આ મહાઔષધી દરેક બીમારી ને રાખશે ઘરની બહાર, જીવશો ત્યાં સુધી ક્યારેય કબજિયાત નહિ થાય. અને ક્યારેય દવાખાને નહિ જવું પડે. નાના થી લઇ ને મોટા રોગમાં ઉપયોગી

અત્યારની આ ફાસ્ટ અને વ્યસ્ત જિંદગીમાં દરેક લોકો બજારો ખાણીપીણી ને વધારે પડતું મહત્વ આપતા હોય છે. અને જેના કારણે ઘણા બધા રોગો થાય છે. મેંદો, પાઉં, બ્રેડ વગેરે બનાવટ ખાવાથી ઘણા બધા રોગો થાય છે. તેમાં દરેક રોગોનું મૂળ એવું કબજિયાત છે. કબજિયાત થવાથી શરીર માં ઘણા બધા રોગો પ્રવેશ કરે છે. અને ઘણા બધા લોકો તેનાથી પીડાતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે હરડે ઔષધિઓ ની ઔષધી જે કબજિયાતને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

કબજિયાત થવાના મૂળ કારણમાં મેંદા ની બનાવટ, કંદમૂળ, સિંગ, બદામ, દૂધ ની બનાવટ, ચોકલેટ વગેરે હોય છે.હરડે ને મહાઔષધી તરીકે ગણવામાં આવી છે. અને પેટને લગતી દરેક સમસ્યાને જડમૂળથી દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોને શરદીનો કોઠો કે કફ રહેતો હોય તે લોકોને જાડો ચીકણો આવતો હોય છે. અને ઝાડો સાફ લાવવા માટે સુંઠ, સંચળ અને હરડે ને મિક્સ કરીને રોજ સવારે પીવાથી કબજિયાતમાં રાહત થાય છે.ઘણા લોકોને ખાવાનું પચતું ન હોય કારણકે પાચનશક્તિ ખૂબ જ ખરાબ હોય છે. તે લોકોએ હરડેનું સેવન કરવું જોઈએ. પાચન શક્તિ ખરાબ હોવાને કારણે પેટમાં ગેસ, એસિડિટી, આફરો જેવી અનેક સમસ્યા થઈ શકે છે. તો તેને રોજ સવારે ૩ થી ૬ ગ્રામ જેટલી હરડે ને ગરમ પાણી સાથે લેવાથી પણ પાચનતંત્ર મજબૂત થાય છે. અને જૂનામાં જૂનો મળ દુર થાય છે.

ઘણી બધી એવી બીમારી હોય છે કે જેના કારણે ભૂખ ઓછી લાગે છે. આ આ પરિસ્થિતિમાં હરડેનું સેવન કરવાથી ભૂખ વધે છે. હરડે જો ભોજન સાથે લેવામાં આવે તો બુદ્ધિ અને બળ વધે છે. સાથે સાથે ઇન્દ્રિયો પણ તેજ બને છે. કફ, પિત્ત અને વાયુ ને શરીરમાંથી દૂર કરે છે. હરડે હેમંત ઋતુમાં સુંઠ સાથે, શિશિરમાં પીપર સાથે અને વર્ષામાં મધ સાથે ખાવી ઉત્તમ ગણાય છે.હરડેએ સર્વ રોગનો નાશ કરે છે. હરડેનું ચુર્ણ ઘી, મધ, ગોળની સાથે ખાઈ શકાય છે. આ ઉપરાંત જે લોકોને વર્ષો જૂની કબજિયાત હોય તે લોકોએ સવારે ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પણ રાહત થાય છે. જો આંખની તકલીફ, પેટના રોગ કે નાક ના રોગો થયા હોય તો તેના માટે હરડે લેવી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સિંધવ મીઠા સાથે હરડે ખાવાથી પેટ કાયમ માટે સાફ કરે છે.

હરડેના ના ચૂર્ણમાં ચોથા ભાગનું મીઠું નાખી ને ખાવાથી ઝાડો સાફ આવે છે. આ ઉપરાંત માખણની સાથે હરડેનું ચૂર્ણ લેવાથી યાદશક્તિ અને બુદ્ધિમાં વધારો થાય છે. એટલે જ દરેક વિદ્યાર્થીઓએ તેનું સેવન કરવું જોઈએ. હરડે મધ સાથે ચાટવાથી ઊલટી કે ઊબકા ઊલટી શાંત થાય છે. હરડેનો પાવડરને ગરમ પાણીમાં પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ખીલ માં તરત જ રાહત મળે છે. આ ઉપરાંત ખીલ ખસ ખરજવું દાદર થયું હોય તેના પર પણ હરડેનું ચૂર્ણ લગાવવાથી રાહત થાય છે.બબાસીર કે મસા થયા હોય તો તે લોકો માટે પણ હરડેનું ચૂર્ણ ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. થોડો ગોળ મેળવીને નાની નાની ગોળીઓ બનાવીને તાજી છાશ ની સાથે સવાર-સાંજ સેવન લેવું. તેનાથી હરસ અને મસા મટે છે. હરડે ના ટુકડા ને ચાવી ચાવીને ખાવાથી ભૂખ વધે છે. મોટાભાગની બીમારીઓ પેટના લીધે જતી હોય છે. તેમાં કોઈપણ દુખાવો હોય કે કોઇ પણ બીમારી હોય તે પછી શરૂ થતી હોય છે. એટલે સૌપ્રથમ દરેક વ્યક્તિ પોતાનું પેટ સાફ રાખવું જોઈએ. ચરક સંહિતામાં પણ હરડેને મુખ્ય ઔષધ તરીકે ગણવામાં આવી છે. જે લોકોને ઉધરસ કે દમની બીમારી છે. તે લોકો રોજ રાતે સુતી વખતે હરડેનો ટુકડો ખાશે તો તેમાંથી પણ રાહત થાય છે.

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published.