુખાવામાં શિવાક્ષાર ચૂર્ણ ૨ થી૪ ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં બે – ત્રણ વખત આપવું. પેટ ઊપર શેક કરવો. અથવા અજમો અને સંચળ ને ભેગું કરીને લેવું અને હળવો ખોરાક લેવો. ઉધરસ – ભોરીંગણીનો ઊકાળો બનાવીને ત્યારબાદ ઠરે ત્યારે મધ મેળવીને પીવાનું રાખવું. ઊનવા – ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસ એક ગોળી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવો. જેથી પેશાબમાં થતી બળતરાં – ઊનવામાં ફાયદો થશે.

ઊરઃક્ષત – છાતીમાં ચાંદું પડવાથી કફ સાથે લોહી પડતું હોય અને છાતીમાં દુખતું હોય તેમાં પીપળાની લાખનું ચૂર્ણ દિવસમાં બે –ત્રણ વખત મધમાં ચટાડવું. ઊલટી – ક્પૂરકાચલીનું ચૂર્ણ ખૂબ થોડી માત્રામાં વારંવાર જીભ ઊપર લગાડ્યા કરવું. કબજિયાત – શુદ્ધ ઠળિયા વગરનું એરંડિયા યુક્ત હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું. કમળો – કુમળા મૂળા ખવરાવવા. કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં. કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણચાર વખત ચટાડવો. હળદરના પાવડરના કોગળા કરવા તથા ગળા બહાર તેનો લેપ કરવો. કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું. કૃશતા (વજન ઓછું હોવું) – દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી. કંઠમાળ – કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત પાણીમાં લેવી અને તેનો લેપ ગાંઠ ઉપર દિવસે કરવો.

કોઢ – ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. કોલેરા – પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી. ક્ષય (ટી.બી.) – બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં. ખરજવું – લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો કપ રસ સવારે – સાંજે લેવો. ખીલ – લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો.
ખૂજલી – સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી.

ગ્રહણી – કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે – સાંજે લેવી. ગાંડપણ – જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવું. ગૂમડાં – લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી, લીમડાનો રસ પણ પીવડાવવો. ગોળો – તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો. ચામડીના રોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો ઊકાળીને સ્નાન કરવું અને મંજિષ્ઠાદિ ક્વાથ પીવાનો રાખવો. આ સજેશન છે મંતવ્ય સૂચન છે આ પ્રયોગ કરતા પહેલા જરૂર જણાય તો સિનિયર આયુર્વેદિક નિષ્ણાતનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.