ખાટો મીઠો હાંડવો ઘરે બનાવો અને વેકેશનમાં બાળકોને ખુશ કરી દો

ખાટો મીઠો હાંડવો સામગ્રી હાંડવા નો લોટ 500 ગ્રામ, દૂધી તાજી 200 ગ્રામ , ખાટું દહીં200ગ્રામ,આદુલીલામરચાં.લસણ , મીઠું અને ગળપણ તમારા સ્વાદ પ્રમાણે , તેલઆશરે જરૂર પ્રમાણે ઇનોનું એક નાનું પાઉચ,થોડાસીંગદાણા ,થોડા તલ ,ચપટી હિંગ.નોનસ્ટિક પેન , વઘાર માટે તેલ જરૂર મુજબ. રીત હાડવા નાલોટમાં,દૂધીછીણીનેનાખો,આદુ,લીલામરચા.લસણની પેસ્ટ કરીને નાખો મીઠું, ગળપણ તેલનાખીદો,બરાબર.હલાવીને ત્રણથી ચાર કલાક સુધી રહેવા દો હવે સ્હેજ ગરમ પાણી કરો નેખીરા ના વાસણમાં કડછી મુકી તેમાં ઇનોનું પાઉચ નાખો ને તેની ઉપરસ્હ.જ ગરમ પાણી રેડો તો ઉભરો.આવશે તરત જ એને ખીરામાં એક.

સરખું હલાવી બરાબર મિક્ષ કરો નોનસ્ટિક ને ગરમ કરો ને થોડુંખીરૂ રેડો ખીરૂ એની જાતે પ્રસરે તેટલું ઢીલું રાખવું ને ઉપર બે ઇંચ જેટલી જગ્યા રાખવી જેથી હાંડવો ફૂલી શકે , ટોચ સુધી ખીરૂ ભરવું નહીં. હવે તેના ઉપર, રાઈ, સિંગદાણા ને તલનો હિંગવાળો વઘાર ચમચી વડે રેડો,પછી ઢાંકણ ઢાંકીને થવા દોઆંચ શરૂમાં મધ્યમ રાખવી ,થોડીવાર પછી ધીમી કરવી સમય જોઇને ધ્યાન રાખવું , દસ મિનિટ પછી જોવું ,જેથી બળે નહીં એનો રંગ બદલાય ત્યારે ટુથપિક થીચેક કરોહવે એક તેલ લગાવેલી પ્લેટમાં.નોનસ્ટિક ને ઊંધું કરો ,આખો હાંડવો નીકળશે , ફરી પાછળની તરફ થવા માટે પ્લેટમાં થી ધીમે રહીને નોનસ્ટિક માં સરકાવી દો હવે ઢાંકી દો ને ફરી સમયનું ધ્યાન રાખી ને થવા દો બળે નહીં તેનુંખાસ ધ્યાન રાખવું , વઘાર પણ પહેલાની જેમ રેડીને પછી ઢાંકવુ થઇ જાય એટલે ગેસ બંધ કરી દસ થી પંદર મિનિટ સીજાવા દોહવે મોટા વાસણમાં નોનસ્ટિક ઊંધું વાળો તો આખો હાંડવો બહાર નીકળી જશે હવે એના પીસ પાડીને પીરસો લગભગ તમામ પિક્ચરથી સમજાવવા ની કોશીશ કરી છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *