કાચી કેરી ખાવાના તંદુરસ્ત સ્વાસ્થ્ય રાખવા માટેના ફાયદા

કાચી કેરી ખાવાના ફાયદાઃ અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે . આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે . ઉનાળામાં આપણને તાપ જેટલો આકરો લાગે તેટલી જ કેરીઓ ખાવી ગમે છે . તે પછી કાચી હોય કે પાકી કેરી ખાવાની મઝા જ કંઇક અદભૂત છે . પાકી કેરીની સાથે કાચી કેરી પણ , સ્વાથ્ય માટે વરદાન સ્વરૂપ છે . તેથી ગરમીમાં કાચી કેરીને પોતાના આહારમાં સ્થાન આપવું જરૂરી છે . આજે આપણે કાચી કેરી ખાવાના ફાયદા જાણીએ . કાચી કેરીમાં પેક્ટિન હોય છે જે આંતરડાની સફાઇ કરે છે અને પેટની અંદરની નળીઓને સાફ કરે છે જેથી પેટની તકલીફેથી દૂર રહી શકાય છે .

આપણી અનિયમિત ભોજનની આદતના કારણે પેટમાં બળતરા કે એસિડિટીની તકલીફ રહે છે . અત્યારના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે . આ સમસ્યાનું સમાધાન કાચી કેરી છે . કાચી કેરીને કાપી અને ડુંગળી સાથે મિક્સ કરી તેમાં સીંધાલૂણ ઉમેરવું . આ મિશ્રણને ભોજન સાથે ખાવાથી એસિડિટીમાં રાહત થાય છે . કાચી કેરીનું કચુંબર ખાવાથી પણ એસિડિટી દૂર થાય છે . ગરમીમાં ડીહાઇડ્રે શનથી બચવા માટે કાચી કેરી પર મીઠું નાંખીને ખાવી જોઇએ અને આ એકદમ સરળ ઉપાય છે . તેનાથી શરીરમાં પાણીની ખામી દૂર કરી શકાય છે .

આ રીતે કાચી કેરી ડી હાઇડ્રેશન સામે પણ રક્ષણ આપે છે . ગરમીમાં ખાવાનું પચાવવું અને ભૂખ ન લાગવી એ એક કપ્લેન થઇ ગઇ છે . જેને દૂર કરવા માટે કાચી કેરી , ગોળ , અને ચપટી જીરું સાથે મીઠું મિકસ કરીને બનાવેલ કચુંબરને તમારા ભોજનમાં ખાસ લેવું . કાચી કેરી વિયનિવારક છે જે વજન નિયંત્રણ કરે છે . તેમજ વજન ઓછું કરવામાં મદદ કરે છે .

કાચી કેરી સ્વાદમાં તુરી હોય છે . અને આ કેરી પેટ સાફ કરે છે અને સમસ્યાઓ છે પેટ સાફ હોય તો મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને પછી વજન કંટ્રોલમાં રહે છે કાચી કે રીમાં ફયબર વિટામિન – સી અને કેરોટીનની સાથે એન્ટિઓકિસડેન્ટ પુષ્કળ રહેલું હોય છે . જે શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને પાચનતંત્ર મજબૂત બનાવે છે . કાચી કેરીમાં સુંઠ , જીરું અને હિંગ મિકસ કરી ખાવાથી ગેસ દૂર થાય છે . કાચી કેરી ગેસ અને કબજિયાત જેવી તકલીફોથી દૂર કબજિયાત જેવી તકલીફોથી દૂર રાખે છે .

કાચી કેરીમાંથી વિટામિન – સી પ્રાપ્ત થાય છે . વિટામિન – સી સ્કર્વી અને પેઢામાંથી લોહી નીકળતું અટકાવામાં મદદ કરે છે . કાચી કેરી ખાવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે . કાચી કેરી ખાવાથી દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે . તેમજ શ્વાસમાંથી દુર્ગધની સમસ્યા દૂર થાય છે . આકરા તાપના કારણે લુ લાગે છે . કાચી કેરી લુ લાગવાની સમસ્યાથી છુટકારો આપે છે સાથે જ ગરમીમાં જ્યારે સ્કિનમાં લાલ રંગના દાણા થાય છે ત્યારે કાચી કેરીનું સેવન કરવું , તે શરીરને ઠંડક પ્રદાન કરે છે.

નોંધ : નમસ્કાર વાંચક મિત્રો www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ પર મુકવામા આવતા દરેખ લેખ અન્ય વેબસાઈટ અથવા સોર્સ પર થી લેવામા આવે છે. કોઈ પણ નુસખા કે ઘરેલું ઉપચાર કરતા પહેલા ડોક્ટર ની સુલાહ જુરુર લેવી. જો કોઈ આડ અસર થશે તો તેના માટે જવાબદાર www.Todaygujarat.press અને આપણુ ગુજરાત ફેસબુક પેજ રહેશે નહી તેની ખાસ નોંધ લેવી.

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *