તમને પણ જાણીને નવાઈ લાગશે કે હાથ વડે ભોજન કરવાથી થાય છે આ ગજબના ફાયદા,એકવાર જરુર વાંચજો…….
મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે તમને પણ જાણીને નવાઈ લાગશે કે હાથ વડે ભોજન કરવાથી થાય છે આ ગજબના ફાયદા,એકવાર જરુર વાંચજો.મિત્રો તમને જણાવી દઇએ કે.ભારતમાં પશ્ચિમી સભ્યતા ખૂબ જ પગપેસારો થઇ છે. તેનું પરિણામ છે કે પહેલાં ભારતમાં અને અત્યારના ભારતમાં ખૂબ જ અંતર છે. અહીં ખાવાપીવા, પહેરવેશ અને રહેણીકરણીની સંસ્કૃતિઓમાં ઘણો બદલાવ થયો છે. તેનું એક સૌથી મોટું ઉદાહરણ છે કે આજકાલ લોકો ચમચી અને કાંટાથી ભોજન કરવાનું પસંદ કરે છે. આજના સમયમાં જે લોકો હાથે થી જમે છે, તેમને અસભ્ય માનવામાં આવે છે. જ્યારે તમને માલુમ હશે કે આપણા પૂર્વજ લોકો હાથેથી જ ભોજનનું સેવન કરતા હતા અને બીમારીઓથી દૂર રહીને સ્વસ્થ જીવન પસાર કરતા હતા.આજના સમયમાં બધું ઊલટું બની ગયું છે. જે લોકો ચમચીથી ભોજન કરે છે, તેને સભ્ય કહેવામાં આવે છે અને હાથેથી ભોજન કરતા લોકોને અસભ્ય કહેવામાં આવે છે. આજના સમયમાં ગામડામાં પણ લોકો હાથને બદલે ચમચી અને કાંટાથી જમવા લાગ્યા છે. ત્યાં પણ પશ્ચિમી સભ્યતાએ પોતાના મૂળિયા જમાવી લીધા છે. આજે પણ દક્ષિણ ભારતમાં લોકો હાથથી ભોજન કરવાનું પસંદ કરે છે. આયુર્વેદમાં હાથથી ભોજન ખાવા વિશે જણાવવામાં આવ્યું છે અને તેના શું ફાયદા થાય છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે હાથેથી ભોજન કરવાના શું-શું ફાયદા થાય છે.
શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે છે.દરેક મનુષ્યનું શરીર પાંચ તત્વોથી મળીને બનેલું હોય છે. આ પાંચ તત્વોમાં અગ્નિ, જળ, હવા, આકાશ અને પૃથ્વી હોય છે. આ બધા તત્વોને “જીવન ઊર્જા” નામથી પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદ અનુસાર આ બધા પાંચ તત્વ મનુષ્યનાં હાથની આંગળીઓમાં ઉપસ્થિત રહે છે. મનુષ્યનાં હાથની પાંચ આંગળીઓ અલગ-અલગ તત્વનું પ્રતીક હોય છે. તેમાં અંગૂઠો અગ્નિનું પ્રતીક હોય છે, તર્જની આંગળી વાયુનું પ્રતીક, મધ્યમા આંગળી આકાશનું પ્રતિક, અનામિકા આંગળી પૃથ્વીનું પ્રતીક હોય છે અને સૌથી નાની આંગળી જળનું પ્રતીક હોય છે.જાણકારોનું કહેવું છે કે જો શરીરમાં આ પાંચ તત્વોનું અસંતુલન થાય છે, તો લોકો બીમાર પડવા લાગે છે. જ્યારે વ્યક્તિ હાથથી ભોજન કરે છે તો શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે છે. એટલા માટે હાથેથી ભોજન કરવું ખૂબ જ ફાયદાકારક હોય છે.પાચનક્રિયા યોગ્ય રહે છે.શરીરની ત્વચા પાંચ જ્ઞાનેન્દ્રિયો માંથી એક હોય છે, જ્યારે પણ આપણે હાથથી કોઈ પણ ચીજને સ્પર્શ કરીએ છીએ, તો તેની સૂચના તુરંત મગજ સુધી પહોંચી જાય છે. જ્યારે પણ આપણે ભોજન કરીએ છીએ અને હાથથી સ્પર્શ કરીએ છીએ તો મગજને તેની સૂચના મળી જાય છે અને તે ભોજનને પચાવવા માટે પેટને જાણકારી આપે છે. પેટ ભોજન પચાવવા માટે તૈયાર થઈ જાય છે અને પાચક રસોનો સ્ત્રાવ કરવા લાગે છે. જેનાથી પાચનક્રિયા યોગ્ય રહે છે.
ભોજન વિશે જાણી શકાય છે.અવારનવાર ચમચીથી ભોજન કરતાં લોકોની જીભ દાઝી જતી હોય છે. તેનું એક કારણ હોય છે કે ચમચીથી ભોજન કરવા પર જાણી શકાતું નથી કે ભોજન કેટલું ગરમ છે. પરંતુ જ્યારે હાથથી ભોજન કરવામાં આવે છે તો તેમને જાણ થાય છે કે ભોજન કેટલું ગરમ છે અને તમે તે હિસાબે તેને મોઢામાં મૂકો છો. એ જ કારણ છે કે હાથેથી ભોજન કરવાથી આપણી જીભ ક્યારેય પણ દાઝતી નથી.આ ઉપરાંત ભોજન પરોસવા માટે વાસણ લેવામાં આવતા હોય તે વાસણ પણ આપણાં સ્વાસ્થ્ય પર સારી અને ખરાબ અસર પાડે છે. જેમાં લોકો ઘણાં પ્રકારના વાસણ ઉપયોગમાં લેતા હોય છે. સૌથી વધું ઘરોમાં એલ્યુમીનિયમ, સ્ટીલ અને નોનસ્ટિક ઉપયોગમાં લેવાય છે. જેમાં રસોઈ તો સ્વાદિષ્ટ બને છે પરંતુ સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ અસર પાડે છે.
પહેલાના જમાનામાં પૂર્વજો માટીના વાસણનો ઉપયોગ વધું કરતા હતાં. તે સમયે પૂર્વજોનું આયુષ્ય પણ લંબાતું હતું પરંતુ આધુનિક યુગમાં સ્વાસ્થય ખૂબ ખરાબ અસર પડી રહી છે, જેથી શરીરને નિરોગી બનવા માટે માટીના વાસણમાં ભોજન બનાવવાથી ફાયદાકાકર નિવડે છે. તો આવો જાણીએ કઈ રીતે માટીના વાસણમાં ભોજન બનાવવાથી કયા કયા ફાયદા થાય છે.સાફ થઈ જાય ઝડપથી. ભાગદોડ ભર્યા જીવનમાં ફટાફટ સાફ થઈ જાય તે માટે લોકો નોનસ્ટિકનો વાસણ વધું વપરાશમાં લે છે, પરંતુ શું તમે જાણો છે કે માટીના વાસણના સાફ પણ સરળતાથી જાય છે અને માટીના વાસણથી સમય પણ બચે છે. માટીથી બનેલા વાસણ ધોવા પણ બહુ જ સહેલા હોય છે. આ માટે કોઈ સાબુ, પાઉડરનો ઉપયોગ નહી કરવામાં આવતો. માટીના વાસણને ફક્ત હુંફાળુ ગરમ પાણી કરીને જ ધોવાના શકાય છે.
માટીના વાસણમાં પોષક તત્વ નષ્ટ નથી થતું. માટીના વાસણમાં ધીમે ધીમે તાપ પર ભોજન બનાવવામાં આવે છે. તો આ ભોજન સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયી હોય છે. માટીના વાસણમાં બનાવવામા આવેલી દાળ, શાકભાજીમાં 100 ટકા માઈક્રો ન્યૂટ્રીએન્ટસ રહે છે. હવે ડાઈટિશિયન અને ન્યૂટ્રિશિયન પણ લોકોને માટીના વાસણમાં ભોજન બનાવવાની સલાહ આપે છે. આ સલાહ અનુસાર હવે લોકો પણ વપરાશમાં લઈ રહ્યાં છે.પેટની સમસ્યાને જડમૂળ માંથી કરે છે દૂર. હાલમાં માટીના તવા પણ બજારમાં સરળતાથી મળી રહે છે. જે લોકોને પાંચન ક્રિયા નબળી હોય તેમજ પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ રહે છે તે લોકો આ તવા પર સેકેલી રોટલી ખાશે તો તેને રાહત પણ મળશે અને ગેસ પણ નહી રહે. સાથે કબજીયાતની જેવી ગંભીર સમસ્યા પણ દૂર થઈ જશે.ભોજન બને છે સ્વાદિષ્ટ. માટીના વાસણમાં બનાવેલું ભોજન ખૂબ સ્વાદિષ્ટ બને છે. આ માટીમાં પોષક તત્વ આવે છે, આ જ માટીની સુગંધ અને ઠંડક પણ ભોજનમાં ટેસ્ટ વધારે છે. આ ઉપરાંત માટીના વાસણમાં બનાવામાં આવતો આહાર પણ અન્ય કરતા ઘણાં સમય સુધી સારો જ રહે છે.
રાખો આ સાવચેતી. માટીથી બનાવેલા વાસણ વાપરવું ખૂબ સહેલું છે. જ્યારે તમે પહેલી વાર વાપરી રહ્યાં છો તો માટીના વાસણને 12 કલાક પાણીમાં પલાળીને અવશ્ય રાખો. ત્યાર પછી પાણી માંથી કાઢીને સુકવી દો. આ માટીનું વાસણ સુકાઈ પછી ઉપયોગ લો. આ ઉપરાંત માટીના નાના વાસણ જેમ કે ગ્લાસ, કટોરી, કપ, સહિતના વાસણને ઓછામાં ઓછી 6 કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. જે બાદ સુકાઈ પછી ઉપયોગમાં લો. તે સિવાય આ વાસણમાં ખાવાનું વધું તાપ ન પકાવો વઘુઅગ્નિથી પૌષ્ટિક નષ્ટ થઈ જાય છે.જ્યારે વૃદ્ધ લોકોના ઘરોમાં ફ્રિજ ન હતા, ત્યારે લોકો માત્ર માટી ના માટલા માંથી જ પાણી પીતા હતા. જૂના સમયમાં, ઘણા મકાનો માં માટલા નો ઉપયોગ થતો હતો. માટલા ના પાણી માંથી માટીની સુગંધિત સુગંધ પાણીના સ્વાદમાં ઉમેરો કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે ફ્રિજ પાણી કરતા માટલા નું પાણી પીવાલાયક પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધારે સારું છે. તેમાં રોગો સામે લડવાની ક્ષમતા જ નથી, સાથે સાથે કેટલાક રોગોને પણ દૂર કરવામાં આવે છે. તો ચાલો હવે તમને માટીના વાસણમાં પાણી પીવાના ફાયદા જણાવીએ.
પાચન ક્રિયા કરે છે સારી. માટલા નું પાણીનું તાપમાન સામાન્ય તાપમાન કરતા થોડું ઓછું હોઈ છે અને જે ઠંડક આપે છે તે શરીરના પાચનમાં સુધારો કરે છે. જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા છે, તો તેમને માટલા નું પાણી પીવું ફાયદાકારક છે. કારણ કે માટલા ના પાણીના સેવનથી પાચનમાં સુધારો થાય છે, તેને પીવાથી સ્તરના ટેસ્ટોસ્ટેરોન પણ વધે છે. કેન્સરનું જોખમ ઓછું કરે. ચાલો તમને જણાવીએ કે તે જાણીએ કે માટલા ના પાણી પીવાથી કેન્સર જેવા રોગ થવાનું જોખમ પણ ઓછું થાય છે.ગળામાં સમસ્યા. ખાસ જનાવીએ કે માટલા ના પાણી ગળાને લગતા રોગો થી બચાવે છે. આ સાથે તે શરદી, ઉધરસ અને ખાંસી જેવી મુશ્કેલીઓથી પણ આપણને સુરક્ષિત કરે છે. પીએચ સ્તર સંતુલિત કરે છે. જણાવીએ કે માટલા નું પાણી પીવાથી, શરીરનું પીએચ સ્તર સંતુલિત રહે છે. જણાવીએ કે માટી અને જળ તત્વોના આલ્કલાઇન તત્વો એકસાથે શરીરમાં યોગ્ય પીએચ સ્તરને સંતુલિત કરે છે.દમના દર્દીઓ માટે ફાયદાકારક. જણાવીએ કે અસ્થમા જેવા રોગો થી પીડિત લોકો માટે માટલા નું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે. તે જ સમયે, જો લકવાગ્રસ્ત દર્દીએ પણ માટલા ના પાણીનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી તેમના સ્વાસ્થ્યને ફાયદો થશે.
દૂધ હોય કે ચા, તેને પીવાની અસલ મજા તો કુલ્લડ, (કુલડી)માં આવે છે. કુલડી એટલે કે માટીથી બનેલો નાનો મગ. સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સ્વીકારે છે કે માટીના વાસણોમાં ખાવા પીવાથી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક રહે છે. કડકડતી ઠંડીની વહેલી સવારે અનેક જગ્યાએ કુલડીમાં ગરમ દૂધ પીવાનું ચલણ છે. તો શું કુલડીમાં દૂધ પીવાથી દૂધ વધુ લાભદાયી બને છે? આવો જાણીએદૂધ પીવું જરૂરી.દૂધમાં લગભગ દરેક તે તત્વ હાજર હોય છે જે શરીર માટે જરૂરી હોય છે. તેમાં વીટામીન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ખજાનો હોય છે. હાલમાં જ થયેલા એક સ્ટડી મુજબ દરરોજ એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ખાસ વાત એ છે કે જે લોકો દૂધ પીવે છે તેઓ દૂધ ન પીનારાની સરખામણીમાં ચા, કોફી કે દારૂનું સેવન ઓછુ કરે છે. આથી પણ દૂધ પીવું ફાયદાકારક રહે છે. ઠંડીમાં કુલડીમાં દૂધ પીવાનું કહેવાય છે.
કુલડીમાં દૂધ પીવાના ફાયદા.કુલડીની માટીમાં કેલ્શિયમ ભરપૂર મળી આવે છે. જે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે. કુલડીમાં દૂધ પીવાથી પાચનતંત્ર સારું રહે છે. જેના કારણે ઠંડીમાં થતી અપચા અને પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ દૂર રહે છે. કુલડીમાં દૂધ પીવાથી હાડકા મજબુત થાય છે. જેનાથી દૂધને વધારાનું કેલ્શિયમ મળે છે. માટીની પ્રકૃતિ ઠંડી હોય છે અને કુલડીમાં નાખવામાં આવેલું દૂધ વધુ સમય સુધી ગરમ રહેતું નથી. જેના કારણે તે પીવામાં પણ સુવિધાકારક રહે છે.માટીથી બનેલા હોવાના કારણે તેમાંથી ભીની ભીની સુગંધ પણ આવે છે. જેના કારણે સ્વાદ પણ સારો લાગે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો કુલડીમાં ગરમ દૂધ પીવું એ તમારા માટે લાભકારક સાબિત થશે. તે પાચન માટે ખુબ ફાયદાકારક રહે છે. જેમને પણ કબજિયાતની સમસ્યા હોય તેઓ ગરમ દૂધને દવા તરીકે અપનાવી શકે છે.
Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર