એક પણ રૂપિયાના ખર્ચ વગર હેલ્થ ટીપ્સ

જ્ઞાન મુદ્રા કરવાથી વિચારવાની શક્તિ તેજ થાય છે અને તેનાથી ચિડચિડાપન અને માનસિક રોગથી પણ છુટકારો મળે છે. સવારનો નાસ્તો એક એવી ડાઈટ છે જેના પર આપણી 50 % હેલ્થ નિર્ભર કરે છે, સવારના નાસ્તામાં તમારે ફણગાવેલા કઠોળ અને મોસમી ફળ અને ડ્રાયફ્રુટ ખાવા જોઈએ.  જયારે આપણે દોડીએ છીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું સરક્યુલેશન વધી જાય છે , જેનાથી આપણી સ્કીન સાફ અને ચમકદાર બને છે .  દરરોજ 20 પુશઅપ કરવાથી ઉપરની બોડીની સ્ટ્રેથ વધે છે તેનાથી બોડી શેપમાં આવે છે અને સ્ટેમિના પણ વધે છે .આર્યુર્વેદ કહે છે કે તમારે ભોજન હમેશાં ગરમ અને તાજુ ખાવું જોઈએ અને ખાધા પછી ઓછામાં ઓછું 45 મિનીટ સુધી પાણી ના પીવું જોઈએ , સાથે જો તમે જમ્યા પછી 15 મિનીટ ચાલો છો તો એ તમારા માટે અતિ ઉત્તમ હોય છે .

સાંજે અને રાત્રે કેળા ન ખાવા જોઈએ કારણ કે તેનાથી તેજ ખાંસી થઈ શકે છે , આર્યુર્વેદ મુજબ કેળા ખાવાનો સહુથી સારો સમય સવારે 8 થી લઈને 11 વાગ્યા સુધી હોય છે.  તણાવ કે સ્ટ્રેસ દૂર કરવા માટે આ યોગને માત્ર બે મિનીટ કરવાથી તમને ખુબજ સારું અને હળવું ફીલ થશે.  દૂધનું સેવન દિવસે કરવામાં આવે તો એ તમને આખો દિવસ એનર્જી આપશે અને તેને રાત્રે પીવામાં આવે તો મગજને શાંત અને અનિંદ્રા દૂર કરશે . આર્યુર્વેદમાં રાત્રે દૂધ પીવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સવારનો નાસ્તો ન કરવાથી મગજ ક્ષતિગ્રસ્ત થાય છે , આવું જો લાંબો સમય સુધી થાય તો મગજની કાર્ય ક્ષમતા ઘટે છે, એટલા માટે સવારનો નાસ્તો જરૂર કરવો જોઈએ .જો તમે નોન – વેજ માત્ર પ્રોટીન માટે ખાતા હોવ તો તમારા માટે ફણગાવેલા મગ એક ખુબજ સારો ઉપાય છે કારણ કે મગમાં માંસથી કેટલાય ગણું વધારે પ્રોટીન મળી આવે છે.  આંબળા નો નિયમિત ઉપયોગ કરવા થી શરીર ની અંદર રહેલી ગંદકી ને સાફ કરીને વજન ઘટાડવા માં ખુબજ ઉપયોગી સાબિત થાય છે.  ગાજરમાં પ્રોટીનની સાથે સાથે ફાઈબર પણ ખુબજ હોય છે , જે ફેટ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે .

Todaygujarat.press સાઇટ પર મુકવામા આવેલ તમામ માહિતી અન્ય સોર્સ પરથી લેવામા આવી છે. કોઈ પણ નુસખા નો પ્રયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અને સુચન જરુર લેવી. કોઈ પણ આડ અસર ની જવાબદારી Todaygujarat.press ની રહેશે નહી. આભાર

અહીંથી શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *