હાથ પગ ધ્રુજે છે, તો ભૂલથી પણ તેને ઇગ્નોર ન કરો નહિ તો આગળ જતા બની જશે મોટી સમસ્યા..

મિત્રો તમે જોયું હશે કે ઘણી વખત ઘણા લોકોના વગર કારણે હાથ પગ ધુજતા હોય છે, તેને પરસેવો જેવું થવા લાગે છે. આ સમયે સામાન્ય રીતે આપણે તેને સાકર કે ખાંડ ખાવાનું કહીએ છીએ. પણ જો તમારી સાથે આવું વારંવાર બનતું હોય તો તમારે તેને નજરઅંદાજ કરવાની જરૂર નથી. તેને માટે કોઈ ઉપાય કરવો જરૂરી છે. આજે અમે તમને આના ઉપાય અંગે વાત કરીશું.

આજના યુગમાં ખુબ જ સ્પીડમાં ભાગતી જિંદગીમાં લોકોને અક્સર માનસિક અને શારીરિક પરેશાની રહેતી હોય છે. તેમે હાથ પગનું ધુજવું એ એક ખુબ મોટી સમસ્યા બની ગયું છે. અક્સર જમતી વખતે અથવા તો કોઈ અન્ય કામ કરતી વખતે તમારા હાથ પગ ધુજતા હોય છે.

લોકો તેને કમજોરી સમજીને ઇગ્નોર કરે છે. પણ તે કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોય શકે છે. આથી આજે અમે તમને આ હાથ [આગ ધુજવાનું સાચું કારણ અંગે વાત કરીશું. ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.

થાઈરોઈડ ગ્રંથિનું વધવું : દરેક લોકોની ગરદનની નીચે એક નાની એવી ગ્રંથી હોય છે. જેન થાઈરોઈડ ગ્રંથી કહે છે. થાઈરોઈડ વધે છે તો હૃદયની ધડકન પણ વધે છે. સાથે વજન પણ ઓછુ થવા લાગે છે. હાથ પગ ધુજે છે. એવા જો તમને હાથ પગ ધુજવાની તકલીફ છે તો પોતાના ડોક્ટરને જરૂર મળવું જોઈએ. અને થાઈરોઈડ નું ચેકઅપ કરવાવું જોઈએ. કહેવામાં આવે છે કે દવા દ્રારા થાઈરોઈડ ને વધતું રોકી શકાય છે.

તણાવ છે એક મોટું કારણ : આજકાલની લાઈફમાં તણાવનું વધવું એ એક સામાન્ય બાબત છે. જ્યારે શરીરમાં કોર્ટીસોલ નામનું એક હાર્મોનનું લેવલ બગડવા લાગે છે ત્યારે માનસિક તનાવ વધે છે. આ કારણે શરીરમાં રક્ત પ્રવાહ બગડવા લાગે છે. અને હાથ પગ ધુજવા લાગે છે.

જો તમને પણ હાથ પગ ધુજવાની તકલીફ છે તો સારી નીંદર લો, દરરોજ વ્યાયામ કરો. આનાથી તનાવ પણ દુર થશે અને શરીરનું રક્તપ્રવાહ પણ સ્નાતુલિત રહેશે.

કૈફીનનું વધુ પડતું સેવન : હાથ પગ ધુજવાનું એક કારણ કૈફીન નું સેવન પણ કોઈ શકે છે. ઘણા લોકો જરૂરત કરતા વધુ ચા કે કોફીનું સેવન કરતા હોય છે. જેના કારણે હાથ પગ ધુજવા, અનિદ્રા, તણાવ, હૃદયના ધબકારા તેજ થવા જેવી સમસ્યા થાય છે. એવા કોશિશ કરો કે દિવસના 400 મીલીગ્રામ ચા કે કોફી થી વધુ ન પીવી જોઈએ. જો તમને ચા કે કોફીની ખુબ વધુ સેવન છે તો તેને કંટ્રોલ કરો.

દવાઓની સાઈડ ઈફેક્ટ : હાથ પગ ધુજવાનું એક કારણ દવાઓની વધુ પડતું સેવન પણ હોઈ શકે છે. તેમાં બ્લડ પ્રેશર, એન્ટીડીપ્રેસેંટ, અસ્થમા, ની દવાઓ સામેલ છે. આ દવાની સાઈડ ઈફેક્ટ વધુ થાય છે. એવામાં હાથ પગ ધુજવાની એક સમસ્યા થઈ શકે છે.

જો તમને લાગે છે કે કો દવાના કારણે તમારા હાથ પગ ધુજે છે તો તેન નજર અંદાજ કરવાની જરૂર નથી. આગળ જતા તે એક મોટી સમસ્યા બની શકે છે.

શરાબની લત લાગવી : શરાબ એ શરીર માટે હાનિકારક છે. આ વાત દરેક વ્યક્તિ જાણે છે. તે છતાં પણ લોકો તેનું સેવન કરે છે. અને ઘણા લોકો એવા હોય છે જે શરાબનું ખુબ વધુ સેવન કરે છે. ખાસ કરીને પુરુષ. પુરુષોમાં શરાબનું વધુ સેવન કરતા આપણે જોઈએ છીએ. આમ વધુ શરાબ પીવાથી પણ હાથ પગ ધુજે છે. જો કે થોડા દિવસોમાં આ સમસ્યા ઠીક થઈ જાય છે. પણ શરાબનું વધુ સેવન કરવું શરીર માટે હાનીકારક છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *